________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાર
તે નિમિત્તે ભગવંતની ચિત્તદ્વારા પ્રાર્થના એ સઘળું ટકી શકતું નથી. વિચાની સ્થિતિ રીતિજ બદલાઈ જાય છે. ચિત્ત ચકડોળે ચડે છે અને તે પિતાનું કર્તવ્ય ચુકી અન્ય દિશામાં ગમન કરે છે. સાધ્ય ભુલી જ જવાય છે. આ આશાતના નહિ કરનારા ઉત્તમ પુરૂષે તે શિરસાવધ છે. તેવા પુરૂ અનુકરણને યોગ્ય છે. જિનપૂજાદિ ક્રિયામાં ચિત્તવૃત્તિને તપ કરવી, અન્ય વ્યાપાર માત્ર ભૂલાવી દેવા, રાગ છેષ કે મોહને પ્રવેશ કરવા ન દે-તે પ્રસંગ જ આવવા ન દે તે પ્રબળ આ મસંયમ છે. આ આશાતને થવાથી જ પ્રાણી જિનપૂજાદિ અમૃતમય કરણીનું તથા પ્રકારનું ફળ મેળવી શકતો નથી, માટે ઉત્તમ પુરૂષોએ દુપ્રણિધાન આત ના ન થવા માટે અહર્નિશ જાગૃત રહેવું. રાગ દ્વેષને મેહ એ તે છળ જેનારા રટા છે. બાહ્ય કારણ પ્રાપ્ત થયા શિવાય પણ માત્ર મનની અંદર વિચાર માત્રથી ઉદ્દભવી તેઓ પિતાને અમલ ચલાવે છે. તે પછી બાહ્ય નિમિત્ત મળે ત્યારે તે તેના બળનું શું કહેવું? માટે બનતાં સુધી દુપ્રણિધાન થાય તેવાં કારણે થીજ દૂર રહેવું. છતાં કદી તેવાં કારણે મળી જાય તે તે વખતે ચિ તને કબજે રાખવું અને રાગ દ્વેષ કે મોહના સામ્રાજ્યને આધિન ન થવું. આ આશાતના ઘણે વખત તે માત્ર માનસિક વિચારણાથીજ થાય છે. હાથવડે પ્રભુની પૂજા કરે અને ચિત્ત તો કયાંક ભમતું હોય, તેમાં રાગદ્વેષાદિની સ્લાગુ થયા જ કરે અને આત્મા તેને આધીન થઈ કર્તવ્ય ચુકી જાય. માટે આ બાબત બહુજ સંભાળ રાખવા ચોગ્ય છે. ગુરૂવંદનના સંબંધમાં પણ આ આશાતના વજર્ય છે. પાંચમી અનુચિત્ત વૃત્તિ આશાતના છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે –
विकहा धरणयदाणं, कलह विवायाइ गेह किरियान ।
आणुचियवित्ती सव्वा, परिहरियव्वा जिगिहम्मि ॥ “વિકથા કરવી, ધરણું ઘાલીને બેસવું, કળ વિવાદાદિ કરવા તેમજ ઘરની . ક્રિયાઓ (ઘરનાં કામકાજ) કરવી એ સર્વ અનુચિત આશાતના કહેવાય છે તે જિનમંદિરમાં વર્જવી.”
ધર્મચચાથી અનભિજ્ઞ માણસે તે દેરામાં બેસીને તડાકાજ મારે છે તે વિ. કથારૂપજ છે. તે તે સર્વથા વર્ષ છે. માત્ર ધર્મ ચચ શિવાય બીજી વાતચિત પણ જિનમંદિરમાં કરી શકાય નહિ. કેટલાક માણસે બેસે છે તે ધર્મચર્ચા કરવા પણ તેમાંથી આડા કંટાઈ વિસ્થા કરવા મડી જાય છે તેમણે સાવધાન રહેવાની જરૂર છે. વિસ્થા કોને કહેવી? ને તે કેટલા પ્રકારની છે? ઈત્યાદિ વિવરણ અહીં કરવામાં આવતું નથી. વિકથાના ચાર અને છ સાત વિગેરે ભેદે છે તે સુજ્ઞ મનુષ્ય
For Private And Personal Use Only