________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનપૂજનમાં ગ્રહસ્થાને જેટલી બાહ્ય શુદ્ધિની જરૂર છે તેટલી બલકે તેથી વિશેષ આંતર શુદ્ધિની જરૂર છે. બાહ્ય શુદ્ધિ તો માત્ર ડી ક્ષણ પર્યત જાળવી શકાય તેમ છે. કારણ કે શ્રીમાનહરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે –
जवन देहदेशस्य, काएं यद्शुफिकारणं । પરંતુ ભાવશુદ્ધિ ઉત્પાદક ભાવનાનની વ્યાખ્યા આપતાં તેઓ જણાવે છે કે—ध्यानांनसा तु जीवस्य, सदा यद् शुद्धिकारणं ।।
ધ્યાનરૂપી જળવડે કરવામાં આવતું ભાવનાને આત્માની સર્વદા શુદ્ધિ જાળવી રાખે છે. જામરણજન્ય અનંત દુઃખથી મુક્ત એવું મોક્ષપદ મેળવવાની ઈરછાવાળા સાધુજનાને અસંખ્ય જંતુઓને નિષ્કારણ નાશ કરનાર બહિર સ્નાનને તેટલા માટેજ નિષેધ કરવામાં આવેલ છે. અને રાગદ્વેષાદિક મહા વિકારથી ભરેલા મનને જ અંતર મેલ ઈ સાફ કરવા સામ્ય વૃત્તિથી સદા તત્પર રહેવા ફરમાવેલ છે.
એક સ્થળે કહ્યું છે કે-“અંતર મેલ મિટ નહિ મનકે. ઉપર તન કયા દેયારે;” વળી બીજે સ્થળે પણ કહે છે કે- ધોબીડા તું જે મનનું ધોતિયું રે.” સર્વ કઈ મનની શુદ્ધિ માટેજ આગ્રહ કરે છે.
ભાવશુદ્ધ કિયાની ઉત્તમતા પ્રતિપાદન કરતા થકા શ્રીમાન યશોવિજયજી મ. હારાજે કહ્યું છે કે “શુદ્ધ ભાવને શનિ કીરિયા, બેહમાં અંતર કેતેજીઃ જહળતો સુરજને ખજુઓ, તાસ તેજમાં જેતો.'
શુદ્ધ ભાવપૂર્વક કરેલી ક્રિયા જાજવલ્યમાન સહસ્ત્ર કિરણવંત સૂર્યના જેવી છે. જ્યારે શુન્ય ભાવવાળી કિયા રાત્રિને વિષે ખજુઓ ઉડે છે તેના જેવી છે. ઉપયોગ પૂર્વક ગ્યકાળે થયેલી કિયાજ સર્વોત્તમ ફળ દેવાવાળી થાય છે.
અધ્યાત્મિક જ્ઞાન, તત્ત્વબોધ, વિવેકઆદિ યોગ્ય ઉપાથી પ્રાપ્ત કરેલી હદયશુદ્ધિ દીર્ઘકાળ પર્યત જાળવી શકાય છે અને તે અક્ષય સ્થિતિની પ્રાપ્તિ માટે મુખ્ય સાધનરૂપ થાય છે. વળી આ સંબંધમાં અન્ય વિદ્વાન લેખક કથે છે કે –
(ગઝલ) જીને આપવું જોયા નહિં, મન મેલક ધોયા નહિં : દીલ ડાઘ જોયા નહિં, અંઘેલ કિયા સે કયા ભય. કુત્તા હવે ધનપાલકા, ધંધા કિયા જાલકા હૃદયા ભયા ચંડાલકા, કાશી ગયા સે કયા ભાયા.
For Private And Personal Use Only