Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 131
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો નમિરાજર્ષિના જીવન-કવનમાંથી સબ્રોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો મિથિલા નગરીના રાજા નમિનો અધિકાર શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના નવમાં અધ્યયન નમિ પ્રવજયામાં આવે છે. અપરંપાર સુખ સાહ્યબીની વચ્ચે રહેતા નમિ રાજાના આખા શરીરમાં દાહજવરનો રોગ થયો હતો. જેના કારણે તેમને અસહ્ય બળતરા અને અશાતા થઈ રહી હતી. અનેક વૈદ્યના ઉપચાર કરાવ્યા છતાં પણ કંઈ ફરક ન પડ્યો. અંતે એક હકીમે કહ્યું કે રાજનને આખા શરીર ઉપર ચંદનનો લેપ લગાવો. એનાથી તેમને શાતા વળશે. પોતાના નાથને શાતા પહોંચાડવા, નમિ રાજાની એક હજાર રાણીઓ સ્વયંના હસ્તે ચંદન ઘસવા લાગી ગયા. ચંદન ઘસવાના કારણે તેમના હાથમાં રહેલ અનેક રત્નજડિત કંકણ અથડાવાને કારણે ખૂબજ અવાજ આવી રહ્યો હતો. આ ઘોંઘાટને કારણે રાજા વધુ અશાંત થઈ ગયા. અસ્વસ્થ વ્યક્તિને સામાન્ય અવાજ પણ અશાંત કરી દેતો હોય છે. રાણીઓને જેવું જ્ઞાત થયું કે તેમના કંકણનો અવાજ રાજનને અશાંત કરે છે તો તરત જ તેમણે પોતાના હાથમાં એક કંકણ રાખીને બીજા બધાં જ કંકણ કાઢી નાખ્યા. ચંદન ઘસવાનું કામ પણ ચાલુ રહ્યું અને અવાજ પણ બંધ થઈ ગયો. અવાજ બંધ થવા પર રાજાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે અવાજ બંધ થઈ ગયો તો પણ ચંદનનો લેપ કેવી રીતે ચાલુ છે ? ત્યારે રાણીએ જવાબ આપ્યો કે સૌભાગ્યના પ્રતીક રૂપ એક જ કંકણ રાખ્યા છે, જેથી અથડાવાનો અવાજ ન થાય અને આપની સેવા પણ - શૈલેષી અજમેરા જેનો આત્મા જાગૃત થઈ ગયો હોય, જેણે સંસારના સ્વરૂપને જાણી લીધું હોય, જેની અંતરદષ્ટિ ખુલી ગઈ હોય અને એકવાર જેને સત્યનું ભાન થઈ જાય છે એવો વ્યક્તિ સંસારમાં રહી જ શકતો નથી. મહત્ત્વ હોય છે. આત્મજાગૃતિનું અને આત્મજાગૃતિ કરાવનાર નિમિત્તનું. જેનો આત્મા જાગૃત થઈ ગયો હોય છે, કોઈ સમય અને સંયોગો અસર નથી કરી શકતા. આવી જ આત્મજાગૃતિને પામેલા હતા નમિ રાજર્ષિ કે જેઓ રાજવી પદને છોડી તેને સ્વયંને પામવા માટે અને પરમાત્માના દ્વાર સુધી પહોંચવા માટે સંયમના માર્ગ પર નીકળી પડે છે. સુખ, સમૃદ્ધિ કે સંપત્તિની... ન હતી કોઈ ખોટ કે કમી... સહસ્ર રાણીઓના એ હતા ધણી... તેવા હતા મિથિલા નરેશ રાજા નમિ.... થાય. એક ઘટનાથી ભાવો ગયા પલટી... અનંત ભવોની તૂટી આત્મભ્રાંતિ... જયાં એક છે ત્યાં શાંતિ... અનેક છે ત્યાં અશાંતિ... - ૨૫૯ ૨૫૮

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145