Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 113
________________ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો સૂત્ર’ બે શબ્દોથી બનેલ એક નામ છે. ઉત્તર + અધ્યયન. ઉત્તર = સર્વશ્રેષ્ઠ, અધ્યયન = પ્રકરણ. એક એકથી અધિક. વિશેષ બોધદાયક શ્લોકોનો જેમાં સંગ્રહ છે, તેવા ૩૬ અધ્યયનોમાં દૃષ્ટિ તથા જીવનનું પરિવર્તન લાવી દે તેવાં બોધપ્રદાયક કથાનકો તથા તત્ત્વનો સંગ્રહ છે. મારે જે કથાનકની વાત કરવાની છે તે બારમાં અધ્યયનમાં ‘હરિકેશી મુનિ’ ની છે. જીવનમાં જાતિની મહત્તા નથી, પરંતુ સદ્ગુણથી મહાન બનાય છે. ચાંડાલ કુળમાં જન્મેલા હરિકેશીએ જાતિસ્મરણજ્ઞાનથી બોધ પામી મુનિ બનીને દેવના પૂજનીય બન્યા. બારમા અધ્યયનમાં તપનું માહાત્મ્ય બતાવતા પરમ તપસ્વી હિરકેશબલ નામના સાધુના જીવનવૃત્તાંતનું વર્ણન કરે છે. તાત્પર્ય એ છે કે હિરકેશબલ સાધુ મહાન તપસ્વી થઈ ગયા. એમના તપનું માહાત્મ્ય આ અધ્યયનમાં વર્ણવવામાં આવેલ છે. આત્મવિકાસમાં જાતિના બંધન હોતા નથી. ચાંડાલ પણ આત્મકલ્યાણનો માર્ગ આરાધી શકે છે. ચંડાલ જાતિમાં ઉત્પન્ન થનારનું પણ હૃદય પવિત્ર હોઈ શકે છે. હિરકેશ મહામુનિ ચંડાલ કુળમાં જન્મ્યા છતાં ગુણના ભંડાર હતા. પૂર્વના યોગ સંસ્કાર હોવાથી નિમિત્તવશાત્ વૈરાગ્ય પામી ત્યાગી બન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં આકરી કસોટી કરેલી. સાચા સુવર્ણની જેમ પાર ઉતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયો. પછી તે દેવ મુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો. એકાદ યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દેવનો વાસ હતો) આકરી તપશ્ચર્યાથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઈ અડોલ ઊભા હતા. કૌશલ રાજાના પુત્રી ભદ્રા તેમની સહેલીઓ સાથે તે જ મંદિરમાં દર્શનાર્થે આવેલા. - ૨૨૨ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો ગર્ભદ્વાર નજીક જઈ સૌએ દેવના પેટભરી દર્શન કર્યા. દર્શન કરીને પાછા ફરતાં દરેક સહચરીએ ક્રીડાર્થે સભામંડપના દરેક સ્તંભને બાથ ભીડી લીધી. પાછળ રહેલી ભદ્રાકુમારીએ (અંધારામાં બરાબર ન સૂઝવાથી સ્તંભ જાણી) તપસ્વીને બાથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્તંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીઓ “તમારા હાથમાં તો સાચા પતિ જ આવી ગયા’ એમ કહીને કુતૂહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિડાઈ ગયા અને તપસ્વીની મહા અવગણના કરી નાખી. દેવ આથી ખૂબ કોપ્યો. ભદ્રા તે જ સમયે અવાક થઈ ઢળી પડી. આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. કૌશલરાજ ત્યાં પધાર્યા. આખરે દૈવી કોપ દૂર કરવા તે દેવપ્રવેશક દેહવાળા તપસ્વીજી સાથે ભદ્રાના લગ્ન કરવાની તૈયારી થવા લાગી. તે જ સમયે મુનિના દેહમાંથી દેવ અદશ્ય થયો. તપસ્વી સાવધ થયા અને આ બધી ધમાલ જોઈ વિસ્મિત બની ગયા. અંતે પોતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયોગીએ ત્યાંથી પ્રયાણ કર્યું. ત્યારબાદ આ ભદ્રાદેવીના સોમદેવ નામના પુરોદાસ સાથે લગ્ન થાય છે. તે દંપતી બ્રાહ્મણો પાસે કુળ પરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાનરૂપે એ દંપતી ત્યાં મંત્ર જાપાદિ ક્રિયા કરી રહ્યા છે. ગામ, નગર, શહેરાદિ સર્વ સ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારક મહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાને પારણે ભિક્ષાર્થે પધાર્યા છે. ત્યાં અપરિચિત બ્રાહ્મણો પ્રથમ તેમનો ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દંડો લઈ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુકદેવ હાજર થઈ શું કરે છે ? ભદ્રાદેવીને જાણ થયા પછી તેને શી * ૨૨૩

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145