Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 132
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો રાજાને આખી રાત ઊંઘ ન આવી અને એક જ વિચારના ઊંડા ચિંતનમનનમાં ઉતરી ગયા. જ્યાં મારો આત્મા એકલો છે ત્યાં જ શાંતિ છે અને જયારે બધા સાથે છે ત્યાં અથડામણ છે. કલાકોના મનોમંથન પશ્ચાત્ મતિજ્ઞાન નિર્મળ થવા લાગે છે અને રાજાને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભવોભવના સંયમના સંસ્કાર જાગૃત થવા લાગ્યા. સત્યના માર્ગ પર આગળ વધવા એના સંકલ્પ દેઢ થવા લાગે છે. એક જ બોધ, એક જ ઘટના ક્યારેક કોઈ શ્રેષ્ઠ આત્માની પરમાત્મા બનવાની યાત્રા શરૂ કરવામાં નિમિત્ત રૂપ બનતો હોય છે. આવ્યો એક સદ્ વિચાર... કર્યું નિશ્ચિત થવું છે ભવપાર... સત્યનો માર્ગ કરવો છે સ્વીકાર... સંયમ લઈ બનવું છે અણગાર... હૈયામાં હળવાશ અને સંયમના દેઢ સંકલ્પ સાથે નમિ જયારે સૂઈને સવારે ઊઠ્યા ત્યારે તેમનો આ ભયંકર રોગ મટી ગયો હતો. મિથિલા નરેશ નમિ જયારે પ્રવજયા પંથે પ્રયાણ કરવા નીકળી પડે છે ત્યારે નમિનું મન ઉત્કૃષ્ટ સંયમભાવોમાં રમણ કરી રહ્યું હતું. તેમને અસાર એવા સંસારનું સ્વરૂપ જણાવા લાગ્યું હતું. ભવોભવની અધૂરી સંયમસાધનાને અંત સુધી પહોંચાડવા તે થનગની રહ્યા હતા. એક જ ઘટનાથી સનાતન સત્ય લીધું જાણી... જેમના જીવનની દોર લાગણીમાં ન અટવાણી... સર્વસંગપરિત્યાગ કરી, આત્મબોધ પામી... બન્યા નમિ પ્રવજયા પંથના પથગામી... -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોતે જ સમયે દેવલોકના ઈન્દ્ર શક્રેન્દ્ર દેવ બ્રાહ્મણ વેશ ધારણ કરીને તેમના ત્યાગ અને વૈરાગ્યના ગુણોની પરીક્ષા લેવા આવે છે અને પ્રશ્ન પૂછે છે, “રાજન, તમારી આખી નગરી રડી રહી છે. રાણીઓ અને નગરજનો બધાને રડતા મૂકીને આપ સંયમમાર્ગે જાઓ છો તેનું કારણ શું છે?” નમિ જવાબ આપે છે, “મિથિલા નગરીમાં એક વિશાળ વૃક્ષ હતું. એમાં ઘણા બધા ફળફૂલ હતા. પક્ષીઓના કિલ્લોલથી વાતાવરણ હર્યુંભર્યું હતું. એક દિવસ વાવાઝોડાના કારણે વૃક્ષ પડી ગયું ત્યારે માળો બાંધવાવાળા અનેક પક્ષીઓ રડવા લાગ્યા. ઝાડ પડી ગયું એની ચિંતા નથી, અમે હવે ક્યાં રહીશું એની ચિંતા છે?” નમિએ કહ્યું કે, “જગત રડે છે પોતાના સ્વાર્થને. તે રડે છે પોતાના અજ્ઞાન, મોહ, સ્વાર્થ અને ઇચ્છાને કારણે. હું દીક્ષા લઉં છું એટલે રાણીઓ અને સર્વ દુઃખી નથી પરંતુ એ વિચારથી દુઃખી છે કે મારા વગર એમનું શું થશે! દરેક વ્યક્તિ દુ:ખી અને સુખી થાય છે પોતાના પુણ્ય અનુસાર. કોઈપણ વ્યક્તિ કોઈને સુખી કે દુ:ખી કરી શકતો જ નથી.” આપણી life માં પણ આવી અનેક ઘટનાઓ સર્જાતી હોય છે. બસ આપણે સમ્યફદૃષ્ટિ કેળવીને એમાંથી બોધ પ્રાપ્ત કરવાની જરૂર છે. એક દિવસ એવું બન્યું કે એક માતાએ પોતાના આઠ વર્ષના બાળકને કહ્યું, “બેટા, હું બે દિવસ માટે બહારગામ જાઉં છું. તું પપ્પા સાથે ડાહ્યો થઈને રહેજે. તને મારી યાદ તો નહિ આવે ને ?” માતાના પ્રશ્નનો બાળકે નિખાલસતાપૂર્વક જવાબ આપ્યો, “મમ્મી ! હું તમને miss તો નહીં કરું પણ હા, તમે જશો તો મારી favourite ડિશ કોણ બનાવશે અને હું જમીશ શું? મારું સ્કૂલનું હોમવર્ક કોણ કરાવશે?” આ જવાબ સાંભળીને માતા વિચારમાં પડી ગઈ. બાળકને માતા - ૨૬૦ - ૨૬૧

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145