________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ભલે, કથાઓ મૌલિક નહિ, પરંતુ કોઈ એક કથાદોરમાં સાંકળી લઈને કર્તાએ પોતાની ભાષાશૈલીમાં પદ્યદેહે કંડારી છે એ દૃષ્ટિએ એમની સર્જકતા સ્વીકારવી રહી.
શ્રી હરિભદ્રસૂરિના ‘ઉપદેશપદ’ માં મનુષ્યભવની દુર્લભતા સદષ્ટાંત દર્શાવવા સાથે એમણે ચાર પ્રકારની બુદ્ધિ ઉચિત દૃષ્ટાંતોના ઉલ્લેખ સહિત સમજાવી છે :
૧. ઔત્પત્તિ કી બુદ્ધિ : પહેલાં કદી ન જોયેલા, ન સાંભળેલા, ન વિચારેલા પદાર્થનું તત્કાળ જ્ઞાન થાય એવી બુદ્ધિ.
૨. વૈયિકી બુદ્ધિ : મુશ્કેલ, અધૂરું કામ પાર પાડવાનું સામર્થ્ય આપનારી અને વિનયથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ.
૩. કાર્મિકી બુદ્ધિ : કર્મ (અભ્યાસ) થી ઉત્પન્ન થયેલી બુદ્ધિ.
૪. પારિણામિકી બુદ્ધિ : અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી સાધ્ય પદાર્થને સિદ્ધ કરનારી બુદ્ધિ.
હરજી મુનિએ ‘વિનોદચોત્રીસી' માં જે બુદ્ધિચાતુરીની કથાઓ આપી છે એમાં આ દૃષ્ટાંત કથાઓનો આધાર લીધો છે.
‘વિનોદચોત્રીસી’ ની કથાપીઠિકા (કેન્દ્રીય કથાદોર) : શ્રીપુરનગરમાં શ્રીપતિ શ્રેષ્ઠી અત્યંત ધર્માનુરાગી છે, પણ એમનો પુત્ર કમલ નાસ્તિક, ઉદ્ધત અને અવિવેકી છે. નગરમાં પધારેલા જૈન આચાર્ય શેઠની વિનંતીથી કમલને શાસ્ત્રકથિત ઉપદેશવચનો કહે છે, પણ કમલને બોધ પમાડવામાં નિષ્ફળ જાય છે. થોડા સમય પછી પધારેલા બીજા મહાત્મા પણ આવો જ પ્રયત્ન કરે છે, પણ સફળ થતા નથી. એ પછી ત્રીજા મહાત્મા કમલની નાસ્તિકતાની વાત જાણી સામેથી એને આસ્તિક બનાવવાનો નિર્ધાર કરે છે. આ મહાત્મા શાસ્રના
E
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સીધા સિદ્ધાંતવચનો સંભળાવવાને બદલે કથાની માંડણી કરે છે. કમલને કથામાં રસ પડવા માંડે છે. મહાત્મા ૩૪ દિવસ સુધી રોજ એક-એક કથા સંભળાવીને એનું હૃદયપરિવર્તન કરી એને નાસ્તિકમાંથી આસ્તિક બનાવે છે.
‘વિનોદચોત્રીસી’ ની આ કથાઓ પૈકી ક્રમાંક ૨૯ ની કથા અહીં પ્રસ્તુત છે, જે ‘ઉપદેશપદ' ની ટીકામાં પારિણામિકી બુદ્ધિના દૃષ્ટાંત તરીકે અપાયેલી છે.
કથા ઃ વૃદ્ધજનની કોઠાસૂઝ
ચંદ્રાવતી નામે નગરીમાં રત્નશેખર રાજા વૃદ્ધ થતાં યુવાનપુત્ર મદનસેનને રાજગાદીએ બેસાડી વનમાં ગયો. હવે રાજ્યમાં યુવાન મદનસેનની આણ વર્તવા લાગી. પણ એને રાજકાજનો પૂરતો અનુભવ નહોતો. એક દિવસ મંત્રી યુવાન રાજાને કહે છે, “હે સ્વામી ! અહીં વૃદ્ધ પુરુષો રાજ્યવહીવટની સેવામાં આવે એ ઘણું જ અયોગ્ય છે. કેમકે એમના શરીર શિથિલ થયા છે. મોં ફિક્કાં પડી ગયા છે, આંખો નિસ્તેજ બની છે, ગળામાંથી કફ નીકળે છે. આવા ઘરડાઓથી આપણી રાજસભા શોભતી નથી માટે એમને સેવામાંથી છૂટા કરવા જોઈએ.”
બિનઅનુભવી યુવાન રાજાને મંત્રીની આ વાત ગળે ઊતરી ગઈ. ફરમાન કાઢીને એણે બધા વૃદ્ધ રાજસેવકોને દૂર કર્યા. હવે રાજદરબારમાં કેવળ યુવાનો જ નજરે પડતા હતા.
હવે એક દિવસ બન્યું એવું કે રાજા મદનસેન એની રાણી સાથે અંતઃપુરમાં સોગઠાંબાજી રમતો હતો. ત્યારે રાણીએ પ્રેમમસ્તીના આવેશમાં આવીને રાજાને ચરણપ્રહાર કર્યો. રાજાને માટે આ કૌતુક સમાન હતું. રાત્રિના
પાછલા પહોરે રાજા વિચારતરંગે ચડીગયો. ‘રાણીએ મારા પ્રતિ ચરણપ્રહારની 96