Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 122
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો રસ્તો ઉપવન તરફ જતો હતો ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઊતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતા એક પગદંડી આવી. શ્રેષ્ઠી ઘોડા પરથી ઊતર્યા, અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઊબડ-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈ-અનુચરો પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતાં શ્રેષ્ઠી નીચે ઊતર્યા અને મખમલી તળાઈ સાથેની ફૂલશૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા. એ કૌતુકભર્યુ દશ્ય જોતાં એક સખી બીજી સખીને પૂછે છે : હાથી બેઠો, ઘોડે બેઠો, બેઠો પાલખીમાંય, કિયા દિનકો થકો, સખીરી પડ્યો દબાવત પાય” આ શેઠ હાથી-ઘોડા ને પાલખીમાં જ બેઠા છે. ચાલ્યા લગીરે નથી, તો કયા દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે પગ દબાવે છે. સખી જવાબ આપે છે : સાધુ સંત કી સેવા કિની, ચાલ્યો અણવણ પાય, તા' દિનકો થકો સખીરી, પડ્યો દબાવત પાય. હે સખી, તું સાંભળ! પૂર્વભવમાં આ શેઠે સાધુ-સંતની ખૂબ વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુ-સંત સાથે ઉઘાડે પગે ચાલ્યો હતો. પૂર્વના એ થાકને ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વૈયાવચ્ચ કે વૈયાવૃત્ત શબ્દમાં, સેવા-સુશ્રુષાની પવિત્ર ભાવના અભિપ્રેત છે. જૈન ધર્મમાં બાર પ્રકારનાં તપ દર્શાવવામાં આવ્યા છે. છ બાહ્યતા અને છ આત્યંતર તપ. વ્રત-તપના પ્રેરક જૈનાચાર્યોએ ત્રીજા આત્યંતર તપનું જૈન વ્રત-તપમાં વિશ્લેષણ કરતાં કહ્યું છે કે : જ્ઞાની અને તપસ્વી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બીમાર, અપંગ આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી તે જ વૈયાવૃત્ત નામનું તપ. ગુણોમાં અનુરાગપૂર્વક સંયમી પુરુષો તેમ જ અઠ્ઠમ અથવા તેથી વધુ તપ કરનાર તપસ્વીઓનો ખેદ દૂર કરવો, પગ વગેરે દાબવાચોળવા, ચંદન કે શીતળ દ્રવ્યનું લેપન કરવું, લવિંગનો ખરડ કરવો તેમ જ તેમનાં સુખ-સગવડનો ખ્યાલ રાખવો અને એમ કરીને તેમને સુખ-શાતા ઉપજાવવાથી આ તપ થાય છે. ચતુર્વિધ સંઘની અને કુટુંબીજનોની ઉચિત સેવાભક્તિ કરવી તે પણ આ તપનો જ પ્રકાર છે. આ સર્વ પાત્રોને યોગ્ય રીતનાં શયન-સ્થાનની વ્યવસ્થા, સમયસર ઔષધિ આપવી, શારીરિક સ્વચ્છતા જાળવવામાં મદદ કરવી, અંગત વપરાશના સાધનોની સફાઈ કરવી, નિર્દોષ આહાર યોગ્ય સમયે આપવો, વ્યાધિપીડિત અંગોની સફાઈ કરવી, વસ્ત્રો ધોઈ આપવાં, પ્રવાસમાં મદદ કરવી, હલનચલનમાં ટેકો આપવો, હળવો વાર્તાવિનોદ કરવો, પત્રવ્યવહારમાં મદદ કરવી એવી અનેકવિધ રીતે સેવાશુશ્રુષા કરવી તે જ વૈયાવૃત્ય. વૈયાવૃત્ય કરનારને શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, વિચ્છિન્ન સમ્યકત્વનું પુનઃસંધાન, તપ, પૂજા, તીર્થ, સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. જિનાજ્ઞાનું પાલન, સંયમ, સહાય, દાન, નિર્વિચિકિત્સા, પ્રભાવના, કાર્ય-નિર્વહણ, મૈત્રી, કરુણા સખીઓના સંવાદનો એવો સંકેત છે કે પૂર્વે સાધુ-સંતની વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે. અહીં ભાવપૂર્વક વૈયાવચ્ચ કરનારને થનાર પુણ્યબંધ પ્રતિ અંગુલિનિર્દેશ અભિપ્રેત છે. - ૨૪૦ - ૨૪૧

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145