________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો દુર્બળ બનેલા રાજર્ષિને તેમની યાન (૨થ) શાળામાં પધારવા વિનંતી કરી. વૈદો પાસે ચિકિત્સા કરાવી. યોગ્ય ઉપચાર અને પથ્ય આહારથી રોગ મટી ગયો, તો પણ શેલક રાજર્ષિએ રસપ્રચૂર આહાર છોડ્યા નહિ. બલ્ક અતિ લુબ્ધ બની પોતાના ધાર્મિક ક્રિયા અનુષ્ઠાન કરવામાં શિથિલ બન્યા. સાજા થઈ જવા છતાં વિહાર કરવા તૈયાર ન થયાં, તેથી પંથક મુનિ સિવાય બાકીના ૪૯૯ શિષ્યો ચાતુર્માસ નજીક આવતું હોવાથી વિહાર કરી ગયા. પંથક મુનિએ જરાય કચવાયા વગર આખું ચાતુર્માસ ગુરુજીની સેવા કરી. શેલક રાજર્ષિ તો રસપ્રચૂર આહારાદિ લઈ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવાનું છોડી દઈ આરામથી સૂઈ રહેતા. આમ કરતાં કાર્તિકી પૂર્ણિમાં આવી. પંથકજી પ્રતિક્રમણ કરી ગુરુને વાંદવા જતાં, તેમનું મસ્તક સૂતેલા ગુરુને અડી ગયું. તેથી જાગી જઈ ગુરુ ક્રોધે ભરાયા ને પંથકજીને શા માટે જગાડ્યો તે પૂછવા લાગ્યા. પંથકજીએ વિનયપૂર્વક ખમાવતા કહ્યું, “ગુરુદેવ આજે ચૌમાસી મોટી પાખી છે. તેથી પ્રતિક્રમણ કરીને આપને વંદન કરવા જતાં મસ્તક અંધારામાં અડી ગયું. તો તે માટે મને ક્ષમા કરો. ફરી આમ નહિ કરું.” પંથકજીના આ વિનયપૂર્વકના કથનથી, ગુરુ દ્રવ્યનિદ્રાની સાથે ભાવનિદ્રાથી પણ જાગ્રત બની ગયા. પોતાની ભૂલનું ભાન થયું. પંથકજીને ખમાવ્યા ને આલોચના, પ્રાયશ્ચિત્ત કરી બીજે જ દિવસે પંથકમુનિ સાથે વિહાર કરી ગયા. ૪૯૯ શિષ્યો જે ચોમાસા પહેલાં વિહાર કરી ગયેલા તે પણ ગુરુની સેવામાં આવી પહોંચ્યા. “વિનય મૂલો ધર્મ” નું પંથકજી શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા.
ત્યાર પછી શેલક રાજર્ષિએ ઉત્કૃષ્ટ આરાધના કરી શત્રુંજય પર્વત પર શિષ્યો સાથે જઈ, થાવચ્ચપુત્ર અણગારની જેમ સંથારો કરી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જૈનાચાર્યો, પંડિતો, સંત-સતીજીઓ અને વિદ્વાન શ્રાવકોએ સમયે સમયે જૈનકથાઓનું નિરૂપણ કર્યું છે. આ કથાઓ જનરંજન માટે પ્રયોજાયેલી નથી. જૈન કથાનુયોગની લાખો કથાઓ, જીવનઘડતર, સદાચાર અને આત્મોત્થાન કરાવનારી છે.
બહુસૂત્રીય પંથકમુનિ અને શેલક રાજર્ષિનું આ કથાનક આપણા જીવનને એક નિરાળો સંદેશ આપે છે.
આ કથા વિનય અને વૈયાવચ્ચનું આપણા જીવનમાં અવતરણ થાય તેવા પ્રેરક બળને પૂરી પાડનાર છે.
શાસ્ત્રકાર પરામર્શીઓએ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય બતાવ્યો છે. વિનય વિના સમતિની પ્રાપ્તિ થતી નથી.
આ કથાનકમાં ગુરુને ખમાવવા જતાં તેમનો સ્પર્શ થાય છે. ગુરુ ક્રોધિત થાય છે, છતાં શિષ્ય નમ્રતાથી ક્ષમાયાચના કરે છે. આ છે વિનયધર્મની પરાકાષ્ઠા.
વૈયાવચ્ચમાં વિનય અભિપ્રેત જ હોય, વિનય વિનાની વૈયાવચ્ચ વાંઝણી છે. વિનય અને વૈયાવચ્ચ એક સિક્કાની બે બાજુ છે.
બીજું, આ કથામાં આપણે પંથકમુનિની વૈયાવચ્ચ ભાવનાના દૈદિપ્યમાન પાસાના દર્શન કર્યા તેથી અહીં આપણે સેવા-વૈયાવચ્ચ ભાવનાના વિવિધ પાસાઓનું ચિંતન કરીએ.
નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દેશ્ય જોયું. કૌતુક ભરેલા દેશ્યને નિહાળવા એ બન્ને સખી આગળ ચાલી.
નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતા. બાજુમાં મહાવ્રત, આગળ-પાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો
+ ૨૩૮ -
- ૨૩૯