Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 109
________________ --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો થયું. ભરત રાજાએ બાહુબલીની પ્રતિમા પોદનપુરમાં ભરાવી હતી, પરંતુ એ કાળક્રમે નષ્ટ થઈ ગઈ. ત્યારબાદ લગભગ પાંચમી સદીમાં એલોરા અને બદામી વગેરે ગુફાઓમાં એનું નિર્માણ થયું પણ વિશ્વમાં અદ્દભુત કહી શકાય એવી પ્રતિમા દસમી સદીમાં શ્રવણબેલગોલામાં સ્થાપિત થઈ. અહીં શ્રવણનો અર્થ શ્રમણ થાય. આમ, શ્રવણબેલગોલા અર્થાતુ જયાં શ્રમણો રહેતા હોય તેવું સ્થાન. ઉપરોક્ત બાહુબલીની દસમી સદીમાં નિર્માણ પામેલ અજોડ પ્રતિમાની કથા ઘણી જ અદ્વિતીય અને રોચક છે. એ પ્રતિમાના નિર્માણ માટે કર્ણાટકના મહાઅમાત્ય ચામુંડરાયે ઘણા પ્રયત્ન એક શિલ્પીને શોધ્યો. એ ઘણો વિચિત્ર સ્વભાવનો હતો, પરંતુ શિલ્પી તરીકે એની બરાબરી કરનાર ભાગ્યે જ કોઈ હતું. એણે તૈયાર કરેલ પ્રતિમા, એને સ્થાપિત કરનાર ચામુંડરાય અને પ્રથમ અભિષેક કરનારી શ્રાવિકાની બોધદાયક કથા અત્રે પ્રસ્તુત છે. સંક્ષિપ્ત કથા : આગમ કથા પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્ય જૈનધર્મી હતા. આચાર્ય ભદ્રબાહુની બાર વર્ષીય દુકાળની ભવિષ્યવાણી સાંભળી સંઘ સાથે સહુ કર્ણાટક શ્રવણબેલગોલામાં આવ્યા. આ શહેર વિધ્યગિરિ અને ચંદ્રગિરિ બે નાના પહાડોની વચમાં છે. અહીં જૈનોની વસાહત પહેલેથી જ હતી. માટે સાધુસંઘની ગોચરી પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી નડી નહીં. આ સ્થળેથી જ તામિલ, આંધ્ર , શ્રીલંકા, કેરલ વગેરે દેશોમાં જૈનધર્મના ઘણા પ્રચાર સાધુમહારાજાઓ અને સંઘે કર્યો હતો એમ બાવીસસો વર્ષ પ્રાચીન, પંચ્યાશીથી વધુ બ્રાહ્મી ભાષાના શિલાલેખોને આધારે ઈતિહાસકારો કહે છે. તે સમયે દક્ષિણમાં સર્વત્ર જૈનધર્મ હતો. ચંદ્રગિરિ પહાડી પર ચંદ્રગુપ્ત મૌર્યે સંલેખના લીધી હતી. ૨૧૪ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આજે પણ સાધુઓના રહેવા-સૂવા માટેની શૈયાઓ ઘણે સ્થળે જોઈ શકાય છે. દસમી સદીમાં થયેલા મહાઅમાત્ય ચામુંડરાયે માતાની ઇચ્છાનુસાર બાહુબલીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેમનું અપર નામ ગોમ્મટ હતું. એક ધૂની શિલ્પી મળ્યો પણ તેણે શરત મૂકી કે પ્રતિમા નિર્માણ કરતાં જે બારીક રજ નીકળે એનું ભારોભાર સોનું પ્રધાનમંત્રી તેને આપે. એની શરત મંજૂર થઈ અને કામ આગળ ચાલ્યું. શિલ્પી થોડો લોભી જરૂર હતો, પરંતુ સાથે સાથે ઉત્તમ કારીગર હતો. બાહુબલીની પ્રતિમા કંડારવા માટેના શિલાખંડન કેન્દ્ર બનાવી, બાકી સ્થાનને સમતલ કરતાં એને રાતદિવસની પણ સુધ રહી નહીં. જોતજોતામાં ચાળીસ હાથ ઊંચી અને ચોવીસ હાથ પહોળી પ્રતિમા કંડારવા માટેની શિલા તૈયાર કરી. હજુ સુધી અમાત્ય ચામુંડરાય એને પ્રધાન તરીકે મળ્યા નહોતા. હંમેશાં સાદા વેશમાં જ તેઓ નિરીક્ષણ માટે આવતાં. શિલ્પીનું નિર્માણકાર્ય આગળ ચાલતું હતું. પ્રતિમાના વિશાળ નેત્ર, છાતી, બાહુ સાથે વેલીઓ વગેરે તૈયાર થઈ ગયા હતા. તેણે તરત જ માતાને શિલાચૂર્ણથી ભરેલા થેલાઓ બતાવતાં કહ્યું કે, “મા, અમાત્યજી મને આ શિલાચૂર્ણના વજનનું સોનું આપશે.” જેવો શિલ્પીએ પથ્થરની રજ બતાવવા થેલામાં હાથ નાંખ્યો કે એના હાથ-પગ શિથિલ થઈ ગયા. શિલ્પી ખૂબ ડરી ગયો કારણ કે પ્રતિમાનું ઘણું કાર્ય બાકી હતું. અમાત્ય ચામુંડરાય તરત જ હાજર થયા. શિલ્પીને ઓળખાણ આપી પૈર્ય બંધાવ્યું. બધા નેમિચંદ્રાચાર્યજી પાસે આવ્યા. તેમણે શાસનદેવીની માફી માંગવાનું જણાવતાં, તે મુજબ કરવાથી શિલ્પીની શિથિલતા ગઈ અને સારો થઈ ગયો. ભગીરથ કાર્ય પૂર્ણ થયું. આવું અપ્રતિમ કાર્ય કરતાં તેના મનની આંતરિક સ્થિતિ બદલાઈ. તે નિર્મોહી, કષાયરહિત બન્યો. વિશ્વ - ૨૧૫

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145