Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ વિના એની દાઢી ખેંચવા લાગ્યો ને કાલીઘેલી ભાષામાં બા...પા...બા..પા... બોલવા લાગ્યો. દાઢી ખેંચવાની ક્રિયાને તોફાન તરીકે જોવામાં આવે તો ક્રોધપ્રેરક બની જાય ને બાળરમત તરીકે જોવામાં આવે તો વહાલપ્રેરક બની જાય. જલ્લાદ જેવા કઠોર નઠોર ને બાળહત્યા કરવા માટે ક્રૂર બનેલા આદમીને તો એ તોફાન લાગવાની જ શક્યતા વધારે હતી. “હરામખોર ! મારા દાઢીના વાળ ખેંચીને પીડા ઉપજાવે છે? હું કાંઈ તારો બાપ છું કે બાપા - બાપા કરે છે?' પણ કર્મસત્તાએ આ બાળકને સજા ફરમાવી નથી, ઉપરથી બક્ષિસ આપવાની છે. એટલે એણે આવા જલ્લાદ જેવા જલ્લાદને પણ, દુઃખદાયક આ ક્રિયામાં બાળરમતના દર્શન કરાવ્યા. દિલને વહાલથી ભરી દીધું. મને બાપા-બાપા કહેનાર બાબાને શું હું મારીશ ? આવા નિર્દોષ બાળકને મારીશ તો મને કેટલું પાપ લાગશે ? મરીને હું ક્યાં જઈશ ? વળી વિચાર આવ્યો કે પણ જો નહીં મારું તો રાજ-આજ્ઞાનું શું ? મારી નોકરીનું શું ? રાજાને જો ખબર પડી તો મારો શિરચ્છેદ નહીં કરી નાખે ? આ ગડમથલમાં ને ગડમથલમાં એ જંગલમાં પહોંચ્યો. એક યક્ષમંદિર આવ્યું. મોટી ફાંદ ને લાંબી દાઢીવાળી મૂર્તિ જોઈને બાળક ખુશ. પાપા પગલી કરીને પ્રતિમા પાસે પહોંચી પ્રતિમા પર ચઢી બેઠો. દાઢી સાથે રમત કરવા લાગ્યો. પેલા જલ્લાદે આ જોયું ને બાળહત્યાના પાપથી બચવા બાળકને ત્યાં જ છોડી ભાગી છૂટ્યો. આ અઘટકુમાર ઘોર જંગલમાં એકલો અટૂલો હોવા છતાં પોતાની બાળરમતમાં મસ્ત છે. પુણ્ય વિનાના અભાગિયાઓ ચિંતા કરી કરીને ઉજાગર કરે તો ય ચિંતા મુક્ત થઈ શકતા નથી. જ્યારે ભાગ્યશાળીને તો ભૂત પણ રળે છે. માટે જ્ઞાનીઓ કહે છે “પાપ કરવાના બંધ કર, પુણ્યનો ભંડાર ભરાઈ એટલો ભરી લે. પછી તારી ચિંતા તારે નહીં કરવી પડે. કુદરત કરશે. સામાન્યથી દેવો પોતાની દુનિયામાં મસ્ત હોય છે. હજારો વર્ષ વીતી જાય. પણ પૃથ્વી પર રહેલા પોતાના ખુદના મંદિર તરફ પણ તેઓનું ધ્યાન ખેંચાતું નથી. પણ અઘટકુમાર તો પુણ્યનો ભંડાર ભરીને આવેલો છે. કુદરતે એની સેવામાં તત્પર રહેવું જ પડે. કુદરતે દેવનું ધ્યાન મંદિર તરફ ખેંચ્યું. દેવે અવધિજ્ઞાનથી પોતાના મંદિરમાં બાળઅઘટને એકલો અટૂલો જોયો. અઘટકુમારના આ દૃષ્ટાંતમાં જલ્લાદ હત્યા નથી કરતો ને મંદિરમાં છોડી Jain Education International ... જેલર | ro For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124