Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 97
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો સીતારામ ચોપાઈ” માં આવા અનેક ઉદાહરણ જોવા મળે છે. કૃતિમાં અંતે રામના ભાતૃપ્રેમનું કથાનક અને પછી રામ દીક્ષા લે અને કેવળજ્ઞાનનો પ્રસંગ આવે છે, પણ આપણે અહીં સીતા પૂરતી જ વાત મર્યાદિત કરી હોવાને કારણે સંપૂર્ણ કૃતિના બધા સંદર્ભોને આવર્યા નથી, સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે. | (ડૉ. સેજલ શાહ મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજના ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ છે. “પ્રબુદ્ધ જીવન’ ના તંત્રી છે. તેઓએ બે પુસ્તકો લખ્યાં છે - “મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્યવિમર્શ : ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે.) -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જૈનધર્મ કાર્યકારણનો ધર્મ છે. અહીં પશ્ચાત્તાપ મહત્ત્વનો છે. અનેક સારા કર્મોના બદલામાં ખરાબ કર્મોનો ક્ષય નથી થતો, એ ભોગવવા પડે છે, પણ એની તીવ્રતામાં ઘટાડો થાય છે. ભાગ્યે જ કોઈ એવી જૈન કથા હશે એમાં પણ ખાસ કરીને મુનિ ભગવંત દ્વારા કહેવાયેલી કે જેમાં ચરિત્રને મહત્ત્વ ન અપાયું હોય. જૈન કથાઓમાં સંસાર તરફ ધૃણા ઉપજાવવા, શ્રોતાઓમાં વૈરાગ્ય પ્રેરવા અને તેમને કામવાસનાથી દૂર કરવા સ્ત્રીનિંદા સારી પેઠે થતી હોય છે. વાર્તાકાર જાતે જ સ્ત્રીને કુટિલ અને દુરાચારી દર્શાવે છે. અહીં સ્ત્રીનું માહાભ્ય કરાયું હોવાથી સ્ત્રી આવા આરોપથી બચી ગઈ છે. સતી સીતા ધર્મબોધ પમાડે છે અને સંસારની સ્ત્રીઓ માટે ઉદાહરણ રૂપ સાબિત થાય છે. સામાન્ય રીતે સ્ત્રીનો ધર્મ પતિના પગલે ચાલવામાં છે, પણ અહીં વ્યક્તિત્વને મહત્ત્વ અપાયું છે. આખરે સંસારમાં પતિ, ભાઈ એ બધા જ સંબંધો રાગ નિર્માણ કરે છે. જયારે ધર્મના માર્ગે આ બધા જ સંબંધોથી મુક્ત થઈ પરમને પામવાનું હોય છે. સીતા પણ રામ પ્રત્યેના પોતાના રાગથી મુક્ત થઈ પતિ પહેલા દીક્ષા લે છે અને રામમાં હજી વિરક્તિનો ભાવ આવ્યો નથી. એટલે સ્વ પ્રત્યેની પ્રથમ ફરજનો એક વિચાર પણ અહીં જોવા મળે છે. પ્રસંગોપાત ધર્મબોધ જોવા મળે છે તેનું એક ઉદાહરણ, સાધ કહઈ ધમ સાંભળઉ, એ સંસાર અસાર, જનમમરણ વેદન જરા, દુ:ખ તણઉ ભંડાર. કાચઉ ભાંડઉ નીર કરિ, જિણ વેગી ગલિ જાય, કાયા રોગ સમાકુલી, ખિણ મઈ ખેરૂં થાય. બીજલિ નઉ ઝબકલ જિસ્યઉં, જિસ્યઉ નહીં નઉ વેગ. જીવનમય જાણઉ તિસ્યઉં, ઉલટ વહઈ ઉહેગ. + ૧૯૦ - ૧૯૧

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145