Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 105
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો માણેક અભ્યાસમાં હોંશિયાર હતો, ધાર્મિક જ્ઞાન પણ મેળવ્યું. જિનમંદિરે પૂજા કરવા જતો. યુવાનવયે આવતાં જ પિતાની દુકાનનો કારભાર પણ સંભાળ્યો. માતા-પિતાએ માણેકમાં સંસ્કારનું સિંચન કરવામાં કશું બાકી રાખ્યું ન હતું. સુખમય દિવસોમાં એક કરુણ ઘટના બની. પ્રેમાળ પિતા સુખલાલ શેઠનું અવસાન થયું. માણેકે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. યુવાન માણેકશાની વ્યાપારી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી હતી. માતાને લાગ્યું કે હવે મારે એના લગ્ન કરવા જોઈએ. ધારાનગરીના શેઠ ભીમજીભાઈ શાહની રૂપ-ગુણ-કલા અને વિનય-વિવેકથી શોભતી પુત્રી લીલાવતી (ઉર્ફે લક્ષ્મી) સાથે મહા સુદ ૭ ને સોમવારના શુભ દિવસે માણેકશાના લગ્ન થયા. લીલાવતી ઘણી હોંશિયાર હોઈ ઘરનો કારભાર સંભાળી લીધો અને વિનયવિવેકથી માતાનું હૃદય પણ જીતી લીધું. કુટુંબનો વ્યવહાર સારી રીતે ચાલી રહ્યો હતો તેવા સમયે એક ઘટના બની. વિ.સં. ૧૫૬૩માં લોંકાગચ્છના આચાર્ય શ્રી પદ્મનાભસૂરિજી ઉર્જનમાં પધાર્યા. આ ગચ્છના યતિઓ મૂર્તિપૂજાનો સદંતર વિરોધ કરતા. પથ્થરમાં વળી પરમાત્મા પધારતા હશે? મૂર્તિપૂજા એ ઢોંગ છે, શાસ્ત્રોક્ત નથી. માણેક શાહ એમના પ્રવચનોથી પ્રભાવિત થયા. શ્રી માણેક શાહ મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી થયા. વર્ષોથી મજબૂત થયેલી શ્રદ્ધા કડડડભૂસ કરતી તૂટી ગઈ. માણેક શાહે દર્શન-સેવા-પૂજા બધું બંધ કર્યું. તેથી તેનો મોટો આઘાત એમની માતા અને પત્નીને લાગ્યો. એમના આવા પરિવર્તનથી માતાએ કડક નિયમ લીધો કે “જયાં સુધી મારો પુત્ર જિનપૂજા ચાલુ ન કરે ત્યાં સુધી મારે છે વિગઈનો ત્યાગ.’ પત્નીએ આ વાત જાણી ત્યારે એણે પણ છ વિગઈનો ત્યાગ - જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એક દિવસ પોતાની પત્ની લીલાવતીએ સમય-સંજોગો જોઈ માણેક શાહને માતાજીના આવા કડક નિયમની વાત કરી અને એમની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે. માતાના આપણી ઉપર અસંખ્ય ઉપકાર છે. તેથી માતાજીનું દુઃખ દૂર કરવું જોઈએ. માતાજીની વ્યથાની વાત સાંભળી માણેકશા તેમની પાસે તુરંત ગયા. માતાજીની પાસે ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને પોતાના આ કાર્યની ક્ષમા માગી. માતાએ પુત્રને જિનપૂજા ચાલુ કરવા સમજાવ્યા પરંતુ તેઓ સહમત ન થયા. આ જ અરસામાં વિ.સં. ૧૫૬૪ માં મહાપ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજય હેમવિમલસૂરિજી પોતાના શિષ્યો સાથે આ નગરીમાં પધાર્યા. આચાર્ય ભગવંતે કઠોર તપસ્યા આદરી હતી. તેથી માતાએ માણેક શાહને ગુરુભગવંતને પારણું કરવા પોતાની પૌષધશાળામાં પધારવા વિનંતી કરવા જણાવ્યું. માણેક શાહની વિનંતીથી ગુરુદેવ પૌષધશાળાએ શિષ્યો સાથે પધાર્યા. ગુરુદેવના વ્યાખ્યાનથી શ્રી માણેક શાહ પ્રભાવિત થયા. ગુરુદેવ જ્ઞાની છે એમ જાણી પોતાની શંકાનું સમાધાન કરવા જણાવ્યું. ગુરુદેવ પાસે શંકા વ્યક્ત કરતાં જણાવ્યું, “મૂર્તિપૂજા શાસસંમત છે કે નહિ ?” ગુરુદેવ જણાવ્યું, “મૂર્તિપૂજા એ શાસ્ત્રસંમત છે. ભગવતીસૂત્ર, રાયપણેણી સૂત્રમાં મૂર્તિપૂજાને સારી રીતે વર્ણવવામાં આવી છે. જિનપૂજા અને જિનાગમનું શરણું લેવાથી પાપનો, કર્મનો અને જન્મનો ક્ષય થાય છે.” આચાર્ય ભગવંતની વાણીની માણેકશા પર જાદુઈ અસર થઈ અને એમના જીવનમાં પરિવર્તન લાવી દીધું. માણેકશાએ પૂર્વવત્ ઉલ્લાસપૂર્વક જિનપૂજા ચાલુ કરી દીધી. માતા અને પત્ની અત્યંત ખુશ થયા. ગુરુ મહારાજ ત્યાંથી વિહાર કરી આગ્રા ગયા. કર્યો. * ૨૦૬ - - ૨૦૦

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145