Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 117
________________ - જૈન કથાનકોમાં સોધના સ્પંદનોપૂછતાં સરળ, નિર્દોષ કપિલે સત્ય ઘટના અથથી ઇતિ સુધી કહી, પોતાનો પરિચય આપ્યો. રાજા દયાળુ હતો. તેની સરળતા-નિર્દોષતા, સત્યવક્તાપણાથી પ્રભાવિત થઈ તેને “જે જોઈતું હોય’ તે માગવા કહ્યું. કપિલે વિચારવાનો સમય માગતા તે આપ્યો. હવે અહીં શરૂ થાય છે કથાનું હાર્દ અને કપિલનું જીવનપરિવર્તનઃ કપિલને માગવાનું હતું (મળવાનું હતું, “બે માસા સોનું” તેને બદલે રાજા તૃષમાન થતાં ઇરછે તે માગવાનું કહેતા, કપિલ વિચારે છે કે શું માગવું ? વિચારતાં બે માસાથી આગળ વધતા વધતા તેની લોભવૃત્તિએ તેના મન પર કબજો જમાવી બે માસાથી આગળ વધતા હજાર સુવર્ણ મુદ્રા, તેનાથી સંતોષ ન થતાં લાખ-ક્રોડ યાવતુ પૂર્ણ રાજય જ માગવા સુધી તેની લાલસાની તીવ્રતાએ પહોંચાડ્યો. અહીં તેને એક ઝાટકો લાગ્યો કે જેણે મારા પર કૃપા કરી માગે તે આપવા સ્વીકાર્યું તેના રાજ્યને ‘હડપ’ કરવા સુધીની અધમતા સુધી પહોંચાડનાર તો મારી લોભ-લાલસા વૃત્તિ જ ને? તે મળતા પણ તૃપ્તિ થાશે કે નહીં તેની ખાતરી શી ? આ તો કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા કહેવાય ! આમ વિચારશ્રેણી - પોતાની અધમતાના પશ્ચાત્તાપે તેને લોભવૃત્તિની પ્રબળતામાંથી જાગૃત કર્યો. “લોભ એ જ સર્વ પાપ અને દુ:ખનું મૂળ છે” તે પરમ સત્યનો બોધ થતાં અને “સંતોષ જેવું અન્ય સુખ બીજું કંઈ નથી” એમ સમ્યફ વિચારે તેને વધુ ચિંતન કરવા સંસાર છોડી સાધુપણું પ્રાપ્ત કરી, ચારિત્ર-તપ દરમ્યાન ચિંતનમાં ઊંડો ઉતરતા મોહનીય કર્મ ક્ષીણ થવા લાગતાં ક્ષપક શ્રેણી આરૂઢ થઈ “કૈવલ્ય’ પામી કપિલ નામે ગરીબ દરિદ્ર બ્રાહ્મણ ‘સ્વયંબુદ્ધ' કપિલ કેવળી બની સાધનાને શિખરે ગુણસ્થાનક શ્રેણીના ૧૩ મા સ્થાનથી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ શાશ્વત સિદ્ધિના લક્ષ્યને પામ્યા. + ૨૩૦ • -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આ કથાનકથી આપણને લોભ કષાયનું સ્વરૂપ અને તેનાથી થતી તૃષ્ણાવૃદ્ધિનું દુઃખ, છેવટે તીવ્ર પશ્ચાત્તાપ દ્વારા સંતોષ યાવત્ સર્વત્યાગ રૂપી ગુણ પ્રાપ્ત થતાં આત્માને પરમ ગતિ તરફ લઈ જાય છે, તેવો ઉત્તમ બોધ પ્રાપ્ત થાય છે. આ સર્બોધના સ્પંદનનું હવે સાંપ્રત જીવનમાં નિરૂપણ કરીએ. આ કથા સાંપ્રત જીવનમાં ઘટાવતા મુખ્ય બોધ એ ગ્રહણ કરવાનો કે ચાર કષાય પૈકી ‘લોભ' કષાય ખતરનાક છે. (લોભને પાપનો બાપ કહેવાય છે.) અપેક્ષાએ વિચારીએ તો ચાર કષાય એ મૂળ દોષ રાગ અને દ્વેષમાં સમાવિષ્ટ છે. લોભકષાય ‘રાગ’ ના પરિવારમાં આવે છે. અહીં પણ આપણે જોયું કે ‘લોભ’ વિષેનું કપિલનું ચિંતન છેવટે રાગથી વૈરાગ્ય યાવત્ વીતરાગતા (કૈવલ્ય) માં પરિણમ્યું. વર્તમાન જીવનમાં ‘લોભ” ની બોલબાલા છે. સત્તાનો લોભ રાજકારણને કેટલું કલુષિત, હીન-તિરસ્કૃત બનાવે છે ! વર્તમાનમાં ફાલેલ અને ફૂલેલ ભ્રષ્ટાચારના મૂળમાં શું છે ? ‘લોભ” કે બીજું કંઈ ? લાખોપતિથી કરોડપતિ - કરોડપતિથી અબજપતિ આજની ભાષામાં - યુગમાં માનવી અવિવેકી બની Millionaire - Billionaire થવા અથવા Multi millionere થવા, પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈપણ માર્ગ અપનાવે છે. જરાપણ શરમ-સંકોચ અનુભવતો નથી. રોજ છાપા ઉથલાવે તો ‘લોભ' વશ જે અપરાધો આચરાય છે તેવા સમાચાર આવે છે. અરે, પંચેન્દ્રિય જીવ – માનવહત્યા કે બળાત્કાર સુદ્ધા થાય છે. તેના મૂળમાં ‘લાલસા-લોભ' જ છે. સુધરેલા સમાજમાં પણ ‘સંપત્તિ' નો લોભ લગ્ન, વેવિશાળમાં કરિયાવરના રૂપે અગત્યનો ભાગ ભજવે જ છે ને ! ખાનદાન કુટુંબની આજની વ્યાખ્યામાં વાડી, બંગલા, બિઝનેસ-ઉદ્યોગો જ અન્ય ગણતરી કરતાં વધુ અગ્રતાક્રમ – ભાગ ભજવે છે. - ૨૩૧

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145