________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ ટુંકામાં લખવામાં આવશે અને ત્યાર પછી તેનું રહસ્ય પ્રદર્શિત કરવામાં આવશે. ઘેડી પ્રસિદ્ધિવાળા ચરિત્ર કરતાં વધારે પ્રસિદ્ધિવાળું ચરિત્ર રહસ્ય સમ જાવવા માટે વધારે ઉપયોગી થઈ પડે છે, તેમ ધારી પ્રથમ આ રાસ પસંદ કરવામાં આવેલ છે.
આ રાસને મુખ્ય વિષય શીળગુણની પ્રાધાન્યતા સૂચવનાર છે, પરંતુ આ વાંતર બીજા ઘણું વિષ રહેલા છે. શત્રુંજય મહાતીર્થનું દ્રવ્ય સેવન પણ કેટલું બધું ઉપકારક થાય છે તે આ રાસમાંથી નીકળી શકે છે. તેટલા ઉપરથી પિડિત શ્રી વીરવિજયજી નવાણુ પ્રકારી પૂજામાં લાવ્યા છે કે–“દવ્ય સેવનથી સાજા તાજા, જેમ કુકડે અંદરાજા રે એ તીરથ તારૂ.” સ્ત્રી જાતિને આ રાસમાંથી ઘણું સમજવાનું મળી શકે તેમ છે. વળીનું આખું ગાત્ર સ્ત્રી જાતિ માટે ઉપયેગી છે. તેની છેડી પણ પતિની આજ્ઞા વિરૂદ્ધ કરેલી ભૂલ તેને કેટલું દુઃખ આપનારી થાય છે તે ખાસ ધ્યાન ખેંચવા લાયક છે. ચંદરાજા કુકડો મટીને મનુ થયા પછી ગુણવળીએ લખેલ કાગળ અને તેને ચંદ રાજાએ આપેલ જવાબ એ અને કાગ. છે સ્ત્રી જાતિએ કઠે કરવા લાયક છે. તેવા ઉપયોગી હોવાને લીધે જ તે કાગળો જુદા પણ છપાએલ છે. પ્રેમલાલછીનું ધર્ય પણ વખાણવા લાયક છે. પશુપણે પ્રાપ્ત થયા છતાં પણ ચંદરાજાની ઉદારતા ઢાંકી રહેતી નથી એ યાદ રાખવા જેવું છે, વિરમતિની ચંદરાજા પ્રત્યેની કરતા ત્યાજ્ય હોવા સાથે મરણમાં રાખવા લાયક છે. સ્ત્રી જાતિ શું ન કરે? તે તેના પરથી સમજાય તેમ છે. આવી અનેક બાબતે આ રાસમાં ૨હસ્ય તરીકે સમાયેલી છે. તેને જુદી પાડીને વાંચનારા બંધુઓ પાસે રજુ કરવા માટે જ આ લેખ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ રાસના કત્તા મેહનવિજયજી લટકાળા કહેવાય છે. આ રાસની ઢાળે ના રોગ અને તેની ઝડઝમક વખાણવા લાયક છે. તેને બરાબર વાંચનાર, માતાઓને સ્થિર કરી દે તેમ છે. રાસના કત્તી પ્રારંભના દુહામાંજ મંગળાચરણ કર્યા પછી કહેછે કે–“મધુર કથા રચના મધુર, વકતા મધુર નિમ હાયઃ મધુર એ તે ઘે મધુરતા, જે હેય શ્રેતા કેય.” કથા મધુર, રચના મધુર અને વકતા મધુર છતાં પણ એ મધુરતા જે શ્રેતા મધુર હોય તેજ મધુરપણું આપે છે, અર્થાત્ મધુરની ત્રિપુટી મળ્યા છતાં મધુર ચતુષ્ટય પૂર્ણ થવા માટે શ્રેન મધુરની પણ આ વશ્યતા છે. અમારે લેખને અંગે વાંચનાર બંધુ મધુર હોવાની જરૂર છે. જે તે લેખની મધુરતાનું આસ્વાદન કરી જાણે તેજ લેખ લખવાનો પ્રયાસ સફળ થાય છે.
કત્તાએ રાસના પ્રારંભમાં મંગળાદિ ચતુષ્ટય કહેતાં પ્રથમ મંગળ પ્રકટ કરતાં શ્રી આદીશ્વર પ્રભુ, પુંડરિક ગણધર, સરસ્વતી દેવી અને ગુરૂ મહારાજને નમસ્કાર
For Private And Personal Use Only