Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 136
________________ --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો થોડા સમય પછી મદનરેખા ફરી ગર્ભવતી બને છે. વસંતોત્સવ મનાવવા તથા બાળક પર ધર્મના સંસ્કાર પડે તે હેતુથી યુગબાહુ - મદનરેખા થોડા સૈન્ય સાથે નગર બહારના વનમાં થોડાક દિવસ રહેવા માટે જાય છે. મણિરથને આ ઉત્તમ તક મળી ગઈ. યુગબાહુને મારવા માટે તે એકલો તેને મળવા જાય છે. દ્વારપાળ દ્વારા યુગબાહુને પોતાના આગમનના સમાચાર મોકલે છે. યુગબાહુને તેમાં ભાઈનો પ્રેમ દેખાય છે. જ્યારે મદનરેખા અનિષ્ટની શંકાથી ડરી જાય છે અને નાછૂટકે બધી જ વાત યુગબાહુને કરે છે. યુગબાહુનું લોહી તપી ઉઠ્યું. કંઈ પણ થશે તો લડી લઈશ એમ વિચારીને ભાઈને અંદર બોલાવ્યા. થોડી આમતેમ વાતો કરીને મણિરથે યુગબાહુ પાસે પાણી માંગ્યું. યુગબાહુ પાણી લેવા જાય છે ત્યાં જ મણિરથે તક જોઈને યુગબાહુના માથા પર ઝેરવાળી તલવારનો ઘા કર્યો. | ‘અરે દુષ્ટ ભાઈ...' એમ કહીને યુગબાહુ ધરતી પર પડ્યો અને તડપવા લાગ્યો. મદનરેખા દોડી આવી. તે પરિસ્થિતિ પામી ગઈ. ચોકીદારોએ મણિરથને પકડી લીધો હતો. તેને છોડી દેવાનું કહ્યું અને કહ્યું કે આપણે કોઈને સજા કરવાવાળા કોણ ? તેના કર્મ જ તેને સજા કરશે. યુગબાહુમાં ભાઈ પ્રત્યે ખૂબ વેરના ભાવ હતા અને તે મરણપથારીએ હતો. આથી તેનું મૃત્યુ ન બગડે તે હેતુથી તેને ધર્મનો ઉપદેશ આપવા લાગી અને કહ્યું, કે તમારા ભાઈને તો તમારા પર ખૂબ જ પ્રેમ હતો. મારા કારણે તેમનામાં વાસના ઉત્પન્ન થઈ હતી. વળી, કોઈ કોઈને મારી શકતું નથી. આત્મા અમર છે. આયુષ્યના ક્ષયથી મૃત્યુ થાય છે. તમારા ભાઈ તો નિમિત્ત બન્યા છે. માટે તેમના પ્રત્યે કોઈપણ પ્રકારનો દ્વેષ, ધૃણા કે ક્રોધ ના રાખો. વીતરાગ પ્રભુને યાદ કરો. નવકારમંત્રનું સ્મરણ કરો અને સમભાવપૂર્વક દેહત્યાગ કરો. - ૨૬૮ - -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો યુગબાહુ પર મદનરેખાના ઉપદેશની અસર થઈ. થોડી જ વારમાં શાંતિપૂર્વક દેહ છોડીને તેણે સ્વર્ગગમન કર્યું. યુગબાહુના વધના સમાચાર સર્વત્ર ફેલાઈ ચૂક્યા હતા. ચંદ્રયશ પણ આવી ગયો. મદનરેખાએ પુત્રને ધીરજ આપી. સૌ યુગબાહુની અંતિમવિધિની તૈયારી કરવા લાગ્યા. તક જોઈને મદનરેખા પોતાના શીલનું રક્ષણ કરવા જંગલમાં ભાગી ગઈ. જંગલમાં જ અનુપમ પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ થતાં જ તેને કાનમાં નવકારમંત્ર સંભળાવ્યો. જુઓ ! આવી વિકટ સ્થિતિમાં પણ પુત્રને ધર્મના સંસ્કાર આપવાનું ભૂલતી નથી ! આવી મહાન માતાઓના પુત્ર પણ મહાન જ થાય એમાં શું આશ્ચર્ય ! બાળકને એક કપડામાં લપેટીને ઝાડની ડાળીએ બાંધી પ્રસવથી ઉદ્દભવેલી અશુદ્ધિ દૂર કરવા એક સરોવર તરફ ગઈ. ત્યાં એક વિશાળ હાથી તેની પાછળ પડ્યો અને તેને સૂંઢમાં પકડીને ઊંચે ઉછાળી. તે જ સમયે મણિપ્રભ નામનો એક વિદ્યાધર મુનિદર્શન માટે જતો હતો. તેણે મદનરેખાને વિમાનમાં ઝીલી લીધી. મદનરેખાના અનુપમ રૂપને જોઈને તે પણ તેની પર મોહિત થયો. તેણે મદનરેખાને તેનું પટરાણી પદ સ્વીકારવા ઘણું કહ્યું. ત્યારે મદનરેખા મનમાં વિચારવા લાગી કે મારું રૂપ જ મારું દુશ્મન બન્યું છે. એક મુસીબત તો હજી ટળી નથી ત્યાં બીજી આવી. ખરેખર મહાત્મા ભર્તુહરિએ ખરું જ કહ્યું છે, રુપે તરુખ્ય મર્યો એટલે સ્ત્રીને રૂપથી ભય છે. હવે હું શું કરું કે જેથી આનાથી છૂટું ? એમ વિચારીને તે થોડી બુદ્ધિથી કામ લે છે. તે પૂછે છે કે તમે ક્યાં જતા હતા ? ત્યારે મણિપ્રભ કહે છે કે મારા પિતાશ્રી મણિચૂડે મુનિદીક્ષા - ૨૯

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145