Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 98
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો જયભિખુની કથા દેવાનંદા’ માં વ્યક્ત થતો માતૃત્વનો મહિમા - ડૉ. સુધાબેન નિરંજન પંડ્યા -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વીરતત્ત્વ પ્રકાશક મંડળના સ્થળાંતરને કારણે ગ્વાલિયર રાજ્યના પ્રકૃતિ તત્ત્વોથી ભર્યાભર્યા શિવપુરી ગામે આઠ-નવ વર્ષ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજીનો અભ્યાસ તો કર્યો, પરંતુ પોતે જે કંઈ પામ્યા છે તે સમાજને આપવાનું પોતાનું ઉત્તરદાયિત્વ છે એમ સમજી કલમને ખોળે માથું મૂકવાનો દૃઢ નિશ્ચય કરી લેખનકાર્ય જીવનપર્યંત ચાલુ રાખ્યું, અને માર્ગમાં આવતા અવરોધોને હસતે ચહેરે, ઓળંગવાનું સ્વરચ્છાએ સ્વીકારી લીધું. ‘ભિક્ષુ સાયલાકર' ના નામથી પોતાના ગુરુ વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર ૧૯૨૯ માં રચ્યું, ત્યારથી એમણે કલમ ઉપાડી તે ૧૯૬૯ માં થયેલા એમના અવસાન બાદ જ અટકી. ધર્મ અને માનવજીવન વિશેની ઊંડી, પાક્કી સમજને કારણે એમણે હંમેશાં હકારાત્મક અભિગમ રાખી જીવનની માત્ર ઊજળી બાજુને જ વર્ણવવાનું વિચાર્યું, જેથી ઊગતી નવી પેઢીને જીવનરસ પાવાનું અને એના સંસ્કારને સંકોરવામાં સહાયરૂપ બનવાનું કાર્ય સરળતાથી કરી શકાય. પત્રકાર તરીકેની લગભગ ચાલીસ વર્ષની કારકિર્દીમાં ‘ગુજરાત સમાચાર’, ‘ઝગમગ’, ‘જયહિંદ', ‘ફૂલછાબ' તેમજ કેટલાંક અન્ય સામયિકોમાં ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ, જીવનચરિત્રો અને વાર્તાઓ સમેત ૨૯૭ થી વધુ જનકલ્યાણમાર્ગને ચીંધતી રચનાઓ જયભિખુએ આપી છે. જૈન શાસ્ત્રોના એમના ઊંડા અધ્યયનને કારણે જૈન કથાસાહિત્યને સમાજોપયોગી બનાવવા માટે સદાચાર અને બોધપ્રદ, ભાવસભર કથાનકોના મૂળ આત્માને અશ્રુષ્ણ રાખી, તત્કાલીન સમાજના પ્રવાહને સમજી, પોતાના આગવાં અર્થઘટનો કરી, એમણે સજ્જતા, સમાનતા અને પ્રતિબદ્ધતાથી કલાતત્ત્વની માવજત કરતાં કરતાં સાહજિક્તાથી એમાં તત્ત્વબોધને વણી લીધો છે. એમાં આવતા સંવેદનશીલ સંવાદો વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. વાર્તા જીવન ખાતર કલાના આજીવન ઉપાસક રહેલા બાલાભાઈ વીરચંદ દેસાઈ એટલે ‘જયભિખ્ખ' તરીકે ગુજરાતી સાહિત્ય જગતમાં જાણીતા અને માનીતા સર્જક. એમણે માનવધર્મ અને માનવકર્મના આગ્રહી બની રહી જૈન ધર્મના સાંપ્રદાયિક અર્થથી દૂર જઈ, સર્વધર્મસમભાવ તથા જીવનમૂલ્યોને અપનાવી, પોતાના સંપર્કમાં આવનાર સૌના અને વાચકોના ઊર્ધ્વગામિતાના પથદર્શક બનવાનું શ્રેય અંકે કરી લીધું હતું. માત્ર ચાર વર્ષની વયે માતા પાર્વતીબહેનની ચિરવિદાયને કારણે માસી, પિતા તેમજ અન્ય કુટુંબીજનો તરફથી મળેલા સંસ્કારે એમના જીવનદર્શી અભિગમને કેળવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. જયભિખ્ખનું (૧૯૦૮ થી ૧૯૬૯) બાળપણ મોસાળ વીંછિયામાં, પ્રાથમિક શિક્ષણ બોટાદમાં તથા માધ્યમિક કક્ષાનો અભ્યાસ વરસોડા અને અમદાવાદમાં વીત્યા બાદ મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ ૧૯૨ ૧૯૩

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145