Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 125
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ૩૧ ઉત્કૃષ્ટ ક્ષમાભાવનું દર્શન કરાવતી ગજસુકુમાલની કથા - ડૉ. પૂર્ણિમા મહેતા - જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - લાખ જીવાયોનિનાં ભવભ્રમણના ચક્રનો અંત કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે, તેવા તદ્દભવી મોક્ષગામી, ચરમશરીરી નેવું મહાન પુણ્યાત્મા મુનિઓના જીવનચરિત્રોનું વર્ણન છે. તેમાં શ્રેષ્ઠ કથાનકો સાથે સામાન્ય માનવીની કથારુચિ પણ સંતોષાય તેવી વિશિષ્ટ શૈલીથી, સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. અંતગડસૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. ૯૦ અધ્યયનો છે. ૯00 સૂત્રો છે. આ આગમ ઘણું જ ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઉત્તર ભારતમાં પર્યુષણ પર્વનાં માંગલિક દિવસોમાં અંતકૃત આગમનાં એક એક વર્ગના વાંચન સાથે આઠ વર્ગની વાંચણી આઠ દિવસમાં પૂરી કરવામાં આવે છે. તેના આઠ વર્ગમાંના ત્રીજા વર્ગના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલના ઐતિહાસિક કથા પ્રસંગનાં ઉલ્લેખથી કદાચિતુ કોઈક જ જૈન અજાણ હશે. અનેક સાધુ-સાધ્વી ભગવંતો ગજસુકુમાલના ગુણગાન અલગ અલગ દૃષ્ટિકોણથી વર્ણવે છે. કથાનકનાં સર્જક મહાત્મા મુનિ ગજસુકુમાલનો જન્મઃવસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાલ, રૂપે અતિ સુંદર, કલાવંત વય બાલ... શ્રી નેમિ સમીપે, છોડ્યો મોહજંજાળ; ભિક્ષુની પડિમાં, ગયા મસાણ મહાકાળ... દેખી સોમિલ કોપ્યો, મસ્તકે બાંધી પાળ; ખેર તણા ખીર, શિર ઠવિયા અસરાળ... મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ, પરિષહ સહીને, મુગતિ ગયા તત્કાળ... શ્રી મોટી સાધુવંદણા (ગાથા નં. ૬૨ થી ૬૫) + ૨૪૦ જેમ ગજ રણસંગ્રામે ચઢી માલિકને વિજય પ્રાપ્ત કરાવે, તેમ ગજસુકુમાલ સમતાગજની અંબાડી ઉપર આરૂઢ થઈ, સુકુમાલ બની સૌમિલ દ્વારા મારણાંતિક ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ ક્ષમાભાવ ધારણ કરી શાંત-સૌમ્ય રસ સાથે પોતાના લક્ષ્યને, કેવળજ્ઞાનને પામી ગયા. આ અદ્ભુત કથાનક સાથે ‘અંતગડસૂત્ર' નામના આઠમા આગમનો પરિચય નીચે દર્શાવેલ છે. અંતગડસૂત્રનો પરિચયઃ આ સૂત્રનું બીજું નામ “અંતકૃતદશાંગ’ પણ જોવા મળે છે. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ દર્શાવ્યું છે તે મુજબ ‘ભવનો અંત કરે તે અંતકૃત'. સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંતઃકરણની યાત્રા. જેઓએ સંયમ-તપ સાધના દ્વારા નિરંતર શુદ્ધાવસ્થા તરફ ગમન કરતાં પરિષહ અને ઉપસર્ગોને સમભાવે સહન કરી, આઠે કર્મો પર વિજય પ્રાપ્ત કરી અંતિમ અંતઃમુહૂર્તમાં ચોર્યાસી - ૨૪૬

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145