Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 27
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભયગ્રસ્ત અને અતિદુ:ખિત પશુઓ અને પક્ષીઓના ચિત્કાર સાંભળ્યા. સારથિઓને પૂછતાં તેમને ખબર પડી કે આ પશુ-પક્ષીઓ પોતાના વિવાહ નિમિત્તે યોજાયેલા ભોજનમાં માંસાહારી જાનૈયાઓના માંસભક્ષણ માટે ભક્ષ્ય બનનારા હોવાથી ચિત્કાર કરી રહ્યા છે. તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિનું ઉપાદાન શુદ્ધ હોવાથી તેમના અંતરમાં અનુકંપાના ભાવો ઉત્પન્ન થયા. ગંભીર ચિંતનના પરિણામે તેમને તીવ્ર નિર્વેદભાવ પ્રગટ થયો અને સંસાર પ્રત્યે પૂર્ણ ઉદાસીનતા થઈ. ત્યાંથી પાછા વળતાં તરત જ પોતાના બધા જ અલંકારો ઉતારીને સારથિને આપી દે છે અને ત્યાં જ તેમને સંયમભાવ ઉત્પન્ન થાય છે અને એ એક હજાર પુરુષો સાથે દીક્ષા ગ્રહણ કરે છે. પૂ. અરિષ્ટનેમિ દીક્ષિત થયા બાદ ૫૪ દિવસ સુધી છબસ્થ અવસ્થામાં રહીને અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં રૈવતાચલ પર્વત પર અઠ્ઠમ તપ કરીને શુક્લધ્યાનમાં મગ્ન થાય છે. એ સમયે ઘાતી કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમને આપણે વર્તમાન ચોવીસીના ૨૨ મા તીર્થંકર નેમિનાથ ભગવાન તરીકે જાણીએ છીએ. લગ્નસંસાર માંડવાને બદલે અરિષ્ટનેમિ દીક્ષા લઈ રહ્યા છે એ સાંભળીને પહેલાં તો રાજમતી શોકથી મૂછિત થઈ જાય છે. પરંતુ, પછી પોતે અરિષ્ટનેમિ દ્વારા ત્યાગી દેવાઈ છે એમ જાણીને વિચાર કરે છે કે જો હું બીજા પતિનો સ્વીકાર કરે તો તે પણ હંમેશાં સાથે રહેવાના જ છે એવું નથી. કાળક્રમે પતિ-પત્નીમાંથી એકને તો વિયોગનું દુ:ખ સહન કરવું જ પડતું હોય છે. હવે કદાપિ પતિના વિયોગને સહન ન કરવો પડે તેથી સર્વ સંબંધોનો ત્યાગ કરી પોતાને પણ પ્રવજયા ગ્રહણ કરવી એ જ શ્રેયસ્કર છે એમ વિચારે છે. પછી અનેક રાજાઓ, સામાન્ય પુરુષો, સ્ત્રીઓ તથા પ્રભુનેમનાથના લઘુબંધુ રથનેમિ તથા રાજમતિએ પણ નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પ્રભુના દર્શન માટે એકવાર સાધ્વી રાજમતિ રૈવતાચલ પર્વત પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઘનઘોર વરસાદ પડવાથી ચારેકોર અંધકાર વ્યાપી જતાં અન્ય સાધ્વીઓથી એ છૂટા પડી ગયા અને તેમણે એક ગુફાનો આશ્રય લીધો. ત્યાં પોતાના ભીના વસ્ત્રોને સૂકવવા તે નિર્વસ્ત્ર થઈ ગયા ત્યારે ત્યાં અગાઉથી જ ધ્યાનસ્થ દશામાં બેઠેલા રથનેમિ મુનિ ઉપર તેમની નજર પડતાં એ ભયભીત થઈને બંને હાથોથી પોતાના અંગોને ઢાંકી દે છે. એકાંત અતિ ભયાનક છે. ત્યાં બીજરૂપ રહેલો વિકાર, રાખમાં દબાયેલા અગ્નિની જેમ પ્રગટ થાય છે. સંયમ સાધના કરતા રથનેમિ મુનિ ચરમશરીરી હોવા છતાંય નિર્વસ મહાસતી રામતિને જોતાં જ ક્ષણવારમાં તેમનું મન ચલાયમાન થાય છે અને તેમની પાસે ભોગો ભોગવવાની માગણી કરતાં કહે છે, “મનુષ્યભવ મળવો અત્યંત દુર્લભ છે માટે આવ, આપણે બંને સાથે ભોગો ભોગવીએ. ભોગો ભોગવ્યા પછી આપણે ફરી પાછા સંયમમાર્ગનું આચરણ કરીશું.” મહાસતી રાજમતિ સાવધાન થઈને તરત જ વસ્ત્રપરિધાન કરી લે છે અને પોતાના વૈરાગ્યભાવને દેઢ બનાવીને હિંમતપૂર્વક રથનેમિને સંયમભાવમાં પુનઃસ્થિર કરાવવા કહે છે, “જો તમે રૂપ, લીલા કે વિલાસમાં દેવ અથવા ઈન્દ્ર સમાન હો તો પણ હું તમને ઈચ્છતી નથી. અગંધન કુળમાં ઉત્પન્ન થયેલો સર્પ ભયંકર અગ્નિ જવાળામાં પડીને મરી જાય છે છતાં પણ પોતે વમન કરેલું પોતાનું વિષ પાછું ચૂસવા ઇચ્છતો નથી.” પડકાર કરતાં કહે છે કે, ‘ત્યાગેલા ભોગોનો પુનઃસ્વીકાર કરવા કરતાં મરી જવું બહેતર છે.’ તેમને પોતાનું કુળાભિમાન પ્રગટ કરાવતાં કહે છે કે, “ઉચ્ચ કુળમાં જન્મેલાઓએ દેઢ થઈને સંયમભાવનું પાલન કરવું જોઈએ. જો તમે કોઈપણ સ્ત્રીઓને જોઈને આવી - ૫૦ - ૫૧ -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145