Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 114
________________ પ્રાર્થના કરી છે કે - પ્રભુ! મારો બોજ હળવો કર એવું હું નથી માગતો. પણ એ બોજને ઊઠાવનાર મારો બરડો મજબૂત કર એટલું જ હું માગું છું. આ જ નિબંધમાં અન્યત્ર કહ્યું છે એમ, સ્વભૂલ જોનારને સહનશક્તિ વધતી જાય છે ને સહનશક્તિ વધી ગયા પછી એ જ ત્રાસ હવે દુઃખરૂપ રહેતો નથી. (૩) “હવે આ સહન કરવાનું જ છે એવી વૃત્તિ ઘડાઈ ગયા પછી અને એવું અનેકવાર સહન કર્યા પછી એ રૂટિન જેવું બની જાય છે ને તેથી પછી દુઃખરૂપ રહેતું નથી. હાથ કે પગ ભાંગી જવો વગેરે રૂ૫ કોઈ ખોડખાંપણ શરુઆતમાં જેટલી દુઃખદ બની રહે છે, એટલી “હવે આ પરિસ્થિતિ જ હંમેશા રહેવાની છે, એમાં સુધારો શક્ય નથી” આવો સ્વીકાર કરી લીધા પછી ને એ પરિસ્થિતિથી ટેવાયા પછી એ એવી દુ:ખદ રહેતી નથી. સુધારાની અપેક્ષા હોય ને એ ન થાય તો જ એ પરિસ્થિતિ દુઃખદ રહ્યા કરતી હોય છે. સ્વભૂલ જોનારને એ ભૂલ તો થઈ ગઈ છે એ થઈ ગઈ છે. એમાં હવે કોઈ સુધારો શક્ય જ ન હોવાથી એ સુધારાની અપેક્ષા રહેતી નથી. અને અપેક્ષા નથી તેથી એ પરિસ્થિતિ દુઃખરૂપ રહેતી નથી, કારણકે વિમg IIM-પાપેક્ષા મહાd વગેરે શાસ્ત્રવચનો અપેક્ષાને જ દુઃખ કહે છે. (આની તર્કસંગત સમજણ માટે વાંચો-અવિષ્ણા અણાણંદ-પુસ્તક.) એટલે, જે કાંઈ સહન કરવાનું આવી પડ્યું છે કે આવી પડે છે એને દુઃખરૂપ ન બનાવવું હોય ને તેથી સ્વયં દુઃખી ન થવું હોય તો સ્વભૂલદર્શન એનો શ્રેષ્ઠ ઉપાય છે... ને પોતે દુઃખી ન થતો હોય તો એના કારણે ચિન્તાટેન્શન-અપસેટ થઈ જવું વગેરે સંભવિત ન જ રહે એ સ્પષ્ટ છે. માટે, પોતાના કોઈપણ ત્રાસમાં પોતાની જ ભૂલ જોવી એ શાન્તિનો અમોઘ ઉપાય છે. એ કિશોરને પણ “જો મારી મા દુષ્ટ નથી, પણ મારા કર્મો દુષ્ટ છે આ માનસિકતા ઘડાઈ જાય, તો પછી માનો એ ત્રાસ વર્તમાનમાં દુઃખરૂપ રહેવાનો નહોતો જ એ સ્પષ્ટ છે. (અને ભવિષ્યમાં કેવો ભવ્ય ઈનામ આપનારો બનવાનો છે એ આપણે આગળ જોઈશું). પ્રશ્નઃ પણ આ માનસિકતા ઘડાય જ શી રીતે? ખૂબ હેરાનગતિના અવસરે “મારા કર્મો જ વાંક..' વગેરે વિચારારા દિલ કર્મોને દુષ્ટ માનવા તો હજુ તૈયાર થઈ જાય. પણ પોતાનો કશો જ વાંક જણાતો ન હોવા છતાં જો કોઈ હેરાન કરતું હોય તો ‘એ દુષ્ટ નથી' એવું માનવા મન તૈયાર થાય જ શી રીતે? એ જ બદમાશ છે, દુષ્ટ છે, મને હેરાન કરે છે એવું જ કહ્યા કરે ને! (૧૬) J, જેલરnary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124