Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 46
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મહત્તા જાણવાને કારણે તેને અંતઃપુરની શોભા વધારવામાં રસ નહોતો. આથી તેને પ્રિયદર્શના નામની એક જ રાણી હતી. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવનારી, પતિપરાયણ, ધર્મિષ્ઠ સ્ત્રી હતી. ૧૬-૧૬ વર્ષ સુધી ખોળાના ખૂંદનારની પ્રાપ્તિ ન થવાથી તે ઉદાસ રહેતી હતી. જૈન ધર્મમાં દેઢ શ્રદ્ધાવંત પતિએ કર્મના સિદ્ધાંતની વાસ્તવિકતા સમજાવ્યા બાદ તે ફરી પ્રસન્નતાથી જીવવા લાગી. આનર્ત દેશના એક નિમિત્તકના નિમિત્તથી રાજા-રાણી એક નહિ, પરંતુ બે-બે સુંદર પુત્રોના માતા-પિતા બન્યા. મોટો પુત્ર તે કથાનો નાયક ભીમસેન અને નાનો પુત્ર તે હરિષેણ. આશ્રમજીવનમાં ગુરુના સાનિધ્યમાં રહીને રાજકારણ, ન્યાય, વ્યાકરણ, ધર્મ, કલા આદિ વિદ્યાઓના અભ્યાસાર્થે બંનેને ગુરુકુળમાં મૂકવામાં આવ્યા હતા. બંને ભાઈ ખૂબ સુંદર રીતે ગુરુના માર્ગદર્શન હેઠળ ઘડાયા હતા. વળી, માતાપિતા ધર્મમાં શ્રદ્ધાવાન, આચારવંત અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા હોવાને કારણે બંને પુત્રો પણ સંયમી, ધીરગંભીર, આજ્ઞાવંત અને વિનયી હતા. બંનેમાંથી કોઈને પણ એક નાનું સરખું પણ વ્યસન નહોતું. તેઓ માનતા હતા કે જુગારથી માનવી કર્તવ્યભ્રષ્ટ થાય છે અને મદિરાપાનથી વિવેક અને બુદ્ધિભ્રષ્ટ, નાચ-ગાન કે પરાયી સીના રૂપદર્શનથી મહાપાપના ભાગીદાર બનાય છે. આમ, બંને ભાઈ સાત વ્યસનથી અને દુર્ગુણોથી દૂર જ રહેતા. વાર્તાના અન્ય પાત્રોમાં નિમિત્તક, આશ્રમમાં વિદ્યાદાન દેનાર ગુરુદેવ, સમરસેન, કામાગિની ગણિકા, ગણિકાપુત્રી નંદિની વગેરેનું આલેખન ખૂબ સુંદર રીતે થયું છે. બંને પુત્રોના જેની સાથે વિવાહ થયા તે ક્રમશઃ સુશીલા અને સુરસુંદરી પણ પોતાના વ્યક્તિત્વ દ્વારા વાચકોના મન-મસ્તિષ્ક પર છવાઈ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જાય છે. આ બંને દેરાણી-જેઠાણી એકમેકથી તદ્દન વિરુદ્ધ પદ્ધતિ ધરાવતી હતી. સુશીલા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવતી સજજન પ્રકૃતિની હતી. જયારે સુર તેના નામ પ્રમાણે ભોગ-વિલાસમાં રાચનારી, અન્યના કહેવાથી દોરવાઈ જનાર સ્ત્રી હતી. ભીમસેન તથા હરિષણને ગૃહસ્થાશ્રમમાં મોકલ્યા બાદ માતા-પિતાએ સંયમમાર્ગે પ્રયાણ કર્યું. ભીમસેનને બે પુત્રો થયા - દેવસેન અને કેતુસેન. અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીવનનૈયાને અચાનક એક વંટોળ આવી ધ્વંશ કરી ગયો. અત્યાર સુધી રાજા ભીમસેન અને સેનાધ્યક્ષ હરિષણ એક મગની બે ફાડની જેમ જીવતા હતા, પરંતુ સુરસુંદરીએ હરિષણની કાનભંભેરણી કરી ત્યારથી ભીમસેન પર દુઃખના વાદળો ઘેરાયા. અચાનક ભીમસેનને જીવ બચાવવા રાજમહેલ છોડી પત્ની અને બે પુત્રો સાથે ભાગવું પડ્યું. ગામ-ગામ અને નગર-નગરની ઠોકરો ખાતા બંને પતિ-પત્ની અને પુત્રોને ઘણું દુઃખ સહન કરવું પડ્યું. પૂર્વકૃત કર્મોના ઉદય સવળું કરેલું પણ અવળું પડવા લાગ્યું. અનેક વિપત્તિઓ વચ્ચે ઘેરાયેલા હોવા છતાં પતિ-પત્નીએ ધર્મની શ્રદ્ધા લેશમાત્ર ચલિત ન થવા દીધી. બૂરા કર્મોનો વિપાક જાણી શાંતિથી જિંદગી પસાર કરતા હતા. એકબીજાના સુમધુર સંગાથમાં પર્વત જેવડા દુ:ખોને પણ રાઈ જેવડા બનાવવાની શક્તિ છે, તે તેમના સહવાસે સાબિત કર્યું. પ્રેમ-વિશ્વાસ, પરસ્પર પાત્રો વચ્ચેની શુભ ભાવના, આવેલા દુઃખોને વામણા બનાવી દે છે, પરંતુ આ સુખ પણ ભાગ્યદેવીને મંજૂર ન હોય તેમ, અશુભ કર્મોના ઉદયથી ભીમસેનની મતિ બગડી અને તે કાંઈક પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પત્ની-પુત્રોને ઊંઘતા મૂકી દૂર દેશાવર ચાલ્યો ગયો. આ પછી બંને પર કેટકેટલી વિપત્તિઓ - ૮૮ ૮૯

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145