Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 133
________________ -જૈન કચાનકોમાં સદ્ધોધના સ્પંદનો આવ્યા વગર રહેતી નથી. એટલે જ પરમાત્માએ મૈત્રીને શ્રેષ્ઠ દર્શાવી છે. સર્વ પ્રકારના સંબંધોથી મુક્ત થવાનું કહ્યું છે. સર્વના છતાં સ્વના” આ મંત્ર જે આત્મસાત્ કરી જીવનમંત્ર બનાવે છે તેને જગતમાં કોઈ ક્યારેય દુઃખી કરી શકતો જ નથી ! જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ. -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પ્રત્યે લાગણી તો હોય જ છે, પરંતુ એના કરતા પણ વધારે પોતાનું routine disturb ન થાય તેની ચિંતા છે. થોડું ઊંચું ચિંતન કરશું તો સમજાશે કે આપણી આસપાસ રહેલી વ્યક્તિઓ કરતા આપણને તેમના થકી મળતી અનુકૂળતાઓ વધુ ગમતી હોય છે. પરંતુ આપણે એ વિચારતા નથી કે જે પરિવારને કે સુખસામગ્રીઓને પોતાના અનુકૂળ હું માનું છું તે સંબંધોની અનુકૂળતા પણ સ્વાર્થ આધારિત હોય છે અને ફક્ત આ ભવ પૂરતી સીમિત હોય છે. જયાં સુધી એકબીજાનો સ્વાર્થ પરિપૂર્ણ કરીએ છીએ ત્યાં સુધી જ તે વ્યક્તિ આપણને અનુકૂળ રહેશે. જ્યારે એ નથી થતું તો તે વ્યક્તિ પ્રત્યેની લાગણી ઓછી થવા લાગે છે. તે જ સંબંધોની સત્યતા છે, જે સમજવામાં આપણે ચૂકી જતા હોઈએ છીએ. લાગણીની બોટલ હંમેશાં expiry date સાથે આવે છે. આપણે લાગણીઓની ક્ષણભંગુરતામાં અટવાઈને આ અમૂલ્ય માનવભવ વેડફી નાખીએ છીએ. રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે એક પ્રવચનમાં ખૂબ મર્મસ્પર્શી બોધ આપતાં કહ્યું હતું કે બધાં જ સંયમ અંગીકાર કરી શકે તેવી પરિસ્થિતિ હોતી નથી. સંસારમાં રહીને સમભાવમાં રહેવાનો એક જ formula છે. કોઈપણ સંબંધોની ફરજ 100% નિભાવવી, પરંતુ લાગણી 0% રાખવી. જેને આ balance કરતા આવડી જાય છે તેને ક્યારેય સંબંધોમાંથી અપેક્ષા રહેતી નથી. જયારે આશા અને અપેક્ષાઓ નાશ પામે છે ત્યારે શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થતી હોય છે. સંબંધોમાં લાગણી રાગ કરાવે છે અને રાગનું પરિણામ દ્વેષ હોય છે. મોટાભાગે આપણે અશાંતિ વસ્તુઓને કારણે નહીં પરંતુ વ્યક્તિઓને કારણે હોય છે. જયાં સંબંધ હોય છે ત્યાં સમસ્યા | (ચેન્નઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ શૈલેષીબહેને મુંબઈ યુનિવર્સિટીમાં Microbiology અને Biochemistry માં graduation કરેલ છે, જૈન વિશ્વભારતી ઈન્સ્ટીટ્યુટનો જીવનવિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલોજી કોર્સ કરેલ છે. Look N Learn અને સંબોધી સત્સંગ સાથે જોડાયેલા છે.) - ૨૨ - + ૨૬૩.

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145