Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 129
________________ ૩૨ જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો. અભયદાનને ઉજાગર કરતી સંજય રાજા (સંયતિ રાજા) ની કથા - ડૉ. કોકિલા શાહ ઉત્તરાધ્યયન સૂત્ર જૈન આગમસાહિત્યનું પ્રતિનિધિ આગમ છે. તેમાં જીવનનિર્માણના સૂત્ર પ્રચૂર માત્રામાં ઉપલબ્ધ છે. અઢારમાં સંજયીય અધ્યયનમાં સંજય-સંયતિ રાજાના પૂર્વજીવનની કથા છે. પંચાલ દેશના કાપિલ્ય નગરમાં વિશાળ સેના અને વાહનોથી સંપન્ન - અશ્વદળ, પાયદળ વગેરે લઈને તે શિકાર કરવા માટે પોતાના નગરમાંથી બહાર નીકળ્યા. ઘોડા પર આરૂઢ થયેલા તે રાજા પશુમાંસના રસાસ્વાદમાં આસક્ત બની, કાપિલ્યનગરના કેસરબાગમાં થાકેલા ભયભીત હરણાંઓને બાણથી વીંધવા લાગ્યા, મારવા લાગ્યા. ત્યાં કેસર ઉદ્યાનમાં જ એક તપોધની અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા. તેમની પાસે ઘવાયેલાં હરણાંઓ આવી પહોંચ્યા. ત્યારપછી અશ્વારૂઢ રાજા હરણાંઓને જોવા જલ્દી તે સ્થાને આવ્યા. ત્યાં તેણે હણાયેલા હરણાંઓને - ૨૫૪ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો જોયાં અને ત્યાં જ ધ્યાનસ્થ તપસ્વી ગર્દભાલી જેમનું નામ હતું તેમને પણ જોયા. મુનિને જોઈ રાજા ભયભીત થયા. તેણે વિચાર્યું કે હું કેટલો પુણ્યહીન છું, તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ જ મુનિને પીડા આપી તેમનું દિલ દુભાવ્યું છે. તે રાજાએ તુરત જ ઘોડા પરથી ઉતરીને અણગારના બંને ચરણોમાં સવિનય, સભક્તિ વંદન કર્યા અને કહ્યું, “ભગવન્, આ અપરાધ માટે મને માફ કરો.” પરંતુ તે મુનિ ભગવંત મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન રહ્યા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો, તેથી રાજા વધુ ભયભીત થયા. રાજાએ કહ્યું કે હે ભગવંત ! હું સંજય રાજા છું. આપ મારી સાથે બોલો કે મારી સામે જુઓ, કારણ કે હું જાણું છું કે કુપિત થયેલા અણગાર પોતાની શક્તિથી કરોડો વ્યક્તિઓને બાળી શકે છે. મુનિએ કંઈ પ્રત્યુત્તર ન આપ્યો, તેથી રાજાએ વિચાર્યું કે મુનિ મારા પર ક્રોધિત થઈ ગયેલા લાગે છે. મુનિનું મૌન જોઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયા કે ઋષિ ક્રોધિત થઈ ગયા લાગે છે, તે શું કરશે ? રાજાએ ભયભીત થઈ પોતાનો પરિચય આપ્યો. જેથી તેને કોઈ સામાન્ય મનુષ્ય માની કોપિત થઈ ભસ્મ ન કરે. રાજાએ કહ્યું કે હું એટલા માટે ભયભીત છું કે આપ મારી સાથે વાત કરતા નથી. મેં સાંભળ્યું છે કે તપસ્વી અણગાર કોપાયમાન થાય તો પોતાના તેજ વડે તેજોલેશ્યાદિથી કરોડો મનુષ્યને ભસ્મ કરી શકે છે. પ્રાચીન સમયમાં રાજા અને લોકો પણ શિકાર કરવાના શોખીન હતા. આ સંજય રાજર્ષિને મુનિ ઉપદેશ આપે છે; જેમાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. ૨૫૫

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145