________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી ! તે વખતે ચિત્રવિદ્યામાં નિપુણ એવા કેઈ પુરૂપે ત્યાં આવીને કુમારના હસ્તમાં એક ચિત્રપટ આપ્યું. તે જોઈને વિસ્મય પામેલા કુમારે તે ચિત્રકારને પૂછ્યું કે તેણીની રૂપલક્ષમી આ ચિત્રને અનુરૂપ (ચિત્રના જેવીજ) છે કે નહીં ? ત્યારે તે ચિત્રકાર છે કે – હે કુમાર ! આ ચિત્રવડે કરીને તેની રૂપ લક્ષમીનું સાશ્ય પાનું શી રીતે કરી શકાય ? કે પુરૂષ ચંદ્રની ચંદ્રિકાને ચિત્રમાં ચિત્રી શકે ? દષ્ટિની લીલાવિગેરેથી રહિત એવું આ ચિત્રકર્મ તેણીની સમાન કયાંથી થાય? વળી તેણીનું અધુજ શરીર દેખાતું હોવાથી આ ચિત્રને તેણી ના પ્રતિબિંબની ઉપમા પણ ઘટી શકતી નથી. હે કુમાર ! લિપિશાસ્ત્રના અભ્યા સને લીધે સમગ્ર વિશ્વનાં સ્વરૂપ મારા હાથમાં આવ્યાં છે, તેથી કહી શકું છું કે ત્રણ જગતમાં પણ આવી કઈ સ્ત્રી નથી. આ પ્રમાણેની તેની વાણી સાંભળી તે કુમાર ચિરકાળ સુધી ચિત્રમાં રહેલી તે કઈ અદભુત સુંદર સ્ત્રીને જોઈ રહ્યો અને પછી જાણે તે કામદેવનાં બાણથી પીડાતા હોય તેમ મસ્તક ધુણાવવા લાગ્યો. એક ક્ષણવારમાંજ તે ધીરબુદ્ધિ વાળા કુમારે પિતાના વ્યાકુળ થયેલા આત્માને પાછો સ્વસ્થ કર્યો, અને તે ચિત્રને મુકી દઈને તે ચિત્રકારને યોગ્ય રાત્કાર કર્યો. પછી પ્રતિહારે અમને ઓળખાવી ત્યારે તે નિપુણ કુમારે હર્ષના સ્મિતથી પ્રપુલ્લિત થયે. લ ઉલ દષ્ટિ અમારા પર નાંખી. અમે પુષ્પમાળા, કપૂર અને ચંદન વિગેરે ઉપહાર તેની પાસે મૂક્યાં, તે તેણે પોતાના ઉજવલ ગુણસમૂહની જેમ બહુમાન પૂર્વક ગ્રહણ કર્યું. પછી તેણે અપાવેલાં આસન પર યથાયોગ્ય અને સર્વે બેઠાં એટલે તે મહાશયે અમારી સાથે ચિરકાળ સુધી વાત કરી. વાતના પ્રસંગમાં મેં તેને કહ્યું કે “ગારસુંદરી પાસે એક કડાપપટ છે, તે ઘણેજ વિદ્વાન છે, તે તમારી સભાનેજ ગ્ય છે.” ત્યારે કુમારે કહ્યું “મારી પાસે પણ હૃદયને કેતુ ક આપનારે એક પિપટ છે, પણ તે પાછળ રહેલે છે. એવામાં તે કુમારને કેઈક ચરપુરૂષ બલ્ય કે—“ તે પોપટને માણિકયના પાંજરા સહિત ચાર લે કે. એ હરણ કર્યો છે. તે સાંભળીને કુમાર કાંઈક ચિંતાતુર થયો છે તેમ ક્ષણવાર રહ્યા, ત્યાર પછી ચંદ્રમંડળ આકાશ રૂ૫ મંડપના કુંભરૂપ થયું ત્યારે કર્તવ્યને વિષે પ્રવીણ એવા તે કુમારે સત્કાર પૂર્વક અમને વિદાય કર્યો. તે બહેન | આવે તે સનકુમાર ત્રણ જગતને ચમત્કાર ઉત્પન્ન કરનાર, મનહર ચારિત્રનાં સ્થાનરૂપ અને લક્ષમીના કીડાપર્વત રૂપ જયવંત વર્તે છે.”
આ પ્રમાણેનાં ચંપિકાનાં વચન સાંભળીને –“અરે! તે સનતકુમાર કયાં છે કેમ તે હજુ સુધી મને બોલાવતા નથી ? કેમ તે મને સૂકત ભણાવતા નથી ? અને કેમ તે મને ફળ આપતા નથી ?એ પ્રમાણે પેલે પોપટ બોલે, તે સાંભળીને કાંઈક વિલક્ષતાવાળી શિંગારસુંદરી બોલી કે – “સખી! મારું મન જેને વિષે
For Private And Personal Use Only