Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 116
________________ કુલપતિએ અગ્નિશર્માના દિલમાં આ વાત જડબેસલાક બેસાડી દીધી કે પોતાની હેરાનગતિમાં પોતાનાં પૂર્વકર્મો જ કારણ છે. અને પછી તો એક હ્યુમન સાઈકોલોજી છે કે જે દુષ્ટ ભાસે એનો પ્રતિકાર કરવાનું મન થાય. કર્મોનો પ્રબળ પ્રતિકાર એટલે તપ. “મારા કર્મો અતિ અતિ દુષ્ટ છે, તો એના પ્રતિકાર રૂપે તપ પણ હું અતિ અતિ તીવ્ર કરીશ.. માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)ના પારણે માસક્ષમણ... અને તે પણ આજીવન.’ હવે ગુણસેન માટે કોઈ જ રોષ-રીસ કે ફરિયાદ નથી, ને એ નથી એટલે મન અપૂર્વ શાંતિરસમાં ઝીલવા માંડ્યું છે. આપણે એક કલ્પના કરીએ. ધારોકે કુલપતિએ અગ્નિશર્માને આ સમજણ ન આપી હોત, અથવા અગ્નિશર્માએ ન સ્વીકારી હોત. તો દૂર આવી ગયો હોવાના કારણે ગુણસેનનો ત્રાસ ભલે ન હોત.. પણ આજ સુધીના ત્રાસની યાદ વારંવાર મનને ભયંકર ત્રાસનો અનુભવ કરાવ્યા જ કરત ને! પોતાની ભયંકર યાતનાઓ, છતાં ગુણસેનને કશું જ ન કરી શકવાનો ભારે રંજ, વસવસો. ને ઉપરથી શત્રુરૂપે ભાસતા ગુણસેનની રાજા વગેરે બનવારૂપ પ્રગતિ જોઈજાણીને દિલમાં ભયંકર બળતરાઓ. આ બહુ સમજવા જેવું છે-આપણે જેને ઘોર અન્યાયકર્તા, દુષ્ટ શત્રુ માની રહ્યા છીએ એ આપણને દોષોથી ભરેલો, નાલાયક, આતતાયી જ ભાસ્યા કરવાનો છે, કારણકે આપણે શત્રુતાના ચશમાથી જ જોયા કરવાના છીએ. પણ લોકો કાંઈ શત્રુતાના ચશ્માથી જોતા નથી. એટલે એ વ્યક્તિને આતતાયી તો નથી માનતા, ઉપરથી ગુણિયલ માને છે ને તેથી એનો જય જયકાર કરે છે. હારતોરા-સન્માન કરે છે. વળી આ લોકોમાં પોતાના અંગત ગણાતા સ્નેહી, સ્વજન કે મિત્ર પણ ભળેલા હોય ત્યારે તો આ બધું ઓર અસહ્ય બની જાય છે. ક્યારેક તો એ ગુણિયલ પણ ન હોય છતાં, એના પુણ્યોદયના કારણે બધા એને ગુણિયલ માનતા હોય ને તેથી ગુણ ગાયા કરતાં હોય. તથા પુણ્યશાળી છે એટલે જ એ સર્વત્ર સફળતા મેળવતો હોય, આગળ વધે જ જતો હોય.. શત્રુ દષ્ટિના કારણે પોતે જેની નિષ્ફળતાઓ, નાલેશી ને નુકશાની ઇચ્છી રહ્યો છે એની જ સફળતા જીવ જોઈ શકતો નથી. ને એ સફળતાદિ પણ વારંવાર થતા હોય ત્યારે મનમાં ભયંકર તોફાનો જાગે છે. પોતે જેની બુરાઈ કરવા ચાહે છે ને મથે છે એની જ સારાઈ થતી જોવા મળે ત્યારે કુદરત પ્રત્યે પણ ભારે નફરત જાગે છે. ઈશ્વરને કર્તાહર્તા માનનાર હોય તો ઈશ્વરને પણ ગાળો ભાંડવાનું મન થાય એવા ઉલ્કાપાત મનમાં સર્જાય છે. ઘણીવાર તો, એ વ્યક્તિ (૧૦૮) Jain Education International For Personal & Private Use Only ખ, જેલર | Re wwwdary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124