Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 120
________________ દ્વેષી દેવનું તેજ પણ નાગકેતુના તેજ આગળ હારી ગયું ને શિલા પાછી સંહરી લેવી પડી. અને બધામાં શિરમોર. કેટલાય જન્મોની દીર્ઘકાલીન સાધના બાદ પણ જે મળવું અતિ અતિ દુર્લભ છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને છેવટે મોક્ષ. સાચા જવાબના કુદરત તરફથી મળતા ઈનામો કેવા ભવ્ય હોય છે! આવા ભવ્ય ઈનામ શું આપણને નથી જોઈતા? કુદરતને આપણે પણ કાંઈ અળખામણા કે પરાયા નથી જ. એ તો આપણને પણ આવા જ કલ્પનાતીત ઈનામ આપવા તૈયાર છે, માત્ર એ રાહ જોઈ રહી છે, એણે કરેલી પરીક્ષા વખતે આપણે સાચો જવાબ આપીએ.. મારે કાંઈપણ સહેવાનું આવે એમાં દોષ મારા કર્મોનો જ છે, બીજો તો માત્ર જેલર! જેલર!! જેલર!!! પ્રિય વાંચક ! આ પુસ્તક વાંચવાથી જો મનમાં કંઈક પણ શાંતિનો અનુભવ થયો હોય તો ફરી ફરી આ પુસ્તક વાંચવાની તમને પ્રેરણા છે. તથા, જૈન-અજેન, સ્નેહી-સ્વજન- મિત્ર-વેપારી વગેરેને પણ આ પુસ્તક વાંચવાની પ્રેરણા કરશો તો એમને પણ શાંતિનો શ્વાસ લેવાની તક મળશે. જરૂર પડ્યે તમે ખુદ પાંચ-પચ્ચીશ નકલ લઈને મિત્ર વગેરેને વાંચવા આપી શકો છો. (જો આપો તો પ-૭ દિવસે ફોલોઅપ કરવું કે તેઓ વાંચે છે કે નહીં. વળી બીજા પ-૭ દિવસે પુસ્તક પૂરું થયું કે નહીં એ પૂછતાં રહેવું. કારણકે મોટે ભાગે આજે વાંચવાનો રસ રહ્યો નથી.) પણ હજારો રૂપિયાની ગીફટ કરતાં આ બહુ જ લાભદાયી ભેટ પુરવાર થશે એ નિઃશંક છે. Jain Education International For Personal Private Use Only wwpoemorary.org જેલર

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124