Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 116
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કરી, દશનામાં શ્રોતા રૂપે હાજર હતા. આ દેશના સળંગ ૧૬ પ્રહર સુધી ચાલેલ. આ ઉપદેશધારા અખ્ખલિતપણે પ્રભુએ વહેવડાવેલ હતી. રાજાઓ ઉપરોક્ત છઠ્ઠ તપ ધારણ કરી પ્રભુની દેશના શ્રવણમાં એકાગ્રચિત્ત થઈ ગયેલ હતા. કાળની અપેક્ષાએ ધનતેરસની સાંજથી દીપાવલીના ત્રીજા પ્રહરના આરંભ સુધીનો તે કાળ હતો. પ્રભુ દીપાવલીની મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા. પટ્ટ શિષ્ય તથા પ્રથમ ગણધર ગૌતમસ્વામીને પ્રભુ પ્રત્યે તીવ્ર રાગભાવ (પ્રશસ્ત - ભક્તિરૂપ) હોવાથી પ્રથમ કરૂણ વિલાપ પછી ચિંતનધારાએ તેમને વૈરાગ્યવાસિત કરી ક્ષેપક શ્રેણીએ આરૂઢ કરાવી ‘કૈવલ્ય’ પ્રાપ્તિ રૂપ ૧૨ મા ગુણસ્થાનના અંતે અનોખી-અનુપમ ભેટ મળી એટલે જ દીપાવલીની રાત્રિએ જે ૨૦-૨૦ માળા કરવામાં આવે છે તેમાં પરોઢિયે જાપમંત્ર “પ્રભુ મહાવીર પહોંચ્યા નિર્વાણ, ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન” નું પ્રત્યેક જૈન સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ અનુષ્ઠાન કરે છે. આ છે ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય. આ આગમમાં ચારેય અનુયોગનો સમાવેશ થાય છે. આપણા નિબંધનો વિષય “ધર્મ કથાનુયોગ' રૂપે ૮માં કાપીલીય’ અધ્યયનની કથાનો સંક્ષેપમાં આસ્વાદ માણીએ. કથાનક: તે કાળે, તે સમયે હુંડાવસર્પિણી કાળના (ચોથા આરામાં) કૌશંબી નામની નગરીમાં જિતશત્રુ નામના રાજાનું રાજય હતું. તેમની રાજધાનીમાં ચૌદ વિદ્યાના જ્ઞાયક કાશ્યપ નામે બ્રાહ્મણ હતા. તેઓ રાજપુરોહિતનું પદ શોભાવતા હતા. પરિવારમાં યશા નામે પત્ની અને કપિલ નામે પુત્ર હતો. અકસ્માતે કાશ્યપ પુરોહિતનું નિધન થતાં તેને સ્થાને અન્ય પુરોહિત નિયુક્ત થયા. પોતાના પતિને સ્થાને તેનું પદ ભોગવતાં પુત્રને બદલે ‘અન્ય' ને જોઈ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો યશા દુઃખી થઈ. કારણ તેનો પુત્ર કપિલ પાત્રતાને અભાવે તદરૂપ વિઘાધારક ન હોવાથી પુરોહિત ન બની શક્યો. યશાને આથી લાગી આવતા અશ્રુપાત કરી રૂદન કરવા લાગી. આ સાંભળી પુત્ર કપિલે કારણ પૂછતાં કહે, “જો તું ભણ્યો હોત તો આ સ્થાન તું શોભાવતો હોત.” કપિલ માતાના આંસુ (અશ્રુ) અને દુ:ખ ન જોઈ શક્યો અને માતાને ઉપાય પૂછતા માતાએ તેને અભ્યાસ અર્થે તેના સ્વ. પિતાના મિત્ર ઈન્દ્રદત્ત નામના વિદ્વાન જે શ્રાવસ્તી નામે નગરીમાં રહેતા હતા તેમની પાસે અભ્યાસ કરવા સૂચવતા કપિલ ત્યાં જવા તત્પર બન્યો. શ્રાવસ્તી નગરીમાં પ્રવેશી ઈન્દ્રદત્તને સઘળી વાત કરી. માતાપિતાનો પરિચય આપી તેને અભ્યાસ કરાવવા વિનવ્યા. મિત્રના પુત્રને અભ્યાસ કરાવવાનું વચન આપી, પોતાને ત્યાં આવકારી તેના રહેવા-જમવાનો પ્રબંધ કરી અભ્યાસ ચાલુ કરાવ્યો. કાળજીથી કપિલ અભ્યાસમાં આગળ વધ્યો. કર્મના ઉદયે અભ્યાસ દરમ્યાન જે શેઠ શાલિભદ્રને ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ તેના ઘરની દાસીના સૌંદર્યમાં મુગ્ધ બની આસક્ત બનતા અભ્યાસ પ્રતિ ઉદાસીન બન્યો અને ધ્યેયને વિસરી તે દાસી સાથે સંસાર માંડી બેઠો. તેણી ગર્ભવતી બનતા, આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને તે મૂંઝવણ અનુભવી રહ્યો. કારણ કે કમાણીનું સાધન ન હતું. ઉપરાંત, જવાબદારી આવી પડી. છેવટે પત્નીએ સૂચવ્યું કે આ નગરીનો રાજા દયાળુ છે. જો પ્રાતઃકાળે પ્રથમ પહોંચી તેને આશીર્વાદ આપે તો બે માસા સોનું દક્ષિણામાં આપે છે. આ તેનો દૈનિક ક્રમ છે, પણ સવારના પ્રથમ પહોંચવું અતિ આવશ્યક છે. કપિલ તદરૂપ ઘેરથી નીકળી પડ્યો – પ્રથમ પહોંચવાનું ચુકાઈ ન જાય તે માટે પરોઢિયાને બદલે મધરાતે ચાલી નીકળ્યો. પરિણામે તેને ‘ચોર’ ધારી રાજયના રક્ષકોએ પકડી સવારે રાજા પાસે રજૂ કર્યો. આમ કરવાનું કારણ ૨૨૯ - ૨૨૮

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145