Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ ' ': ૧ એ બીજુ મહાવ્રત છે. તેમાં તેમજ બીજા વ્રતમાં મન વચન કાયાથી કરવું કરાવવું અને અનુમોદવું નહિ એ નવ પ્રકાર સમજી હોવા. તીર્થકર મહારાજની આજ્ઞા સિ. વાયની વસ્તુ લેવી નહિ, ગુરૂના ફરમાન વગર વસ્તુ લેવી નહિ, સચિત્ત વસ્તુ લેવી નહિ અને વસ્તુના સ્વામીની આજ્ઞા વગર કોઈ વસ્તુ લેવી નહિ, એ અદત્તાદાન વિ. રમણરૂપ ત્રીજું મહાવત છે. કોઈ પણ દેવતા, મનુષ્ય કે તિર્યંચની આ સાથે ભેગા ભેગવવા નહિ, ભેગવવાની ઈચ્છા કરવી નહિ, કરેલા ભોગ સંભારવા નહિ અને ઈ. રાદાપૂર્વક સ્ત્રીની સામે દષ્ટિ મેળવીને જેવું પણ નહિ,એ મૈથુન વિરમણરૂપ ચતુર્થ મહાવત છે. અને પૈસા, અનાજ, ઢર, વિગેરે કોઈ પણ વસ્તુ ઉપર મૂછો રાખવી નહિ અને માલી કી ધરાવવી નહિ એ પરિગ્રહ વિરમગુરૂપ પાંચમું વાત છે. એ પાંચ મહાવ્રતનો બહુ વિસ્તાર થઈ શકે તેમ છે પણ આ તેમ કરવાની આવશ્યક તા નથી. એ પંચ મહાવ્રત ધારણ કરવા એ સાધુધર્મનું પ્રથમ લક્ષણ છે. - સાધુ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે હોઈ શકે છે. મુનિને વેશ માત્ર ધારણ કરવાથી દ્રવ્ય સાધુ કહેવાય છે. તદુપરાંત સાધુચાગ્ય ધર્મ પાળવા સાથે અંતઃકરણ થી ત્યાગ વૃત્તિ જેનામાં હોય તે ભાવ સાધુ કહેવાય છે. દ્રવ્યલિંગની જરૂર શાસ્ત્રકારે વારંવાર બતાવી છે. તે વગર સાધુપણાની માન્યતા અસંભવિતજ છે એમ એકાંત વચન તે નજ કહેવાય, પણ સંસારના આરંભ સમારંભમાં પ્રવૃત્ત થયેલા, પરિગૃહ રાખનારા અને વાહનાદિમાં બેસનારા, દ્રવ્યલિંગ ધારણ કર્યા વગર ભાવ સાધુ હોવાને દાવો કરતા હોય છે તેવા આમાં સાધુપણાને ગભવ માનવામાં આવે તેમાં કાંઈ છેટું લાગતું નથી. સાધુ ધર્મમાં ઉપર જણાવેલા પંચ મહાવ્રત ઉપરાંત દશ યતિ ધર્મ પાળવાનું હોય છે તે ખરેખર દેવી સંપત્તિ છે. એ સદ્દગુણે એટલા વિશાળ અને વિસ્તૃત છે કે તેઓને જેમ જેમ વિકવર કરવામાં આવે તેમ તેમ તેમાં થી શ્રેણીબદ્ધ સદગુણ પ્રાપ્ત થતા જાય છે. એ દશ યનિધના નામ માત્ર જાણવાથી સમજાશે કે તે કેવી ઉચ્ચ પંકિતના સદગુણ છે. ગમે તેવા ક્રોધના પ્રસંગ પર પણ મનની શાંતિને જરા પણ ભ પમાડ્યા વગર તેની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવી એ ક્ષમા ગુ; ગમે તેટલું માન સન્માન મળે છે પણ તેને તાબે ન થવું, તે મેળવવા ઈછા રાખવી અને પિતાની લઘુતા વિચારી તે માર્દવ ગુણ; ગમે તેવા પ્રસંગે સરલ પ્રકૃતિવાળા થવું, કપટ યુકત વચન કે તનેને દૂર કરવા તે આ જીવ ગુણ; કોઈ પણ પગલીક વસ્તુ મેળવવા, પારો રાખનાને કે નાની કોવરાવવાને લેભ રાખવે તે મુકત ગુણ; એકાસા, ઉપવાસ, ઉદરી, વૃત્તિ સંક્ષેપ વિગેરે બાહ્ય અને પ્રાયશ્ચિત, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે અંતરંગ તપ બને તેવી રીતે અને બને તેટલે કયી કરે તે તપ ગુગ; ડાબી ઇન્દ્રિય પર અંકુશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64