Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 45
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો વિશેષતા : સાહિત્યના બધા ક્ષેત્રો જેમકે બાલસાહિત્ય, પ્રવાસકથા, જીવનચરિત્રો, નિબંધ, વાર્તા, ધર્મ, ઈતિહાસ, કામશાસ્ત્ર, લોકકથા, લોકગીતો, ચારણીગીતો, નાટક, ચિત્રપટ, પત્રકારત્વનું ખેડાણ કરેલું છે. સિદ્ધહસ્ત નવલકથાકાર જેમના દ્વારા ૧૭૦કથાનું સર્જન થયું. અંગ્રેજી, હિન્દી, બંગાળી, વ્રજ, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી જેવી આઠેક ભાષા પર પ્રભુત્વ. શીઘ કવિ ૨000 કાવ્યોના રચયિતા, ગાયક ઉપરાંત દેશદાઝસભર ઉત્તમ વક્તા. આયુર્વેદ ભૂષણ અને આયુર્વેદશાસ્ત્રી જેવી શ્રેષ્ઠતમ પદવીઓ પામનાર ઉત્તમ વૈદ્ય જે તેમના નામ સાથે જીવનભર જોડાયેલું રહ્યું. ઉત્તમ કથાના લોકસાહિત્યકાર કે જેઓ દુહા, છંદ, ભજન, સ્તવન ખૂબ સુંદર રીતે રજૂ કરી શકતા. તેમણે લખેલા ત્રણ નાટકો ખૂબ જ સફળ થયેલા. ઉપરાંત બે ગુજરાતી ચિત્રપટના ગીત-કથા પટકથા વગેરે લખેલા. શાસ્ત્રીય સંગીતની પણ સુંદર તાલીમ લીધેલ. સફળ તંત્રી, શતરંજના ઉત્તમ ખેલાડી, જૈન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવનાર તથા જૈન ધર્મના સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચારવંત બનાવનાર આ બહુમુખી, પ્રતિભાસંપન્ન લેખક વિષે એમ કહીશું તો અતિશયોક્તિ નહિ ગણાય કે ગુજરાતી ભાષામાં તેમણે જેટલા વિવિધ વિષયો પર લખ્યું છે તેટલું કદાચ કોઈએ લખ્યું નહિ હોય. ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા સાક્ષર અને સિદ્ધહસ્ત લેખકશ્રી ધામીજી એકાંતપરાયણ, સંસ્કારશીલ, નિષ્ઠાવાન, સિદ્ધાંતપ્રેમી સાહિત્યકાર હતા. અવિરતપણે સાહિત્યની સાધના કરવા છતાં નિઃસ્પૃહી, સરળ અને નમ્ર વ્યક્તિત્વના સ્વામી બની તેઓ અગ્રિમ પંક્તિના સર્જક બન્યા હતા. તેમણે અથાગ મહેનત અને આગવી સૂઝબૂઝ દ્વારા જૈન સંસ્કૃતિને, જૈન ઈતિહાસને અને જૈન સાહિત્યને પોતાના ઉત્કૃષ્ટ સર્જનો દ્વારા ગૌરવાન્વિત કર્યું છે. તેની કદર એક એક જૈનને હોવી ઘટે. એમાંયે તેમણે પોતાની નવલકથાઓમાં જે - જેના કથાનકોમાં સમ્બોધના સ્પંદનોસંદેશ આપ્યો છે તે વાંચી-વિચારી અનેક લોકો કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, ભોગવિલાસ વગેરે ત્યજીને કે ઓછા કરીને વિશ્વમૈત્રીના મહામંગલ માર્ગે ચાલવા પ્રેરણા પામી મુક્તિમાર્ગે આગળ વધવા માટે કટિબદ્ધ બન્યા છે. આવા સારસ્વતપુત્રનું એક નવલકથાના ચિંતન-મનન દ્વારા શબ્દાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કરી રહી છું. કથાનક - વેળા વેળાની વાદળી : સિદ્ધહસ્ત લેખક શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીનું ૧૨૭ મું સર્જન એટલે પ્રસ્તુત કથા. આ કથામાં ઐતિહાસિક ચરિત્ર ભીમસેનને નાયક બનાવી તેના દ્વારા જૈનદર્શનના કર્મના સિદ્ધાંતનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની ચાર થી પાંચ આવૃત્તિઓ થઈ છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. સંસ્કૃત સાહિત્યમાં ‘ભીમસેન ચરિત્ર' નામનો એક સુંદર કથાગ્રંથ છે જેનું મૂળ પ્રાકૃત ભાષાના ઈતિહાસમાં પડેલું છે. શ્રી અજિતસાગરજી મહારાજાએ સંસ્કૃત ગ્રંથ પરથી ગુજરાતી ભાષામાં ‘ભીમસેન ચારિત્ર' તૈયાર કરેલું છે. તેના પરથી પ્રેરણા લઈ લેખકે આ કથાનકની રચના કરી. જે દૈનિક વર્તમાનપત્ર ‘જયહિન્દ' માં પ્રગટ થઈ. ૩૧૧ પાનાના આ પુસ્તકમાં જીવનમાં આવતા સુખ-દુ:ખ, ઉતાર-ચઢાવ અને પૂર્વકર્મની લીલાઓનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ભગવાન મુનિસુવ્રતસ્વામીનું જન્મકલ્યાણક જે નગરીમાં ઉજવાયું છે તે રાજગૃહીના વર્ણનથી કથાની શરૂઆત થાય છે. આ કથાનો સમય લગભગ ૨૮૬૦ વર્ષ પહેલાનો ગણાવી શકાય. શ્રી નેમિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુની વચ્ચેના સુવર્ણયુગની આ વાત છે. રાજા ગુણસેન જૈન ધર્મ મતાવલંબી હોવાને કારણે વિનમ્ર, બળવાન, સદાચારી અને ધર્મપ્રિય હતા. બ્રહ્મચર્યની - ૮૬ - ૮ .

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145