Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય ભગવાન મહાવીર સ્વામિના મહાનિર્વાણ પછી લગભગ ૧૦૦૦ વર્ષના અંતરાલ પછી ભગવાનના ઉપદેશની અર્થાત્ આગમોની અંતિમવાચના સૌરાષ્ટ્રના વલભીપુર નગરમાં થઈ હતી. આ વાચના દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ નામક મહાન આચાર્યના અધ્યક્ષપદે ભરાયેલી વાચના પરિષદ દ્વારા થઈ હતી.
પ્રસ્તુત ચિત્રમાં નીચેના ભાગમાં આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મુનિ ભગવંતોને આગમના પાઠો લખાવતા દેખાય છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વભવની કથાનું આલેખન થયેલું છે. રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે સમવસરણમાં સૌધર્મેન્દ્રને કહ્યું કે મને ગર્ભાવસ્થામાં દેવાનંદાની કૂખેથી ત્રિશલાની કૂખમાં મૂકનાર હરિશૈગમેથી દેવ જ દેવર્ધિગણિ નામથી મારા નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ બાદ થશે. અને તેઓ દષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણનાર થશે.
ચિત્રમાં ડાબી બાજુએ યુવાન દેવર્ધિને શિકારે જતાં આગળ-પાછળ ત્રાડ નાખતા સિંહ દેખાય છે અને દેવ દ્વારા બોધ પામી તેઓ સન્માર્ગે વળે છે. તે દશ્ય છે.
આચાર્ય દેવર્ધિગણિએ વલભીપુરમાં ૫૦૦ આચાર્યો સમક્ષ પાંચમી આગમ વાચના કરી, ૮૪ આગમ શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા તેમજ “નંદીસૂત્ર'ની રચના કરી. વીરનિર્વાણ સંવત ૧૦૦૦(વિ.સં. પ૩૦)માં તેઓ કાળધર્મ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org