Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 113
________________ જાહેરાત થઈ ગઈ... ને પછી મંત્રીએ મજુરને પૂછ્યું: “કોથલામાંથી વજન ઓછું કરવું છે?' એણે ધરાર ના પાડી, એટલું જ નહીં મુખ પર જે દીનતા - શ્રમ અને લાચારી દેખાતા હતા એની જગ્યાએ તાજગી-ચમક અને સ્કૂર્તિ વંચાવા લાગ્યા. શું આ ભારે બોજ હવે એના માટે દુઃખ રૂ૫ રહ્યો? પેલી હિન્દુનારી ! પતિનું મોત થવા પર સતી થવા ઈચ્છતી હતી. અંગ્રેજ અમલદાર ના પાડી રહ્યો હતો. “સ્ત્રી પોતાની ઈચ્છાથી નહીં, પણ સમાજના દબાણથી સતી થવા માગે છે. માટે રજા નહીં આપું.” આવો એ અમલદારનો અભિપ્રાય જાણવા પર એ સ્ત્રીએ ખુલાસો કર્યો કે નહીં, મારી ખુશીથી જ હું સતી થાઉં છું.” તો અમલદાર કહે: “ક્ષણિક આવેશ છે. અગ્નિનો સ્પર્શ થશે ને બધી ખુશી ઊડી જશે.” પણ સ્ત્રી મક્કમ હતી. અંગ્રેજ કહે: “મારી પરીક્ષામાં પાસ થાય તો રજા આપું.” એણે અગ્નિ પેટાવ્યો. પેલી સ્ત્રીને કહ્યું ‘તારો હાથ આ અગ્નિમાં રાખ અને હું કહું નહીં ત્યાં સુધી ખેંચી ન લેતી. જો એ પહેલાં ખેંચી લેશે તો રજા નહીં મળે.' સ્ત્રીએ પોતાનો હાથ ભડભડ બળી રહેલા અગ્નિમાં રાખી દીધો. આંગળીઓ બળવા લાગી. આખી હથેલી બળવા લાગી પણ સ્ત્રીએ હાથ ન ખેંચ્યો. એટલું જ નહીં એના મુખ પર એક વિશિષ્ટ હાસ્ય ચમકવા લાગ્યું. છેવટે અમલદારે રજા આપી ને એ જ વિલસતા હાસ્ય સાથે એ સતી થઈ. ભગતસિંહ પણ હસતાં હસતાં જ મોતને વેરેલા ને! લોકોત્તર શાસનમાં તો આવા ઢગલાબંધ દૃષ્ટાંતો મળશે. ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ યાંત્રિક ઘાણીમાં પીલાઈ જવા માટે પદ મા... પહત્વે માપ... નહીં પણ “પહેલો હું “પહેલો હું એવી અહમમિકા કરેલી. જો મોત દુઃખરૂપ લાગતું હોત તો આ સ્પર્ધા કે મુખ પર હાસ્ય હોઈ શકે જ નહીં. એટલે નક્કી થયું કે જીવને જે દુઃખી કરે એ જ દુઃખરૂપ કહેવાય. (૧) “સાવકીમાને દુષ્ટ માનીને એનો પ્રતીકાર કરીશ તો કુદરત મને વધારે ભયંકર સજા કરશે. ને એના બદલે કર્મોને દુષ્ટ માનીને માના ત્રાસને સમતા પૂર્વક વેઠીશ તો કુદરત અને ભવ્ય ઈનામ આપશે.' ભવ્ય ઈનામની કલ્પના ત્રાસને દુઃખરૂપ રહવા ન જ દે એ સ્પષ્ટ છે. (૨) ૨-૩ કિલો વજન ઊંચકવાનો પણ જેને અભ્યાસ નથી એને પાંચ કિલો વજન ઊંચકવું દુઃખરૂપ બને. પણ દસ કિલો વજન ઊંચકવાની ક્ષમતા કેળવી લેનારને એ એવું દુઃખરૂપ ન જ રહે. એટલે જ એક સંતે પ્રભુને ખૂબ સુંદર (૧૦૫) ( જેલર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124