Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 140
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અને સાથે દાસી પણ નહીં દેખાતા સર્વ હકીક્ત જાણી. ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ કરવા મેદાને પડ્યો. મહારાજા ઉદાયને અનલવેગ હાથીના પગના તળિયા વીંધી નાંખ્યા અને ચંડપ્રદ્યોતને બાંધી દીધો. તેના લલાટ ઉપર દાસીપતિ લખાવ્યું. જિનપ્રતિમા ત્યાંથી ખસી નહિ માટે એને દશપુરમાં જ રાખી ચંડપ્રદ્યોતને કેદી બનાવી વીતભયનગર જવા નીકળ્યા. તે સમય દરમ્યાન પર્યુષણ પર્વ આવ્યા. આ પર્વના દિવસોમાં શ્રાવકો પાંચ કર્તવ્યનું પાલન કરે છે - (૧) અમારિ પ્રવર્તન, (૨) સાધર્મિક વાત્સલ્ય, (૩) ક્ષમાપના, (૪) અઠ્ઠમ તપ, (૫) ચૈત્યપરિપાટી. ઉદાયન રાજાએ ચાતુર્માસ દરમ્યાન જીવહિંસા ન થાય માટે પોતાની યાત્રા થંભાવી દીધી હતી. ઉપવાસ પણ એણે કર્યો હતો. હવે રાજાને ઉપવાસ હોવાથી રસોઈયાએ ચંડપ્રદ્યોત કેદી ભોજનમાં શું લેશે તથા પોતાના માલિક કેમ ઉપવાસ કરે છે એ જણાવ્યું. ચંડપ્રદ્યોત પોતે કેદી હતો. માટે એને શંકા થઈ કે મારા ભોજનમાં આ લોકો ઝેર નાંખશે તો પોતે મરી જશે. આવા ડરને કારણે એણે પણ પોતાને ઉપવાસ છે એમ જણાવ્યું તથા પર્વમાં બીજું કંઈ ખાશે નહિ એમ કહ્યું. ઉદાયન રાજાને જેવી ચંડપ્રદ્યોતના ઉપવાસ વ્રતની જાણ થઈ તેવા તરત જ આવીને એને બંધનમુક્ત કરે છે અને એને ક્ષમા આપે છે. તેઓ પર્વના દિવસમાં દુશ્મનાવટ દૂર કરી અને મિત્ર બનાવે છે. ઉદાયન રાજા પોતે ખૂબ ધાર્મિક વૃત્તિનો હતો. એ મન, વચન, કાયાના ત્રિકરણ યોગથી ચંડપ્રદ્યોત રાજાને ખમાવે છે. પોતાને ઉપવાસ હોવા છતાં એનામાં રહેલા ઉત્કૃષ્ટ દયાભાવથી દુશ્મનને પણ મન ભાવતા ભોજન આપવાનું રસોઈયાને કહે છે. આમ, એ દરેક રીતે શ્રાવકના કર્તવ્યનું પાલન કરે છે. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો તત્ત્વાર્થ સૂત્રની વૃત્તિમાં શ્રી સિદ્ધસેન ગણિ અને વિંશતિવિંશિકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ક્ષમાના પાંચ પ્રકારો દર્શાવ્યા છે – (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) ધર્મ ક્ષમાં. પ્રભુ મહાવીરના સમકાલીન ઉદાયન રાજાની ક્ષમાને વચનક્ષમા અને ધર્મક્ષમામાં મૂકી સકાય. આજે દુનિયામાં જયાં જયાં તોફાનો છે તેના મૂળમાં શત્રુભાવ, ધિક્કાર, તિરસ્કાર, વેર વાળવાની વૃત્તિઓ અને બદલો લેવાની ભાવનાઓ વગેરે હોય છે. ક્ષમામાં માનવધર્મ અને વિશ્વશાંતિના શ્રેષ્ઠતમ ઉપાયો છુપાયેલા છે. અહિંસા, શાંતિ, દયા, ક્ષમતા, ઐક્યતા અને ભાઈચારો તથા સર્વજનો માટે ગ્નેહભર્યો વ્યવહાર કરવાની પ્રેરણા એકમાત્ર જિનશાસન આપે છે. ક્ષમા वीरस्य भूषणम् । जैनम् जयति शासनम् । (સુરત સ્થિત શ્રીમતી શૈલા રાજેન્દ્ર શાહ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી M.Sc., LL.B. કર્યું છે. જૈન ધર્માનુરાગી છે. જૈન કથાનકોમાં ગહન રુચિ ધરાવે છે. અવારનવાર જ્ઞાનસત્રો અને અન્ય સંસ્થાઓમાં વક્તવ્ય આપે છે. ઉપરાંત કાઉન્સીલીંગ પણ કરે છે. તેમનું કાર્યક્ષેત્ર સુરત છે.) - ૨૦૬ + ૨oo.

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145