Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 134
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ૩૪ મહાસતી મદનરેખાની કથામાં સમ્બોધ - રીના શાહ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આગમોથી શરૂ કરીને પુરાણ, ચરિત્ર, કાવ્ય, રાસ તથા લોકકથાના રૂપમાં જૈનધર્મની હજારો કથાઓ પ્રસિદ્ધ છે. પ્રાકૃત, સંસ્કૃત તથા અનેક પ્રાંતીય ભાષાઓમાં તે ઉપલબ્ધ છે. આથી તે સરળતાથી સુપ્રાપ્ય છે. જૈન કથા-સાહિત્ય ફક્ત મનોરંજન માટે જ નથી, પરંતુ મનોરંજનના માધ્યમ વડે તે આચાર, ન્યાય, નીતિ, કર્મફળ, પુનર્જન્મ વગેરે શિખવાડે છે. આપણા ભારત દેશમાં અનાદિ કાળથી અસંખ્ય મહાન સ્ત્રી-પુરુષો થઈ ગયા છે. અનેક ગુણોથી સભર મહાન સતી સ્ત્રીઓ થઈ ગઈ છે, જેમણે અનેક કષ્ટો સહન કરીને, પ્રાણના ભોગે પણ પોતાનાં સતીત્વનું રક્ષણ કર્યું છે. તેમાંનું એક રત્ન એટલે મહાસતી મદનરેખા ! જેનું બીજું નામ મયણરેખા પણ છે. જયારે હું પંદર વર્ષની હતી ત્યારે મારા હાથમાં મહાસતી મદનરેખાનું પુસ્તક આવ્યું હતું. ખૂબ રસપૂર્વક વાંચ્યું હતું. મારા બાળમાનસ પર તેની ઘણી ઊંડી અસર થઈ હતી. આવા ચરિત્રોમાંથી પ્રેરણા લઈને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરવાનો તથા સમગ્ર જીવન ધર્મમય જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આથી જ મને જ્યારે વિષયની પસંદગી પૂછવામાં આવી ત્યારે તરત જ મારા મોઢામાં મહાસતી મદનરેખાનું નામ આવી ગયું હતું. આવો, અતિટૂંકમાં તેમનું જીવનચરિત્ર જોઈએ. સુદર્શનપુર નામનું એક નગર હતું. મણિરથ તે નગરનો રાજા હતો. તેનો નાનો ભાઈ યુગબાહુ યુવરાજ હતો. બંને ભાઈઓમાં વીરતા, પરાક્રમ, શૌર્યતા, યુદ્ધકૌશલ, ન્યાયનીતિ નિપુણતા, પ્રજાપાલન, ધર્મપરાયણતા વગેરે ક્ષત્રિયને યોગ્ય ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા હતા. બંને ભાઈઓ વચ્ચે રામલક્ષ્મણ જેવો અનન્ય પ્રેમ હતો. આથી જ મણિરથે પોતાના પુત્રનું યુવરાજ પદ યુગબાહુને આપ્યું હતું. - ૨૬૫ તીર્થકર ભગવંતોનો ઉપદેશ મુખ્યપણે ચાર અનુયોગમાં વહેંચાયેલો છે – દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ (પ્રથમાનુયોગ). - સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા કરતાં સામાન્ય મનુષ્યોની સંખ્યા હંમેશાં વધુ હોય છે. તેમને ધર્મના માર્ગમાં પ્રવેશ કરાવવા માટે કથાનુયોગ બહુ ઉપયોગી છે. કેમકે, સામાન્ય મનુષ્યોને ધર્મમાં એકદમ રસ ઉત્પન્ન થતો નથી. આથી અપાર કરુણાવંત એવા જ્ઞાની ભગવંતોએ ધર્મને અને તત્ત્વજ્ઞાનને એવી રીતે કથાઓમાં વણી લીધાં છે, જેવી રીતે વૈદ્ય કડવી દવાને sugar coat માં વણી લે છે. વળી, કથા એ સરળ, સ-રસ અને શીવ્ર અસર કરનારી વિદ્યા છે. સંસ્કાર રેડવા માટે કથા જેવું બીજું સુગમ સાહિત્ય નથી. કથામાં આબાલ વૃદ્ધ, નિરક્ષર - સાક્ષર, ગરીબ – ધનવાન સૌને રસ પડે છે. - ૨૬૪

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145