Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 107
________________ -જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો શ્રી હેમવિમલસૂરિજીએ આ ભયંકર ઘટના અટકાવવા માટે પોતાના તપના પ્રભાવે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યા. શ્રી માણિભદ્રવીરે કાળાગોરા ભૈરવને આવું નીચ કૃત્ય બંધ કરવા જણાવ્યું, પણ તેઓ ન માન્યા. એટલા માટે તેમણે તેમની સાથે યુદ્ધ કરીને તેમને હરાવીને આ ઉપદ્રવ દૂર કર્યો. આચાર્ય ભગવંત પૂ. શ્રી હેમવિમલસૂરિજી મ. સાહેબને વિનંતી કરી કે “આપ હાલ જે રાયણ વૃક્ષ નીચે બિરાજમાન છો, તે જગ્યાએ મારો દેહ નિશ્ચેષ્ટ બન્યો હતો. તેથી આ સ્થળે મારા પગની પિંડીની સ્થાપના કરાવો. આપશ્રી મંત્રાક્ષરો દ્વારા તેની પ્રતિષ્ઠાવિધિ કરજો.” આચાર્ય ભગવંતે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો અને જણાવ્યું, “હે માણિભદ્રવીર ! ભવિષ્યમાં સમસ્ત તપાગચ્છને કોઈ તકલીફ ન આવે તે માટે તમે સદૈવ જાગૃત રહેશો અને સહાયક બનજો.” શ્રી માણિભદ્રવીર આટલી ટકોરમાં એમનું બધું કર્તવ્ય સમજી ગયા. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મ. સાહેબે સં. ૧૯૮૫ ના મહાસુદ પાંચમના શુભ મુહૂર્તે મગરવાડા ગામની બહાર પગની પિંડીની પ્રતિષ્ઠાવિધિ કરી સ્થાપના કરાવી. મગરવાડીયા વીર તરીકે તેમનો મહિમા આજે પણ પ્રસિદ્ધ છે. આચાર્ય ભગવંતે આ પ્રતિષ્ઠા પ્રસંગ બાદ જિનશાસનના અધિષ્ઠાયક માણિભદ્રદેવને ‘તપાગચ્છરક્ષક’ તરીકે પદવી અર્પણ કરી. શ્રી માણિભદ્રવીર દાદાના ત્રણ મુખ્ય સ્થાન છે : (૧) મગરવાડા : પગની પિંડીઓ પૂજાય છે. (૨) આગલોડ : ધડની પૂજા થાય છે. (૩) ઉજ્જૈન : શિરની પૂજા થાય છે. * ૨૧૦ ૨ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો શ્રી માણિભદ્રવીરના ચમત્કારો આજે પણ અવારનવાર સાંભળવા મળે છે. કથાનકનો સદ્બોધઃ દુર્લભ એવો માનવભવ મળ્યો છે તેને વેડફી ન નાંખતા તેના વડે મુક્તિને પામવાના જે જે પ્રયત્નો કરવા પડે તે કરી લઈએ તો જ માનવજીવનની સફળતા છે, એની ભવ્યતા છે. જૈન કુળમાં જન્મેલાં બધાં જ મનુષ્યો ચારિત્ર અંગીકાર ન કરી શકે, પરંતુ સંસારમાં રહીને પણ સદ્કાર્યો દ્વારા પોતાનું જીવન એવી રીતે જીવે કે તેની સુવાસ ચારે તરફ પ્રસરે અને પ્રભુએ બતાવેલા માર્ગે ચાલીને પોતાનું ભાવિ સુંદર રીતે નિર્માણ કરી શકે છે. આવું જ કંઈક શ્રી માણિભદ્રવીરની કથા દ્વારા આપણને સમજાય છે. શ્રી માણિભદ્રવીર એક સામાન્ય માનવી જ હતા પણ સંકલ્પ અને શ્રદ્ધાના બળથી શું થઈ શકે છે તેનું આ એક સચોટ ઉદાહરણ છે. સામાન્ય માનવી જે ભૂલ કરે એવી જ ભૂલ માણેક શાહે આચાર્યશ્રી પદ્મનાભસૂરિજીનો ઉપદેશ ગ્રહણ કરીને કરી. આ ગચ્છના સાધુઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. એમણે એવો ઉપદેશ આપ્યો કે મૂર્તિપૂજા એ શાસ્ત્રોક્ત નથી પણ ઢોંગ છે. વારંવાર આ સાંભળવાથી માણેકશાહે મૂર્તિપૂજાનો ત્યાગ કર્યો. દેરાસર તેમજ ઉપાશ્રયે જવાનું બંધ કર્યું. ત્યારબાદ આચાર્ય ભગવંત શ્રી હેમવિમલસૂરિજીના સંપર્કમાં આવ્યા અને તેમના ઉપદેશથી મૂર્તિપૂજા શરૂ અને દેરાસર – ઉપાશ્રયે ફરીથી જવાનું શરૂ કર્યું. માનવી ભૂલ કરે તે સમજાય પણ કરેલી ભૂલને સુધારીને સાચા માર્ગે પાછો વળે તે મહામાનવ બની શકે છે. ૨૧૧

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145