________________
ગર્જનાઓ, ઝેરીલા સર્પોના સળવળાટ. એક રાત પણ હેમખેમ પસાર થશે કે કેમ? બહુ મોટો પ્રશ્ન. આવા ભયંકર જંગલમાં સગર્ભાવસ્થામાં સીતાજી એકલા અટૂલા ત્યજાઈ રહયા છે. કોણે કોને આશ્વાસન આપવાનું હોય? સેનાપતિએ સીતાને કે સીતાજીએ સેનાપતિને?
જુઓ સ્વભૂલદર્શનનો ચમત્કાર. હજુ પણ રોઈ રહેલા સેનાપતિને સીતાજી સ્વસ્થ કરી રહ્યા છે - ભાઈ! તું શા માટે રુએ? આમાં તારો કોઈ વાંક નથી. તું તો ચિઠ્ઠીનો ચાકર. સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ તારું પણ કર્તવ્ય છે ને મારું પણ. તો સ્વામીનો પણ શું વાંક ? જે પ્રજા પર શાસન કરવાનું છે એને સંતોષ આપવાનું કર્તવ્ય જ તેઓ તો બજાવી રહ્યા છે. ને પ્રજાનો પણ શું વાંક? કર્મસત્તા જ એમને આવી માન્યતા માટે મજબૂર કરી રહી છે. નહીંતર તો આ જ પ્રજાએ મને જગદંબા - મહાસતી - સીતામૈયા માનીને એ રીતે મારા નામનો જયજયકાર કર્યો હતો.
પાછા ફરતી વખતે સેનાપતિ સીતાજીને કહે છે. સ્વામીને કાંઈ સંદેશ કહેવો છે? ત્યારે પણ “આ તમારો કેવો ન્યાય? એક જ પક્ષની વાત સાંભળીને સજા ફરમાવી દીધી? મને પણ પૂછવું હતું. વળી એક સામાન્ય માનવી પણ, પત્નીનો ત્યાગ કરવો હોય તો પણ એના પિયરમાં એને મૂકે. તમે તો મોટા રાજા રહ્યા તે ભરજંગલમાં એકલી છોડી દો છો. ધન્ય છે તમારું ઔચિત્ય!' આવો કોઈ જ કટાક્ષ કે આક્રોશ નહીં. આટલી બધી સ્વસ્થતા - શાંતિ ક્યાંથી આવતી હશે? કહો સ્વભૂલદર્શનમાંથી.
સ્વભૂલ જોનારને “મારી જ ભૂલ છે ને મારે ભોગવવાની છે આ વિચાર પીડા વેઠી લેવાની માનસિક તૈયારી ઊભી કરે છે. એનું એ જ કષ્ટ માનસિક તૈયારી હોય ત્યારે સહેવું સરળ લાગે છે. અંતર બાર કિ.મી. નું કહ્યું હોય ને પંદર કિ.મી. નીકળે તો છેલ્લા ત્રણ કિ.મી. ચાલતાં ત્રાસ-ત્રાસ અનુભવનારને પણ જો પહેલેથી પંદર કિ.મી. જ કહ્યા હોય તો એ અંતર સહજતાથી કપાઈ જાય છે. કેમ? કારણકે પહેલેથી પંદર કિ.મી. ચાલવાની માનસિક તૈયારી છે. એટલે સ્વભૂલ જોનારને માનસિક તૈયારી હોવાથી પીડા સહેવી સરળ લાગે છે અને તેથી સ્વસ્થતા ટકી રહે છે.
બીજાની ભૂલ જોનારને “એની ભૂલની સજા હું શાનો ભોગવું?” આવી વિચારધારા રહેવાથી પીડા વેઠવાની માનસિક તૈયારી તો ઊભી થતી નથી, પણ ઉપરથી પીડાને ટાળવાનું-પીડાનો પ્રતિકાર કરવાનું જ માનસિકવલણ
Jain Education International
For Personal & Private Use Only
જેલર Jay org