Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 24
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બનવાકાળ એવો કે તે સમયમાં કુંભ રાજાના કુંવરને કોઈ સાપે ડંખ દીધો, કુંવર મૃત્યુ પામ્યો. કોપિત રાજાએ હુકમ કર્યો કે બધા સાપને પકડી પકડીને મારી નાખો. મરેલો સાપ લાવનારને સાપ દીઠ એક એક સોનામહોરનું ઈનામ. સર્પની શોધખોળ કરનાર કોઈ માણસને દૃષ્ટિવિષ સર્પની પૂંછડી દરમાં દેખાઈ. ખેંચવા લાગ્યો. સાપ સમજીને બહાર ન આવ્યો. અપાર વેદના થઈ, પૂંછડી તૂટી ગઈ. વેદના સહન કરી. સાપે દેહ છોડ્યો. બીજી તરફ કુંભ રાજા ચિંતીત છે. પુત્ર નથી – વારસ નથી એ ચિંતા કોરી ખાતી હતી. સ્વપ્ન આવ્યું, ‘હવે તું એવી પ્રતિજ્ઞા લે કે હું કોઈને પણ સાપ મારવાની આજ્ઞા નહિ કરું, સર્પહત્યા રોકી દઈશ તો તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” કુંભ રાજાએ એમ કહ્યું. દૃષ્ટિવિષ સર્પ મરીને કુંભની રાણીના પેટે અવતર્યો. નાગદત્ત એનું નામ પાડ્યું. યુવાવસ્થાએ પહોંચતાં નાગદત્ત કુંવરે ગોખમાંથી જૈન સાધુને દીઠા. જાતિસ્મરણશાન થયું. પૂર્વભવ યાદ આવ્યો. સાધુ મહારાજને વંદન કરી દીક્ષા લેવા તૈયાર થયો. માતાપિતાએ રોક્યો, સમજાવ્યો, પણ વૈરાગી નાગદત્ત દીક્ષા અંગીકાર કરે છે. તિર્યંચ યોનિમાંથી આવેલા હોવાથી અને વેદનીય કર્મનો ઉદય હોવાથી ભૂખ સહન કરી શકતા નથી. તેથી પોરસી માત્રનું પણ પચ્ચકખાણ નથી કરી શકતા. આપણને આપણી દશા યાદ આવે. ગુરુ મહારાજે મુનિની પ્રકૃતિ જાણી ઉપદેશ આપ્યો, ‘જો તારાથી તપશ્ચર્યા નથી થઈ શકતી તો તારે સમતા અંગીકાર કરવી જોઈએ.' સરળ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોસ્વભાવી નાગદત્ત મુનિએ ગુરુની વાતને મનમાં સ્થાપી દીધી. નિગ્રંથ સાધુએ સમતાની ગાંઠ બાંધી દીધી, દરરોજ સવારે એક ઘડુઆ (એક વાસણ) ભરીને કુર (ભાત) વહોરી લાવીને વાપરે ત્યારે જ હોશકોશ આવે. દરરોજની આ ભૂખની પીડાએ ‘કુરઘડ’ નામ છપાવી દીધું. કુરઘડુની ભોજનપ્રીતિ સામે અન્ય સહવર્તી ચાર સાધુઓ મહા તપસ્વી હતા. માસક્ષમણ તપ કરી લેતા. ચારે આહારવિજયી તપસ્વી સાધુઓ કુરઘડુ મુનિને ‘નિત્ય ખાઉ', ‘ખાઉધરો' જેવા વિશેષણોથી નવાજતા, તેની નિંદા કરતા, તેને તુચ્છ સમજતા. કુરઘડુ મુનિ તો સમતાની સાથે મૈત્રી કરી બેઠા હતા. બધા ઉપાલંભ, દ્વેષ, નિંદા, તિરસ્કાર સહી લેતા. એ અપમાનના શબ્દોને મન સુધી પહોંચવા જ ન દેતા. મહાપર્વનો દિવસ, ચાર ચાર તપસ્વી મુનિરાજો તો તપમાં શૂરા. લાચાર પેલા કુરઘડુ ! ભૂખ પાસે લાચાર. ગોચરી વહોરી લાવ્યા. જૈન આચાર પ્રમાણે કુરાડુ મુનિએ તપસ્વી મુનિરાજોને પાત્ર બતાવી નમ્રતાથી કહ્યું, ‘આપને આમાંથી કંઈક વાપરવાની અભિલાષા હોય તો વાપરો.” મધ્યાહ્નનના તાપ જેવો ક્રોધ તપસ્વી મુનિઓમાં ભભૂકી ઊઠયો. ચારે દિશામાંથી ચારે તપસ્વી ક્રોધાયમાન થઈ બોલી ઊઠ્યા, “કુરઘડુ ! આવા મહા પર્વના દિવસે પણ તમે તપ નથી કરતા? ધિક્કાર છે તમને ! અને ઉપરથી અમને વાપરવાનું કહો છો?” રાતાપીળા તપસ્વીઓ આટલેથી ન અટક્યા. ક્રોધ સાતમા આસમાને હતો. ‘હાફ... ઘૂં’ કહી કુરઘડુના લંબાવેલા પાતરામાં થૂક્યા. ઉપાશ્રય ગુસ્સાના લાલ રંગે ધગધગી ઊઠ્યો. - ૪૫ -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145