Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 124
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર, એને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે. સેવામૂર્તિ નંદિષણની કસોટી કરવા પરુની દુર્ગંધવાળા મુનિ દેહરૂપ ખુદ ઈન્દ્ર આવ્યા અને નંદિષેણે ભાવપૂર્વક વૈયાવચ્ચ કરી કસોટીથી પાર ઊતર્યા. મરૂદેવી માતા, પૂ. સુમર્થમલજી, શૈલકરાજર્ષિ અને બહુસૂત્રી પંથકમુનિ, વૈયાવચ્ચ ભાવનાનું પાવનસ્મરણ કરી અભિવંદના કરીએ. (ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત થયેલા ૬૦ પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે. જૈન વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશ અને જૈન આગમ મીશન સાથે જોડાયેલા છે.) -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો તો એ નિજી સંવેદના બની જશે. વળી, પંચમહાવ્રતધારી સંતો તો આપણા પૂજનીય છે માટે સેવા અને વૈયાવૃત્યમાં ફરક છે. સેવા એટલે રાહતનું ગુંજન, વૈયાવચ્ચ એટલે રત્નત્રયીનું પૂજન. સાધુ-સંતો તો પરિષહો સહેતા આવ્યા છે. ઉપસર્ગો સામે ઝઝૂમે છે માટે વૈયાવચ્ચ એ સંતોની સેવા જરૂરિયાત નથી, આપણા હૃદયની સંવેદના છે. જયારે કાયાની માયા વિસારનારા સંતને અસમાધિ થાય ત્યારે આપણે નમ્રતા સાથે વંદના કરી વિનંતી કરી કે અમને વૈયાવચ્ચનો લાભ આપો. ઉપ એટલે સમીપ, યોગ એટલે જોડાવું. જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. સેવા એ સહયોગ છે, તો વૈયાવચ્ચે એ ઉપયોગ છે. વૃદ્ધ માતા-પિતા, રુષ્ણુ, ગુરુ કે સંતની વૈયાવચ્ચ કરનારની સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે. તેને વિદ્યા અને જ્ઞાનપ્રાપ્તિ સુલભ બને છે. વૈયાવચ્ચનો ધર્મ આપણામાં એવી રીતે પ્રતિષ્ઠિત થવો જોઈએ કે જે સાધુઓનાં વ્રતોને લક્ષમાં રાખીને જ કરવામાં આવે. વ્રતમાં શક્ય એટલા દોષ ન લાગે તેની ઝીણવટભરી કાળજી સાવધાનીમાં જ વિવેક અભિપ્રેત છે. સંત-સતીજીઓ માટે શક્ય એટલી વધુ આરાધનાધામોમાં વૈયાવચ્ચની સગવડો ઉપલબ્ધ થાય, જરૂરિયાત પ્રમાણેનાં સેવાકેન્દ્રોનું નિર્માણ થાય તેની મહાસંઘો કે મહાજન સંસ્થાઓ કાળજી લેશે તો શાસનનું ગૌરવ જળવાશે. તીર્થંકર નામકર્મ ઉપાર્જનના વીશ બોલમાં ૧૬ મો બોલ વૈયાવચ્ચનો છે. સાધુ-સંતોની ઉત્કૃષ્ટભાવે વૈયાવચ્ચ – સેવા કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે અને કહ્યું છે કે, વૈયાવચ્ચ ગુણધરાણે નમો નમોઃ - ૨૪૪. + ૨૪૫

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145