Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 115
________________ ઉત્તર : હા, અનાદિકાળના સંસ્કાર તો એ જ છે ને તેથી મને એવું જ કહ્યા કરવાથી ઉપર કહેલી માનસિકતા ઘડાવી મુશ્કેલ છે જ. તેમ છતાં, યોગ્ય સમજણ દ્વારા વિવેક ખીલવવાથી એ ઘડી પણ શકાય છે. જેલર વગેરે વિચારણા એ યોગ્ય સમજણ છે. પણ, એના દ્વારા આ માનસિકતા ઘડવી જરૂરી છે જ, કારણ કે મિત્ર સમજે છે કે આગ લાગી હોય ત્યારે પાણી જ છંટાય, પેટ્રોલ નહી, તો જ હું એનો સાચો મિત્ર. ગુણસેનના ભયંકર ત્રાસથી ત્રસ્ત અગ્નિશર્મા, બીજો કોઈ જ ઉપાય ન રહેવાથી છેવટે નગર ને ઘર બધું જ છોડીને ભાગી નીકળ્યો છે. આશ્રમમાં કુલપતિ પાસે પહોંચ્યો. ને કુલપતિના પૂછવા પર પોતાની બધી આપવીતી કહી છે. ભલે, કુલપતિ શ્રી જૈનશાસનને પામ્યા નથી. છતાં આર્ય દેશ-આર્ય સંસ્કાર પામેલા છે. તેઓ સમજે છેઃ આગ લાગી હોય ત્યારે પાણી જ છંટાય.... ભલે સામા જીવને એ રુચતું ન હોય. તો જ હું સાચો હિતસ્વી. એટલે એમણે પાણી જ છાંટવાનું ચાલુ કર્યું. “વત્સ! ગુણસેન તારી મશ્કરી કેમ કરે છે ? ગુરુજી! મારું શરીર અત્યંત કઢંગું છે, એટલે.' વત્સ! કુરૂપતા તો ઘણાને મળેલી હોય, પણ તારા તો અંગેઅંગમાં વિચિત્રતાઓ ભરેલી છે. ખરું ને? હા, ગુરુજી! એકે અંગ સીધું કે સારું નથી. અરીસામાં જોઉં તો મને ય દીઠું ગમતું નથી.' “વત્સ ! આટલી બધી કુરૂપતામાં ગુણસેનનો હાથ હશે, નહીં?” - “ગુરુજી ! આમાં ગુણસેનનું શું ચાલે? એ તો મારા કર્મો વાંકાં..” ‘બરાબર, વત્સ! ગુણસેન તારી મશ્કરી કરે છે કુરૂપતાના કારણે તથા તારી લાચારીના કારણે અને આ કુરૂપતા અને લાચારીના મૂળમાં છે પૂર્વનાં પાપ કર્મો.... એટલે તારી મશ્કરીના મૂળમાં પૂર્વનાં પાપ કર્મો જ છે, એમ સમજ. જો એવા પાપ કર્મો ન હોત તો આ કુરૂપતા ન હોત... ને કુરૂપતા ન હોત તો મશ્કરીઓ પણ ન જ હોત ને ! “ગુરુજી! વાત તો બરાબર લાગે છે. પણ શું બધું આપણાં કર્મોના કારણે જ થતું હશે? “હા, વત્સ!” “કરો તેવું પામો ને વાવો તેવું લણો આ નિયમ કુદરતમાં ન હોત તો દુનિયામાં કોઈ દુઃખી જોવા જ ન મળત, કારણ કે દુઃખ કોઈને જ જોઈતું નથી. [જેલર | Jain Education International For Personal & Private Use Only te Use Onde www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124