Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 112
________________ જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો ૨૮ ગુણ ગૌરવનું દર્શનઃ હરિકેશીય કથા - ડૉ. ઉત્પલા કાન્તિલાલ મોદી જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો વધશે તો એમાંથી અહંકારનું ભૂત વળગશે. “અહં' જાગશે તો આત્મજ્ઞાન નહીં આવે. વિશેષમાં, ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત, સંતે સામાજિક બાબતો અંગે શું કરવું, લોકકલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વગેરે બાબતોનાં સંપૂર્ણ ક્રાંતિકારક વિચારો ઉદ્ભવ્યાં. સંપૂર્ણ ક્રાંતિ માટે જાણે કે તેમણે તૈયારી કરી લીધી. જાહેર નિવેદન અને જાહેર લોકસેવાના કાર્યોને લીધે તેઓ સંપ્રદાયથી જુદા થયા ખરા પરંતુ સાધુવેશ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમ સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુદેવ કહેતા, સંતબાલ જૈન સાધુ નહીં, જગતસાધુ છે.” જૈન પરંપરાને આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવો એ એમનું જીવનકાર્ય બની રહ્યું. પૂ. સંતબાલજીએ પોતાના જીવનકાળ દરમિયાન વૈવિધ્યસભર સાહિત્યનું સર્જન કર્યું છે. ગદ્ય અને પદ્ય એમ બંનેમાં એમની સર્જનપ્રવૃત્તિ મળી આવે છે. મુખ્યત્વે ચિંતનાત્મક ધાર્મિક સાહિત્ય પણ સજર્યું છે. જૈન સૂત્રો, ઉત્તરાધ્યયન, આચારાંગ તથા દશવૈકાલિકને તથા તત્ત્વાર્થસૂત્રને સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં ઉતારી, ગુજરાતી પ્રજા પર મહાન ઉપકાર કર્યો છે. સર્વધર્મ પ્રાર્થના, પીયૂષ વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનના ૧૦ પુસ્તકો મળે છે. ‘રામાયણ’, ‘મહાભારત' અને જૈનદષ્ટિએ “ગીતા” જેવા પુસ્તકો પણ તેમની કલમે સર્જાયા છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એમનું સારું એવું પ્રદાન છે. જૈનના ધાર્મિક ગ્રંથોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અનોખું છે. મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછડ્યા પ્રશ્નોના ‘ઉત્તર’ અર્થાત્ જવાબો આપેલા, જે જવાબો આ ગ્રંથના રૂપમાં સંગ્રહિત છે. આ ‘ઉત્તરાધ્યયન મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત હતા. તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે જૈનધર્મ, ભારતીય દર્શનો અને અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. નાનપણથી જ સંતબાલજીની યાદશક્તિ ખૂબ તીવ્ર હતી, તેથી તેમણે અવધાનના પ્રયોગો શરૂ કર્યા. સંયમી જીવનની તાલીમ, અભ્યાસ-વાંચન અને સાહિત્ય-સર્જન પણ ક્રમશઃ થવા લાગ્યું. શતાવધાની સૌભાગ્યચંદ્ર એક સાથે એક કરતાં વધુ વસ્તુને સ્મૃતિમાં ધારણ કરી શકતા - યાદ રાખી શકતા હતા. પ્રારંભમાં આઠ અવધાન પછી પચ્ચીસ-પાંત્રીસ એમ સંખ્યા વધારતા ગયા અને અવધાનના જાહેર પ્રયોગો પણ કરવા લાગ્યા. લોકો એમની અદ્દભુત શક્તિથી પ્રભાવિત થઈ, મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા, પરંતુ ગુરુદેવને ડર હતો કે જો અવધાન દર્શાવવાની વૃત્તિ - ૨૨૦ ૨૨૧

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145