________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવવા માટે પ્રયાસ કર્યા કરે છે, પણ સુખનો તેને સ્પષ્ટ ખ્યાલ નથી; તેથી પા ર્થિવ સુખ મેળવવામાં આનંદ માની લે છે. પાર્થિવ સુખ તે વાસ્તવિક સુખ નથી, પણ એક પ્રકારની માન્યતાજ છે. એવા પ્રકારની ખોટી માન્યતાને પરિણામે આ જીવ ખોટી કલ્પનાની જાળમાં અટકાયા કરે છે, અને સુખને બદલે ઉપાધિ વહેરી લે છે. જેને તે સુખ માને છે તે વસ્તુતઃ સુખ નથી પણ ઇદ્રિય તૃપ્તિ છે, ક્ષણિક ઇંદ્રિય સતેષ છે અને ઇન્દ્રિયો પિતાની નથી. આ પ્રમાણે થવાનું કારણ એ છે કે ખરેખરી રીતે તે પિતાની જાતને જ ઓળખતું નથી. માત્ર બાહ્ય સ્વરૂપને તે પિ તાનું સમજે છે અને તેથી સુખને બદલે ઉપાધિને તે સુખ માની સ્થૂળ પદાર્થોમાં રપ રહે છે. એને પરિણામે તે નવીન ઉપાધિ ગ્રહણ કરે છે, અને ચક્રમ
ગાં પડી જાય છે. ઇદ્રિયસંતેષનાં માની લીધેલાં સુખના બદલામાં તે પોતાના આત્મિક ગુણોને ભલી જાય છે, અને પછી એક ખાડામાંથી બીજામાં અને બીજા માંથી ત્રીજામાં એમ આગળ આગળ પડતું જાય છે અને કબ્રમણ કર્યા કરે છે. તેમ કરતાં કોઈ વાર તે શુભ કર્મબંધ જેને પુય કહેવામાં આવે છે તે કરી કાંઈક ઇદ્રિય સંતોષ મેળવે છે અને વળી પાછા અશુભ કર્મબંધ કરી ઇન્દ્રિયોને પણ સુખ આપી શકતા નથી. આવી રીતે વતેલમાં પડી ઉપર નીચે આવ્યા કરે છે. એમ કરતાં કોઈ વખત એને પોતાના સ્વભાવનું જ્ઞાન થાય છે, ત્યારે જ તે સમજે છે કે, હું જે માર્ગ પર હતું તે સુખ મેળવવાનો રસ્તે ન દે, પણ રખડપટ્ટીમાં પડવાનો વિષમ (ફેટ) માર્ગ હ. આવા વિચાર પરિબાવે તે શુદ્ધ માર્ગની ગષણા કરે છે અને તેમ કરતાં તેને શુદ્ધ, માર્ગની પ્રાપ્તિ થાય છે.
જ્યારે તે શુદ્ધ માર્ગ જુએ છે ત્યારે તેને સમજાય છે કે, અત્યાર સુધી જે વસ્તુ એમાં પિતે આનંદ માનતા હતા તે તે પર વસ્તુ છે, તેની નાની નથી, તેને તેની સાથે સંબંધ નથી, હોય તે કદાચિક છે અને પરિણામે વિયોગ નિઃસંશય છે, તે મજ તે છેડા વખતના સંબંધથી પોતે જે આનંદ માન હતું તે વાસ્તવિક આનંદ પણ નથી પણ દુઃખ વધારનાર છે, દુઃખમાં ડૂબાવનાર છે, ચકભમણ કરાવનાર છે. આ વિચારને પરિણામે તેને પિતાની વસ્તુ કઈ છે અને પરમ આનંદ હમેશને માટે ક્યાંથી પ્રાપ્ત થાય તેમ છે એ શોધવાની ઇચ્છા થાય છે અને તે છેધતાં તેને માલુમ પડે છે કે, ઘર, પૈસા, સ્ત્રી, પુત્ર, વિગેરે વસ્તુઓ બાહ્ય ઉપાધિ છે અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર વિગેરે આંતરિક ઉપાધિ છે. એ સર્વ આનંદ આપવાને અશકત છે અને તેમાં પોતે અત્યાર સુધી જે આનદ માન વંતે તે મોટી ભૂલ હતી. જેમાં આનંદ નથી, જેમાં તે આપવાની શક્તિ નથી, તેમાં થી તે શોધ એ મર્ણતાજ છે. આવા વિચારને પરિણામે પછી પર વનુ ઉપર
For Private And Personal Use Only