Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 110
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પ્રસિદ્ધ મૂર્તિનું નિર્માણ કરતાં તેને દુન્યવી કોઈપણ વસ્તુની સ્પૃહા ન રહી. પ્રતિષ્ઠાની પૂર્વ રાત્રે બાહુબલીની પ્રતિમા પાસે ધ્યાન લગાવી પરોઢ સુધી એ બેસી રહ્યો અને તે સમયે ફક્ત પ્રતિમાના ચરણોમાં કન્નડ, તામિલ અને મરાઠી ભાષામાં ‘શ્રી ચામુંડરાય ને કરવામા’ એટલું જ અંકન કરી બાહુબલીજીને વંદન કરી એ સ્થાન સાથે પોતાનો નાતો ત્યાં જ મૂકી એકલો ચાલી નીકળ્યો. કોઈપણ સ્થળે પોતાનું નામ આપ્યું નહિ. અમાત્ય ચામુંડરાય પ્રતિષ્ઠાના દિવસે સપરિવાર પધાર્યા. તેઓ વિચારતા હતા કે “આ જગતપ્રસિદ્ધ વિધિવિધાન સહિત નિર્મિત થયેલ વિશાળ બાહુબલીની અપ્રતિમ સૌંદર્ય નિખારતી પ્રતિમાના કર્તા તરીકે પોતાનું નામ હશે.' અમાત્યજીના મનમાં અહંભાવ ઉત્પન્ન થયો કે એમણે નિર્માણ કરેલ આવી અભુત પ્રતિમા જેવી અન્ય કોઈ બનાવી શકશે નહિ. મહામસ્તકાભિષેક ચાલુ તો કરવામાં આવ્યો પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે અભિષેકનું દૂધ પ્રભુના વક્ષ:સ્થલની નીચે પહોંચતું ન હતું. એક સહસથી વધુ દૂધના ઘડાથી અભિષેક કરાયા પરંતુ દૂધ પ્રતિમાના મસ્તકથી આગળ સ્પર્શવાને બદલે દૂરથી જ વહેતું હતું. જે બાહુબલીએ અખંડ ધ્યાનસાધના કરી માન કષાયનો સર્વથા ત્યાગ કર્યો એની મૂર્તિ નિર્માણ તથા પ્રતિષ્ઠામાં જગદીશ્વર વિશ્વકર્માને અભિમાન કે માનનો અંશ પણ મંજૂર હતો. માટે અમાત્યજી અભિષેક પૂર્ણ કરવા તરત જ એના ઉપાય શોધવા લાગ્યા. ચિંતિત અમાત્ય માન કષાયથી ઉપર ઉઠ્યા. એકત્ર થયેલ માનવ મહેરામણ પર નજર નાંખી. તો તેમણે એક દેશ્ય જોયું. એક અતિ વૃદ્ધ શ્રાવિકા નાળિયેરના વાટકા-ગુલ્લકમાં દૂધ લઈ આવી હતી પણ અધિકારીઓ તેને રોકતા હતા. ચામુંડરાયને તરત જ જ્ઞાન લાધ્યું કે * ૨૧૬ - જેના કથાનકોમાં સમ્બોધના સ્પંદનોપોતે કરેલ ગર્વને ખંડિત કરવા અને આત્મતત્ત્વનો બોધ પમાડવા જ એ શ્રાવિકા ગુલ્લકમાં દૂધ ભરીને આવી છે. ચામુંડરાયે માનસહિત એ વૃદ્ધાને અભિષેક માટે બાંધેલા મંચ પર બોલાવી એની પાસે અભિષેક કરાવ્યો. માજીનો અભિષેક પ્રતિમાની નીચે સુધી પહોંચ્યો. બાહુબલીના જયજયકાર સાથે વાતાવરણમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. દેવાંશી વૃદ્ધા અભિષેક પછી અદૃશ્ય થઈ ગઈ, પરંતુ એણે કરેલા દૂધનો અભિષેકથી નવું સરોવર બની ગયું. કથામાં ફલિત થતું બોધનું તત્ત્વઃ અહીં ચામુંડરાયના મનમાં માન કષાય ઉત્પન્ન થતાં જ એને અંતર્ગાન થયું. પોતે ક્યાંક ભૂલ કરી છે એવો અહેસાસ થયો અને તરત જ પોતાનો ગર્વ ઓગાળી નાંખી વિનયપૂર્વક વૃદ્ધાની પાસે અભિષેક કરાવે છે. જેવી રીતે શિલ્પીએ પોતે નામની ખેવના વગર અદ્દભુત કાર્યનો સર્વ શ્રેય ચામુંડરાયને આપી ત્યાંથી ચાલ્યો ગયો. તેના જ પગલે શ્રી અમાત્યજી ચાલે છે. આત્મામાં અભિમાન પ્રવેશ્યો અને જોરશોરથી થતું કાર્ય થંભી ગયું. માન કષાયને જીતવા માટે તેઓ વિનયગુણને યાદ કરે છે. વૃદ્ધા દ્વારા અભિષેક કરાવીને તેઓ અટકી જતા નથી, પરંતુ ભગવાન બાહુબલીનો અભિષેક કરનારી વૃદ્ધાની મૂર્તિ કરાવી એને બાહુબલીની સામે જ સ્થાપિત કરી છે. પોતાને થયેલ શંકા કે આટલા ઓછા દૂધથી કેવી રીતે વિશાળ પ્રતિમાને અભિષેક થશે એ માટે તેમણે જ્યાં અભિષેકનું દૂધ એકત્ર થયું હતું ત્યાં કલ્યાણી નામનું સરોવર બનાવી વૃદ્ધાને અમરતા બક્ષી. અહંભાવ જેવો પ્રધાન ચામુંડરાયના હૃદયમાં દાખલ થયો કે તેમના શુભ કર્મ પર થતી કુદરતની કૃપા થંભી ગઈ. અભિમાન એ દુર્ગતિનું કારણ બને છે એ રાવણ અને દુર્યોધનના ૨૧૬

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145