Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ પણ ?' “મધુર સંગીત સાંભળવાના લોભને હું રોકી ન શક્યો. ને તેથી મેં સંગીતકારોને રવાના ન કર્યા.' અને રાજાનો ગુસ્સો! “હરામખોર! મારી આશા મહત્ત્વની છે કે તારું સાંભળવાનું? બસ, હવે તારું સાંભળવાનું જ બંધ કરી દઉં. ને રાજાએ શવ્યાપાલકના કાનમાં ધગધગતો સીસાનો રસ રેડ્યો. આ કોનો આત્મા છે ? ભવિષ્યમાં તીર્થકર ભગવાન્ શ્રી મહાવીરસ્વામી બનનારનો. તો કર્મસત્તા તીર્થકરના આત્માને તો છોડી દે ને ? ભલે તેં અપરાધ કર્યો. પણ તું તો તીર્થકર બનનારો. જા તને કોઈ સજા નહીં. ખરું ને ? . ના” તો ગણધરને છોડે? તો દેવોને? ઇન્દ્રોને? રાજાઓને? શ્રીમંત - શાહુકારોને ? ઉછું. કર્મસત્તા તો કોઈને છોડતી નથી.” ના, મારી કલ્પના છે કે કર્મસત્તા એક જણને તો અવશ્ય છોડતી હશે. એ કોણ ?' એ તમે પોતે.” મહારાજ સાહેબ! કેમ આવી કલ્પના ?” હું તમને સમજાવું. આજે દેશમાં પ્રધાનોના-મોટા મોટા અધિકારીઓના નબીરાઓ બેફામ ગુનાઓ આચરે છે. શા માટે ? એટલા માટે કે “મારા ફાધર મિનીસ્ટર છે. મને સજા નહીં થાય.” એવી એમને હૂંફ છે. બરાબર' એટલે નિયમ આવો નિશિચત થાય છે કે ગુનો એ જ આચરે છે જેને સજાનો ડર ન હોય. એટલે અવકાશ મળ્યો - ટી.વી.; ધંધે બેઠા પછી ગમે તેવા વિશ્વાસઘાત - માયા પ્રપંચ; ડગલે ને પગલે ગુસ્સો આવા બધા બેફિકર થઈને પાપ કરતાં તમને જોઉં. ત્યારે મને થાય છે કે “કર્મસત્તા જરૂર આમની માસી થતી હશે. એમને સજા કરતી નહી હોય.” આ તો મારી કલ્પના છે. બાકી કર્મસત્તા કોઈને છોડતી નથી. એણે તો પ્રભુવીરને પણ કહી દીધું. ભલે, તું તીર્થકર બનજે. પણ આ અપરાધ કર્યો છે તો એની સજા પણ ભોગવવા તૈયાર રહેજે. અને પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા. હવે તમને હું એક પ્રશ્ન પૂછું, તમારે સાચો જવાબ આપવાનો છે. જેલર | Jain Education International For Personal & Private Use Only WWE ----- OQ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124