Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 28
________________ -જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો રીતે રાગભાવ કરતા રહેશો તો વાયુથી તરત જ પ્રકંપિત થઈ ઉઠતી હડ નામની વનસ્પતિની જેમ તમે પણ અસ્થિર ચિત્તવાળા આત્મા બની જશો. જેમ ગોવાળ ગાયો કે દ્રવ્યોના માલિક હોતા નથી, તેમ સંયમભાવ રહિત કેવળ વેશ પરિધાન કરવા માત્રથી તમે શ્રમણ ધર્મના માલિક રહેશો નહિ.” સંયમી સાધ્વી રાજેમતિના આવા કડક સુભાષિત વચનો સાંભળીને મુનિ રથનેમિ પોતાનું કર્તવ્ય સમજી જાય છે અને પુનઃ ધર્મમાં સ્થિર થઈ, ભગવાન પાસે આલોચના લઈ ચતુર્યામ ધર્મમાં સ્થિર થાય છે. જીવનપર્યંત નિશ્ચલ ભાવથી શ્રમણ ધર્મનું પાલન તથા ઉગ્ર તપનું આચરણ કરતાં કરતાં બંને કેવળી થયા અને બધા કર્મોનો ક્ષય કરીને તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. આ કથાનકમાં સાંપ્રત જીવનમાં ઉપયોગી થાય એવા સદ્બોધના કેટલાંય સ્પંદનો સ્ફુરીત થઈને આપણને વિશિષ્ટ બોધ આપે છે. ૧. જેનું ઉપાદાન શુદ્ધ હોય, તેને કોઈ પણ નિમિત્ત અસર કરી જાય છે. અન્ય જીવોની હત્યા પરલોકમાં ક્યારેય પણ કલ્યાણકારી નીવડતી હોતી નથી. અરિષ્ટનેમિકુમાર અત્યંત ઉપશાંત અને જિનેન્દ્રિય હોઈ તેમણે કૌમાર્યાવસ્થાથી જ કામવાસનાઓનું દમન કર્યું હતું. આથી જ તેમણે સાંભળેલા પશુ-પક્ષીઓના પોકારોથી તેમનું હૃદય કંપિત થઈ જાય છે અને પોતાના રથને ત્યાંથી તરત જ પાછો વાળવા માટે આદેશ આપે છે. ૨. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ અનિવાર્યપણે રહેલો જ છે. બે ભીંતો ક્યારેય પણ એકી સાથે પડતી હોતી નથી. પતિ-પત્નીમાંથી એકને વિયોગનું દુઃખ સહન કરવું જ પડે છે. આવું વિચારીને રાજેમતિ ભવિષ્યમાં કદાપિ પતિના વિયોગને સહન ન કરવો પડે એથી સર્વ સંબંધોનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરવા તત્પર બને છે. પર જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો ૩. સંયમભાવથી થયેલું પતન બ્રહ્મચર્યના તેજથી સ્થિર થઈ શકે છે. સ્ત્રી અને પુરુષનો એકાંત સ્થાને સહવાસ ક્ષણવારમાં સંયમભાવથી ચલિત કરી મૂકવા સમર્થ હોવાથી એ ઇચ્છવા યોગ્ય નથી. એટલા માટે જ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લેનારા દંપતીઓ માટે પણ બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ૪. પ્રતિકૂળ સંજોગોમાં પણ નાહિંમત થઈને હિંમત હારવાને બદલે આત્મવિશ્વાસપૂર્વક પોતાના શીલને બચાવવા પોતાના પ્રયાસો જારી રાખવા જોઈએ. નકારાત્મકતાભર્યા વિચારોને કરીને હિંમત હારવાને બદલે હંમેશાં હકારાત્મક વિચારો દ્વારા પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે લાગ્યા રહેવાથી અંતે મનુષ્ય અવશ્ય સફળતાને પામે છે. ૫. વૈરાગ્યપ્રેરક વચનોથી અને સંયમી જીવનની મહત્તાનું દર્શન કરાવવાથી પતિત થયેલ જીવોને પણ સંયમભાવમાં પુનઃસ્થિર કરાવી શકાય છે. શૂરતા અને વીરતાપૂર્વક તથા શૌર્ય અને વૈરાગ્યવાસિત વચનોથી પોતાનું સંયમજીવન બચાવવાની સાથે સાથે સામેની વ્યક્તિને પણ પોતાના કુલની કુલીનતાનું સ્મરણ કરાવીને પ્રાપ્ત થયેલા અતિ કિંમતી એવા મનુષ્યજન્મને સાર્થક કરી શકાય છે. ૬. સ્ત્રીશક્તિ કોમળ તથા મંદગતિની અને લજ્જાયુક્ત હોવા છતાં પણ કટોકટીની વેળાએ તે પ્રચંડતામાં પલટાઈને પ્રકાશિત થાય ત્યારે જગતનું સર્વે બળ પરાસ્ત થઈ જાય છે અને તીવ્ર સંયમશીલ, તપોબળ અને સંપૂર્ણ નિર્વિકારતાનો વિજય થાય છે. આ પાંચમા આરાના ઉતરતા કાળના વર્તમાન સમયમાં આજે આપણે રોજબરોજ નિર્ભયાકાંડો તથા બળાત્કારના અનેક કિસ્સાઓ વાંચી-સાંભળી રહ્યા છીએ ત્યારે આ સાધ્વી રાજેમતિનો કિસ્સો ખાસ કરીને બહેનો-સ્ત્રીઓને ૫૩

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145