Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 118
________________ “મારી મા દુષ્ટ નથી, મારા કર્મો દુષ્ટ છ' આ સાચા જવાબનું કુદરતે આપેલું ભવ્ય ઈનામ. ચન્દ્રકાન્તા નગરી છે, એનો વિજયસેન નામે રાજા છે અને શ્રીકાંતનામે અબજોપતિ નગરશ્રેષ્ઠી છે. એમના ધર્મપત્ની શ્રીસખી છે. પરણ્યાને વરસોનાં વહાણાં વીતી ગયા છે, પણ એક સંતાન નથી. ઘણી ઇચ્છાઓ-પ્રતીક્ષાઓ ને ઉપાયો સેવી ચૂક્યા છે. કાળાંતરે એ કિશોર આ નગરશ્રેષ્ઠીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. નામ પાડ્યું નાગકેતુ.. પૂર્વભવમાં ઝુંપડીમાં રહેનારો કંગાલ કિશોર અબજોપતિની હવેલીમાં મહાલતો નાગકેતુ બન્યો. પૂર્વભવમાં પ્રેમાળ માનો તો વિયોગ હતો, સાવકીમાનો ભયંકર ત્રાસ હતો. પિતાનો પણ પ્રેમ નહોતો... (કારણકે એ હોત તો સાવકી મા આટલો ત્રાસ આપી ન શકત.) આ ભવમાં દીર્ઘકાલીન પ્રતીક્ષાબાદ પુત્ર પ્રાપ્તિ થઈ હોવાથી માતપિતા ને પરિવારનો તો અપાર પ્રેમ મળ્યો જ, પણ શેઠને ત્યાં દીકરો થયો.” “શેઠને ત્યાં દીકરો થયો..' એમ આખા ગામનો પ્રેમ મળ્યો છે. આ તો હજુ પ્રારંભ છે. કુદરત આના કરતાં પણ અનેકગણા ભવ્ય ઈનામો કેવા આપે છે તે જોઈએ. હજુ તો સ્તનપાન કરવાની માત્ર ત્રણ-ચાર મહિનાની ઉમર થયેલી છે ને મહાપર્વ નજીક આવી રહ્યા છે. પરિવારમાં એક જણ બોલ્યું : પર્યુષણ આવે છે, હું અઠ્ઠમ કરીશ. વળી બીજી વ્યક્તિ પણ બોલી-પર્યુષણમાં હું પણ અટ્ટમ કરીશ. પાછું કોઈ ત્રીજા સ્વજને પણ આ જ વાક્ય દોહરાવ્યું., આમ વારંવાર સાંભળવાથી બાળકના મનમાં પણ “અમ” “પર્યુષણ” શબ્દો ઘુમરાવા લાગ્યા. ને પૂર્વજન્મની વચ્ચેનાં પડેલો હટી ગયા. એને જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વ જન્મનું જ્ઞાન) થયું. પોતાની કિશોરઅવસ્થા, સાવકી માનો ત્રાસ, શ્રાવકમિત્રની સલાહ, અઠ્ઠમનો સંકલ્પ.બધું જ નજર સામે તરવરવા માંડ્યું. અને સ્તનપાનની ઉંમરના નાગકેતુએ “હવે પર્યુષણની પણ રાહ જોવી નથી, માટે આજથી જ અઠ્ઠમ..” એ વિચાર કરીને અક્રમ કર્યો. શ્રીસખી માતા બાળકને ધવડાવવાનો ઘણો પ્રયત્ન કરે છે. પણ બાળક દૂધ પીતું નથી. માનું દૂધ પચવામાં સાવ હલકું. બે -ત્રણ કલાકમાં જ પેટ ખાલી થઈ જાય. અને ત્રણ-ચાર મહિનાના બાળકના શરીરની ક્ષમતા પણ શી? જોતજોતામાં બાળક મૂચ્છિત થઈ ગયું-બેહોશ થઈ ગયું. સ્વજનો સમજ્યા કે બાળક મરી ગયું. નગર બહાર જઈને જમીનમાં ખાડો કરી બાળકને મૃત સમજી દાટી દીધું. શ્રીકાન્ત પિતાને તો એવો અકારો આઘાત [ જેલર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124