Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર•!! : 1. પવન ખાવાની બુદ્ધિએ વધારે વખત બેસી રહેતાં નિદ્રા આવી જાય છે-પ્રમાદ સેવાય છે. તે નહિ કરવાનું ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જિનભક્તિ કે ધર્મચર્ચાના કારણુ શિવાય દેરાસરમાં વધારે વખત રોકાવું તેજ અયોગ્ય છે. જુગટુ રમવાને સંબંધમાં નાની અવસ્થાના છોકરાઓ કેડીઓ પાના પિસા વિગેરેથી ઘણીવાર રમે છે તેનું સખ્ત રીતે નિવારગુ થવું જોઈએ. પ્રથમની સાત આશાતનામાં પણ નાના બાળકોને સાથે લઈને આવનાર સ્ત્રી તેમજ પુરૂએ બાળક મૂત્રે નહીં કે વડી નિત કરે નહિ તેને માટે બહુ દયાન રાખવાની જરૂર છે. ઘણી સ્ત્રીઓ એવી આશાતનાના સંબંધમાં બેદરકાર રહે છે. વળી કેટલીક તો બાળકે એવી આશાતના કરી હોય તે તે સાફ કર્યા વગર અથવા કરવાનું કહ્યા વગર ગુપચુપ ચાલી જાય છે, પણ એ મહા આશાતના છે. કેટલીક સ્ત્રીઓ બાતુ આવવાના દિવસ નજીક હોય છતાં વધારે વખત દેરાસરમાં બેસી રહે છે અને એ સંબંધી આશાતના થતાં શરમની મારી બોહવા ચાલ્યા વિના ચાલી જાય છે. આવી આશાતના મહેસવાદિ પ્રસંગે તેમજ પર્વતિથિ એ બહુ થવાનો સંભવ છે, કારણ કે તે વખતે સ્ત્રી જતિ બાળકો સહિત બહ વખત બેસી રહે છે. પ્રતિષ્ઠા, વૃદ્ધ ના, શાંતિ સ્નાત્રાદિક પ્રસંગે પણ સ્ત્રી જાતિ તરફથી ઉપર કહેલી આશાતના ભય વધારે રાખવામાં આવે છે અને તેવી આ શાતન થવાથી કેટલીકવાર વિપરિત પરિણામ આવે છે. માટે ઉપર કહેલ તમામ પ્રકારની અને ઉપલક્ષણથી તેને લગતી અન્ય પ્રકારની ભેગ આશાનનાઓ પણ અવશ્ય વર્જવી. ઉપાશ્રયાદિકમાં પણ આ આશાતના યથાગ્ય સ્થાને વજર્ય છે, તે વિવેકથી વિચારી ગ્ય વર્તન કરવું. ચેથી દુપ્રણિધાન આશાતનાનું સ્વરૂપ આ પ્રમાણે–' रागेण व दोसेण व, मोहेण व मुसिया मणोवित्ती। उप्पमिहाणं जन्नइ, जिणविराये तं न कायव्यं ।। “રાગે કરીને અથવા જે કરીને અથવા મેહ (અજ્ઞાન) વડે કરીને ચિત્તની વૃત્તિ જે દુષિત થાય તે પ્રણિધાન કહેવાય છે. તે આશાતના જિનંદ્રના સં. બંધમાં ન કરવી.' આ આશાતના બહુ ગંભીર અને વિચારવા લાગ્યા છે. જિનમંદિરમાં પ્રવેશ કયાં પછી સ્ત્રી પુત્ર કે મિત્રાદિ તરફની રાગ દશાથી અથવા અપ્રીતિના ઉત્પાદક કેઈપણ સ્ત્રી પુરૂષાદિક તરફ ધ જાગવાથી તેમજ અજ્ઞાન દશાને લઇને થતા અનેક પ્રકારના મેહથી ચિત્તની વૃત્તિ ડોળાઈ જાય છે એ ચેકસ વાત છે. જ્યારે એ ભાવે ચિત્તમાં જાગે છે ત્યારે તેની અંદર જિનભક્તિ, જિનેશ્વરનું બહુમાન, તેમના અનંત ગુણેનું ચિંતવન, પિતાને સ્વભાવિક ગુણે પ્રગટ કરવાની તીવ્ર જીજ્ઞાસા અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64