Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 82
________________ જીવ ! અંતરાયો ન હટે ત્યાં સુધી રકમ પાછી આવવાની જ નથી. પછી ગુસ્સો કરીને તારા ક્ષમાગુણને શા માટે રફેદફે કરી નાખે છે ?' જીવ! ધ્યાન રાખજે, ક્રોધ વૈરનું સ્વરૂપ ન પકડી લે. દેવાદારની અન્ય હેરાનગતિઓ જોઈને ખુશી ન અનુભવીશ. એને મારી નાખવા સુધીની ધમકીઓ આપે એવા ટપોરીઓની સહાય લેવાનું ભૂલેચૂકે પણ વિચારીશ નહીં. એનું પણ કલ્યાણ થાય એવી જ પ્રભુને પ્રાર્થના કરજે.” આવું બધું ચિંતન કરતા રહેવું જોઈએ. કડક ઉઘરાણી કરવા છતાં પૈસા ન આવે. એકવાર ગુસ્સો કર્યો. બીજીવાર કર્યો. વારંવાર કરતા ગયા. દરેક વખતે કરતા ગયા. વળી ગુસ્સો ચીજ એવી છે કે એ કરવા છતાં કામ ન થવા પર એની માત્રા વધતી જ જાય છે. પછી તો દરેક વખતે આસમાને પહોંચતો ધમધમાટ.. ક્ષમા તો એવી ડઘાઈ જાય છે. એવી ડરી જાય છે કે પછી બે - ચાર દિવસ - મહિના કે વરસ પછી જ નહીં, બે- ચાર ભવ પછી પણ પાછા ડોકાવાની હિંમત કરતી નથી. ત્યાં સુધીમાં સંપત્તિ તો કેટલીય વાર આવીને કેટલીય વાર ગઈ. (આશ્ચર્ય તો એ હોય છે કે ઉંધું ચતું કરીને પણ રોકાયેલા પૈસા છૂટા કરાવ્યા. પણ એ છૂટા થાય એટલે તરત પાછો પ્રશ્ન થતો હોય છે કે હવે ક્યાં રોકું ? અલ્યા ! રોકવા જ હતા તો રોકાયેલા જ હતા ને ! છૂટા શા માટે કર્યા ?) એટલે સંપત્તિ કરતાં ક્ષમા મહત્ત્વની છે. ને તેથી ગમે તેવું નુકશાન વેઠવું પડે તો પણ એ ક્રોધનું-વેરનું નિમિત્ત તો બની શકતું નથી જ. આ મહત્ત્વની વાત આપણે સમજી રાખવા જેવી છે કે નફા અને નુકશાનના બજાર અલગ નથી હોતા. નફો બજારમાં-દુકાનમાં થાય અને નુકશાન ઘરમાં થાય આવું હોતું નથી. જ્યાં નફો થાય છે ત્યાં જ નુકશાનની પણ સંભાવના હોય છે. એમ ક્ષમા અને ક્રોધના બજારો અલગ હોતા નથી. જે અવસર ક્રોધના હોય છે એ જ ક્ષમાના હોય છે. અન્યના જેવા વર્તન-વ્યવહાર પર આપણને ગુસ્સો આવે છે એવા જ વર્તન-વ્યવહાર પર પૂર્વના મહિષઓએ ક્ષમાને કેળવેલી હતી. કોઈએ ગાળ આપી, કોઈએ અપમાન કર્યું, જૂઠો આરોપ લગાવ્યો, કટુવેણ સંભળાવ્યા, આપણી નિંદા કરી, ચીજ-વસ્તુ તોડીફોડી નાખી, થપ્પડ વગેરે માર્યા, પૈસા ડૂબાડ્યા, આવી બધી અન્યની જે હરકતોને આપણે ક્રોધનું નિમિત્ત કહીએ છીએ. એમાંની એકપણ હરકતને કુદરત ક્રોધના નિમિત્ત તરીકે માનવા જેલર. www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124