Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 21
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આવ્યા છે. જૈન કથાસાહિત્યમાં જ્ઞાતાધર્મકથા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી તેવી શ્રુતપરંપરાથી માહિતી મળે છે, પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ ઉપલબ્ધ નથી. કથાનુયોગ એ સામાન્ય જનસમૂહ માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે. કથા-લોકકથા એ સાહિત્યનું હૃદય છે. આબાલવૃદ્ધ, ગરીબ-તવંગર, સાક્ષર-નિરક્ષર સર્વ કોઈને કથા સમસ્વરૂપે એકસૂત્રતાથી જકડી બાંધી રાખે છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે કે એને જેટલી સાંભળવા કે વાંચવામાં આવે એટલી જ સહેલાઈથી, સરળતાથી તે હૃદયંગમ થઈ શકે છે. આથી જ પ્રત્યેક ધર્માચાર્યોએ પોતાનો ધર્મોપદેશ કથાના માધ્યમ દ્વારા કરવાનું યોગ્ય, ઉચિત માન્યું છે. માનવજીવનમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે કથાથી ઉત્તમ સરળ, સહજ અને યોગ્ય કોઈ માધ્યમ નથી અને આથી જ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કથાસાહિત્યની લોકપ્રિયતા, પ્રચલિતતા વ્યાપકપણે જણાય છે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ દરમિયાન ધર્મ, વિજ્ઞાન અને તત્ત્વદર્શન જેવા ગૂઢ અને ગંભીર તત્ત્વોને અધિક સરળ, સુગમ, સુબોધ અને રુચિકર બનાવવા માટે કથાનો આશ્રય લીધો; જેને આગમસાહિત્યમાં સંગ્રહિત-સંકલિત કરવામાં આવ્યો. આગમ સાહિત્ય પછી ક્રમશઃ થતી કથારચનામાં પરિવર્તન આવતું ગયું. આગમમાંથી પ્રાપ્ત કથાઓ, ચરિત્ર અને મહાપુરુષોના જીવનના નાનામોટા અનેક પ્રસંગોમાંથી મૂળ કથાવસ્તુમાં અવાંતર કથાઓનું સંયોજન અને મૂળ ચરિત્રના પૂર્વજન્મોની ઘટનાઓને સમૃદ્ધ કરવી, એની કથાવસ્તુનો વિકાસ અને વિસ્તાર કરવાની પશ્ચાદ્દવર્તી શૈલી બની ગઈ, જે શૈલીનો પ્રભાવ રામાયણ, મહાભારત કે જાતકથી માંડીને ચારિત્રો, પારાયણો, આખ્યાયિકા, - ૩૮ - -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો - કથાકોષો ઈત્યાદિમાં પરંપરાગત રીતે જણાઈ આવે છે. વિશ્વભરના ધર્મ અને સાહિત્યએ દષ્ટાંતકથાનો સહારો લીધો છે. બાળદશાના શ્રોતાઓ અને વાચકોને ધર્મ અને તત્ત્વના ગહન રહસ્યો સરળતાથી રસમય રીતે સમજાય એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. કથાઓ દ્વારા પરિચિતતાની માધુરી અને અપરિચિતતાનો આનંદ આપી શકાય છે. દ્રવ્યાનુયોગના ગહન તત્ત્વો પ્રાથમિક દશાના વાચકો માટે સમજવા મુશ્કેલ-અધરાં છે, પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈવાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે. ધર્મ અને દર્શનને જગત સુધી પહોંચાડવા કથાનુયોગ સૌથી વધુ ઉપકારક બને છે. આગમમાં કથાનુયોગ અભિપ્રેત છે. કાદમ્બરીનો ભાવાનુવાદ કરનાર, કવિ ભાલણની ઉક્તિ અમારા હૃદયભાવને વાચા આપે છે, મુગ્ધ રસિક સાંભળવા ઇચ્છી પણ પ્રીરછી નવ જાય, તેહને પ્રીછુવા કારણે કીધું ભાલણે ભાષા બંધ.” મુગ્ધરસિક શ્રોતા સાંભળવા અને સમજવા ઇચ્છે છે, પરંતુ સમજી શકતા નથી અને સરળ રીતે સમજાવવા ભાલણ જે રીતે આસ્વાદ-ભાવાનુવાદનો પુરુષાર્થ કરે છે તેમ આપણે પણ કથાનકો દ્વારા આસ્વાદનો પુરુષાર્થ કરવો જોઈએ. વિશ્વના કથાસાહિત્યમાં જાસૂસી કથાઓ, જુગુપ્સાપ્રેરક કથાઓ, બીભત્સકથાઓ, હિંસાત્મક વીર કથાઓ પુષ્કળ છે, પરંતુ ધર્મ કે દર્શનસાહિત્યમાં આવી કથાઓને સ્થાન નથી. અહીં નીતિ-સદાચાર પ્રેરકકથાઓ, ચારિત્ર્યકથાઓ, તપ-ત્યાગની કથાઓ જ ધર્મકથાઓ છે, જે માનવજીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વળી, ૩૯

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145