Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 96
________________ -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનોઅને તેની ભાળ મળ્યા પછી રાવણને સમજાવવા હનુમાન જાય છે. સીતા શીલવતી નારી છે, તે પરપુરુષની સામે આંખ ઉઠાવીને જોતી પણ નથી, તેને માત્ર રાવણના પગ જ જોયા છે અને રાવણે અનન્તવીર્ય મુનિ પાસે નિયમ લીધો છે કે ક્યારેય કોઈ સ્ત્રીને જબરદસ્તીથી પ્રાપ્ત નહીં કરે, તેથી સીતા પર પણ બળનો પ્રયોગ કરતો નથી. કથાની મૂળ વાર્તા બદલાતી નથી, પરંતુ વાંચકને સતત જૈન સંસ્કારોનો અનુભવ થાય એવા મુદ્દાઓ વ્યક્ત થયા કરે છે, ઉપરાંત જૈન સાધુની સર્જકતા રૂપાંતરકરણમાં સતત પ્રતીત થયા કરે છે. જ્યાં જયાં શક્ય હોય ત્યાં નવીન કથા મૂકી મૂળને વધુ સમૃદ્ધ કરવાનું તેઓ ચૂક્યા નથી. રાવણ સામેના યુદ્ધમાં ઘાયલ લક્ષ્મણને બચાવવા અયોધ્યાથી દૈવી જળ લાવવા ભામંડળને મોકલે છે. આ ઉપરાંત રાવણ સીતાના બદલામાં પોતાનું અડધું રાજય આપવાની દરખાસ્ત રામને મોકલાવે છે. લક્ષ્મણ દ્વારા રાવણ હણાય છે અને બધાનું મિલન થતાં તેઓ શાંતિનાથ ભગવાનના જિનાલયમાં જઈ પૂજાસ્તવન પણ કરે છે. જૈન કથાની બીજી એક ખાસિયત સ્વપ્ન ફળ અને તેનું કથા સાથેનું જોડાણ છે. એક દિવસ સીતા સ્વપ્નમાં સિંહને આકાશેથી ઉતરી પોતાના મુખમાં પ્રવેશતો જુએ છે અને પોતાને વિમાનમાંથી પૃથ્વી પર પડતા જુએ છે. આ સ્વપ્નના ફળરૂપે રામ કહે છે કે સીતાને પુત્રરત્ન પ્રાપ્ત થશે, પરંતુ વિમાનમાંથી પડવું એ અશુભનો સંકેત છે. સીતા વિચારે છે કે હજી કેટલા કર્મોનો ક્ષય સહેવાનો છે. રામ-સીતાનો સુખી સંસાર જોઈ સીતાની અન્ય સ્ત્રીઓ તેની ઈર્ષા કરે છે. તેઓ સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી રામને ભરમાવાની કોશિશ કરે છે, રામ તો આ બાબતને અવગણે છે, પણ પ્રજાજનોમાં સીતા ૧૮૮ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો અંગે નિંદનીય વાતો ઊભી થાય છે. એકવાર સાધુ માટે નિંદનીય પ્રચાર કરનાર સીતા આ ભવમાં પોતે જ એનો શિકાર બને છે. શીલવાન સીતા ગર્ભાવસ્થા દરમ્યાન જિનેશ્વર પૂજા, શાસ્ત્રો સાંભળવાનું અને મુનિરાજોને દાન દેવાની ઇચ્છાનો અનુભવ પણ કરે છે. આમ, એક ચરિત્રવાન સ્ત્રીને આ દોહદ થાય તે સ્વાભાવિક છે, પણ જો ન થાય તો પણ તેને આ કાર્ય પોતાના બાળકના સારા સંસ્કાર માટે કરવું જોઈએ. લોકનિંદાનો ભોગ બનેલી સીતાનો રામ ત્યાગ કરે છે અને ત્યાં જંગલમાં તેને વાલ્મિકી નહીં પણ વજજંઘ નામનો ધર્મનો ભાઈ બનીને રાજા આશરો આપે છે. કારણ તેના સારા કર્મોનો પ્રબળ પ્રભાવ તેને દુઃખનો અનુભવ કરાવ્યા પછી તેમાંથી માર્ગ પણ કાઢી આપે છે. સીતા અનંગલવણ અને મદનાંકુશ નામના બે પુત્રોને જન્મ આપે છે, મોટા થઈ તેઓ રામ સાથે યુદ્ધ કરે છે અને સત્યની જાણકારી મળતા રામ સીતા સહિત બાળકોને ઘરે પાછા ફરવાનું આમંત્રણ આપે છે. સીતાને પટરાણી બનાવવાનું પણ કહે છે. પરંતુ સીતા અગ્નિપરીક્ષાનો આગ્રહ રાખે છે. સીતાના જીવનનું ધ્યેય પટરાણી નહીં પરંતુ વૈરાગ્ય છે, પણ એ પહેલાં તે પોતાના શીલને સિદ્ધ કરવા ઇચ્છે છે. મુનિસુવ્રત સ્વામીને વંદન કરી સીતા અગ્નિમાં પ્રવેશે છે ત્યારે ઈન્દ્ર દેવની આજ્ઞાથી હરિભેગોત્રી દેવ નિર્મલ શીલાલંકાર ધારિણી સતી સીતાની સહાયમાં ઉપસ્થિત રહે છે અને અગ્નિનું જળમાં રૂપાંતર થાય છે. હવે અહીં સતીત્વ સિદ્ધ થાય છે, જલપ્રવાહ ફૂટી નીકળે છે કે પૂરની સ્થિતિ સર્જાય છે અને સતી સીતા પોતાના હાથથી એ પૂરને રોકે છે. આ છે ‘શીલ' નું તેજ. ત્યારબાદ સીતા કેશનો લોચ કરી દીક્ષા લે છે અને સાથે તેના બે પુત્રો પણ દીક્ષા લે છે. ૧૮૯

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145