Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 114
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અસર થાય છે ? આખું વાતાવરણ તપશ્ચર્યાના પ્રભાવે કેવું સુવાસિત બને છે ? તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે. જાતિના વિધાન મદ માટે નથી. વર્ણવ્યવસ્થા કર્મ પ્રમાણે નિયત થઈ હતી. તેમાં ઊંચનીચના ભેદોને સ્થાન ન હતું. જયારથી ઊંચનીચના ભેદોને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનના પુંજોમાં પલટી ગઈ. ભગવાને જાતિવાદના ખંડન કર્યા. ગુણવાદને સમજાવ્યો. અભેદ ભાવના અમૃત પાયા અને દીન, હીન અને પતિત જીવોનો ઉદ્ધાર કર્યો. પૂર્વજન્મના કૃતકમેં જન્મ લીધો ચાંડાળ કુળ... નિમિત્ત મળતા પામ્યા જાતિસ્મરણજ્ઞાન, થયું સ્વનું ભાન, કર્યું સંયમમાં પ્રસ્થાન... તપ... ત્યાગથી થયું ઉત્થાન, અંતે કર્મક્ષય કરી બની ગયા ભગવાન. જરૂરી છે જાતની શુદ્ધિ, પરિણામની વિશુદ્ધિ, ગુણોની વૃદ્ધિ... ! સંયમશીલ મુનિની આ વૃત્તિ છે કે જો કોઈ પુરુષ અજ્ઞાનતાવશ પ્રથમ એનો તિરસ્કાર કરે, પરંતુ પછીથી વિનમ્ર થઈને પ્રાર્થના કરે તો પછી પણ મુનિ ત્યારે એને નિરાશ કરતા નથી. પરંતુ ત્યાંથી પોતાને અનુકૂળ આહાર લઈને એને સફળ મનોરથ બનાવવાનો પ્રયત્ન કરે. આ જ નિયમ અનુસાર ઉક્ત મુનિએ ભિક્ષા ગ્રહણ કરી. દાન કરવાથી લક્ષ્મી વૃદ્ધિ પામે છે માટે ‘દાન કરવાથી લક્ષ્મી ક્ષીણ થઈ જશે” એવો સંકુચિત વિચાર દાનશીલ પુરુષના હૃદયમાં ક્યારેય ન આવવો જોઈએ. જેમ કૂવામાંથી જળ કાઢવાથી એ ખાલી થતો નથી, પરંતુ એમાં શુદ્ધ પવિત્ર વધુ જળ આવવા માંડે છે, એ જ દેષ્ટાંત દાનના વિષયમાં પણ માની લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે – ‘દાનથી લક્ષ્મી ઘટતી નથી, પરંતુ એમાં પ્રતિદિન વૃદ્ધિ થતી રહે છે.” - ૨૨૪ આ હરિકેશબલ નામના સાધુ કેટલા હીનકુળ અથવા હીનજાતિમાં ઉત્પન્ન થયેલ, પરંતુ તપોબળ એટલું બળવાન છે કે એના પ્રભાવથી મનુષ્ય તો શું દેવતા પણ એમની સેવામાં ઉપસ્થિત રહેવામાં પોતાનું પરમ સૌભાગ્ય સમજે છે. આનાથી પ્રતીત થાય છે કે – “કેવળ જાતિમાં કોઈ ગૌરવ અથવા મહિમાની વાત નથી. એટલા માટે બુદ્ધિમાન પુરુષો માટે ઉચિત છે કે તેઓ માત્ર જાતિના અભિમાનમાં ફસાયેલા ના રહે, પણ પોતાના આત્મામાં ગુણોત્કર્ષની પ્રાપ્તિ માટે અધિકથી અધિક પ્રયત્ન કરે.” ધર્મરૂપ તળાવ છે, બ્રહ્મચર્ય શાંતિતીર્થ છે. બાહ્ય સ્નાનને માટે એક જળાશય હોય છે, એ જ રીતે આંતરિક સ્નાન માટે અહિંસા ધર્મરૂપ જળાશય છે કે જે કર્મરૂપ મળને દૂર કરવામાં સમર્થ છે. તથા જે પ્રમાણે તળાવમાં સોપાનાદિક હોય છે, એ જ પ્રમાણે અહિંસારૂપ તળાવના બ્રહ્મચર્યાદિરૂપ તીર્થ સોપાન છે. આ તીર્થ કર્મરૂપ મળને મૂળમાંથી દૂર કરવામાં તથા મિથ્યાત્વાદિ કાલુષ્યરહિત હોવાથી પ્રસન્ન લેશ્યા છે. એના સંપાદનમાં સમર્થ છે. આથી સિદ્ધ થાય છે કે બ્રહ્મચર્ય અને શાંતિ એ બંને ધર્મરૂપ તળાવમાં સુદૃઢ તીર્થ - સોપાન છે. તો આ પ્રકારથી ધર્મરૂપી જળાશયમાં સ્નાન કરેલ આત્મા નિર્મળ-કર્મમળથી રહિત થઈને નિષ્કલંક થઈ જાય છે. હરિકેશી મુનિના તપ-સંયમ અને ચારિત્રના પ્રભાવે યક્ષ તેની સેવામાં રહ્યો. બ્રાહ્મણોને જૈનધર્મ અને તપનો મહિમા સમજાવ્યો. ભાવયજ્ઞ અને ભાવનાનનું સ્વરૂપ સમજાવ્યું. માટે જ કહ્યું છે કે જ્ઞાનના શિખરો ચારિત્રના નંદનવનથી શોભે છે. જાતિના ઊંચ-નીચ ભાવો ચારિત્રના પવિત્ર પ્રવાહમાં સાફ થઈ જાય છે. - ૨૨૫

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145