________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સંગમ ભાવવિભોર થઈને બધી ખીર વહોરાવે છે. સંત તો ત્યાંથી વિહાર કરે છે, પણ સંગમ તો અત્યંત હર્ષ, ઉલ્લાસ અને સંતોષની અનુભૂતિ કરે છે. જેમ એક પાણીનું ટીપું જો સાગરમાં ભળી જાય તો તેનું અસ્તિત્વ જે રીતે ખોવાય જાય, એવી જ રીતે “આજે મને ખીર ખાવા મળશે” ની ટીપું સમાન ખુશી
સંતને વહોરાવાનો લાભ મળ્યો” ની સાગર સમ પ્રસન્નતામાં એવી ખોવાઈ ગઈ કે સંગમને એવો વિકલ્પ પણ ન આવ્યો હવે મારે માટે શું? હવે હું શું ખાઈશ ? સંગમ એટલો ગદગદ થઈ ગયો કે તે હરખાઈને થનગનવા લાગ્યો. એ પોતાની ખુશી કોઈપણ પ્રકારે વ્યક્ત કરી શકતા ન હતા. મુખ પર એક અનેરું સ્મિત. હું કેટલો ભાગ્યવાન છું કે સંતે મારા ઘરમાં પગલાં કર્યા. એ સંત કેટલા ઉપકારી છે કે મારી વિનંતી સ્વીકારી અને ખીર પણ વહોરાવી.
આવી હોય છે ઉત્કૃષ્ટ ભાવના. એક દૃષ્ટિએ જોઈએ તો આ એક નાનકડી જ વાત છે, કે એક નાના બાળકે ભાવપૂર્વક ખીર વહોરાવી ! પણ પરમાત્માએ આ દૃષ્ટાંત આપણી સમક્ષ આપીને આપણને ઘણો બધો બોધ આપ્યો છે. સંગમ જ્યારે આપે છે તો તે સર્વ અર્પણ કરી દે છે. આપણી ખોટ એ છે કે આપણે દ્રવ્યને ગણીએ છીએ પણ ગુણોને ગણતા નથી. સંગમે સંતના ગુણોને જોયા, અને તેની તુલનામાં દ્રવ્યની કિંમત ન ગણકારી ! સંગમ નિઃસ્વાર્થભાવે અર્પણ કરે છે. તેને કંઈ જોઈતું નથી. ‘દાન આપીશ તો મને પુણ્યનો બંધ થશે.” જો એવો ભાવ આવે તો પણ આપણું દાન નિઃસ્વાર્થ નથી રહેતું.
સંગમની દાન ભાવનામાંથી પ્રેરણા લઈ આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ધન્ય બની જાય. ઘણીવાર આપણે સહુ તખ્તી લગાવીને નામ અને પ્રશંસા મળે, તે હેતુથી દાન આપતા હોઈએ છીએ, પરંતુ જ્યારે
- ૨૮૦
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો - આપણું નામ આવે ત્યારે આપણા અંદરમાં “મેં આપ્યું” નો સૂક્ષ્મ અહંકાર જન્મ પણ લઈ શકે છે. સર્વને દાનભાવનાની પ્રેરણા આપવાના હેતુથી જ્યારે આપણે નામ લખાવીએ ત્યારે તે દાન શ્રેષ્ઠ બની જતું હોય છે. સામાન્ય રીતે દાન આપનારને એવું લાગે કે મેં એને આપીને લેનાર ઉપર ઉપકાર કર્યો છે. પણ સંગમને દાન ગ્રહણ કરનાર માટે અહોભાવ થાય છે. એમને એવા ઉત્કૃષ્ટ ભાવો થયા કે સંતે મારી પાસેથી દાન સ્વીકારી મારા ઉપર ઉપકાર કર્યો છે. જેને દાન આપીને દીનતાનો અનુભવ થાય તે જ પરમાત્માના અનુયાયી હોય! જેમ જેમ સંગમ એ વહોરાવાની ક્ષણોને યાદ કરતા એમ એમ એની પ્રસન્નતા બમણી થઈ રહી હતી. આવી પ્રસન્નતાના ભાવમાં જ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે અને તે એક ધનાઢ્ય શેઠના ઘરે શાલિભદ્ર રૂપે જન્મ લે છે.
અત્યંત સુખસાહ્યબીમાં શાલિભદ્ર મોટા થાય છે. એક ઘટનાથી યુવાન શાલિભદ્રને જ્યારે સમજાય છે કે અઢળક સંપત્તિ હોવા છતાં પણ તેમનાથી ઉપર રાજાનું સ્થાન હોય અને તેમની ઉપર કોઈ સ્વામી છે, તો તેમને અકળામણ થવા લાગે છે. એ જ મનોમંથનમાં એક સંતના દર્શનથી એમને બોધ મળે છે કે સંયમી આત્માઓના માથે કોઈ સ્વામી હોતા નથી, કેમકે તેઓ તો પરમની યાત્રાના ગામી હોય છે. ત્યારે તેમને સંસારની મૂલ્યહીનતા સમજાય છે અને તે તેમના બનેવી ધન્નાની સાથે સર્વસંગપરિત્યાગ કરી પરમાત્મા મહાવીરના શરણમાં દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેઓ સાધના, આરાધના અને ઉગ્ર તપસ્યા કરી પોતાના ભવોભવના કમને તોડે છે. પ્રભુની આજ્ઞા લઈને શાલિભદ્ર મુનિ અને ધન્ના મુનિ વૈભારગિરિ પર પાદપોપગમ આજીવન અનશન સ્વીકાર કરે છે. ત્યાંથી ધન્ના મુનિ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અને શાલિભદ્ર મુનિ કાલાનુસાર સર્વાર્થસિદ્ધિ નામના અનુત્તર વિમાનમાં
૨૮૧