Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશાતના-પરિત્યાગ. પાસેથી સમજી લઈને વર્જવા. ધરણું ઘાલીને બેસવું એટલે લાંઘવા બેસવું. કોઈની પાસેના લેશાને પ્રસંગે અથવા નાત જાતના કે સંઘના વાંધા કે તકરાર વિગેરે પ્રસં. ગોએ આ ક્રિયા કરવામાં આવે છે. પરંતુ જિનમંદિરે તેવા કોઈ પણ કારણસર બેસવું કે બેસવાની સલાહ આપવી તે તદ્દન અયોગ્ય છે; અનુચિતવૃત્તિરૂપ હોવાથી તદ્દન વર્ષ છે. કલહ ને વિવાદવિ તે જુદા જુદા કારણને લઈને જિનમંદિરની અંદર શું સાધ્ય છે ? શું કર્તવ્ય છે ? તેને નહિ સમજનારા અથવા સમજ્યા છતાં સાધ્યને ચુકી જનારા-કર્તવ્યથી ભ્રષ્ટ થનારા કરે છે. તે વખતે દેધ તેમજ અભિમાનનું સામ્રાજ્ય એટલું વિસ્તાર પામી જાય છે કે તટસ્થ રહીને જેનારજ નેનો તેલ કરી શકે છે. કલહ વિવાદાદિને વર્ય સમજનારા પણ એ વાતને ભૂલી જાય છે. ઘરની ક્રિયાઓ તે નાનાં ગામડાં વિગેરેમાં દેરાસરનેજ ઘરરૂપ માની બેસનારા સ્ત્રીઓ અને પુરૂ દેરાસરની પાસેના વસવાટથી અનેક પ્રકારની કરે છે. દેરાસરમાં અનાજ સુકવે છે, લુગડાં પુએ છે, લુગડાં સુકવે છે, માથાં એળે છે, પરૂ નામાં માંડે છે, હિસાબ કરે છે, વાંધાઓ પતાવે છે, પંચાતે કરે છે; ઈત્યાદિ અનેક પ્રકારની આશાતનાએ કરે છે. જિનમંદિર સંબંધી જે ૮૪ આશાતનાઓ કહેવામાં આવેઢી છે, તેમાં અનુચિતવૃત્તિના પેટામાં સમાય એવીજ ઘણી આશાતનાઓ છે. સમજુ ની પુરૂષે તે પ્રાયે આ આશાતના ઓછી કરે છે, તેમજ મોટા શહેરોમાં પણ આવી આશાતના ડી થાય છે, પરંતુ નાનાં ગામડાંઓમાં તે ઘણે ઠેકાણે થતી જોવામાં આવે છે, તેનું નિવારણ કરવા માટે બનતા પ્રયતન કરવાની જરૂર છે. ઉત્તમ પુરૂ નું કામ પતે આશાતના ન કરવી અને બીજી પાસે ન કરાવવી તે છે. બાગેવાને ધારે તે આ જાતિની આશાતના ન થાય તે બંદે બસ્ત કરી શકે છે. અનુચિત વૃત્તિની અંદર ઉપર કહેલી અવજ્ઞા આશાતના, અનાદર આશાતના, ગ આશાતના અને દુ:પણિધાન આશાતના એ ચારેનો સમાવેશ થઈ શકે તે છે. કારણકે તે સર્વે અનુચિત વર્તન રૂપજ છે પરંતુ અહીં તે માત્ર બહેને ભારે કાયિક વર્તનનેજ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રમાણેની પાંચ પ્રકારની આશાતના વલભીરૂ પ્રાણીઓ અવશ્ય વર્જવા ગ્ય છે. એમાં ત્રણ પ્રકાર માનસિક આશાતના ને બે કાયિક આશાતનાના છે. અવજ્ઞા અનાદર ને દુપ્રણિધાન એ ત્રણે પ્રકાર માનસિક છે છતાં તે પૈકી અવજ્ઞા ને અનાદરમાં કવિક વર્તનને પણ સમાવેશ કરવામાં આવ્યું છે. અનાદરની અંદર શુન્ય ચિતે જિનપૂજાદિ કરવારૂપ આશાતને બતાવેલી છે તે માનસિક છે. આ બધા પ્રકાર જુદા જુદા બતાવવાનો હેતુ માત્ર અપર પ્રાણ ભૂલ ન ખાય તે છે. બાકી સત્ત જનો તે આ કતિ કરવામાં આશાતના થાય છે કે કર્તા બનાવાય છે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64